SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સુપાર્શ્વનાથ ચરિત્રની હસ્તલિખિત પ્રતનાં ચિત્રો શ્રીલક્ષમણગણિએ રચેલા “સુપાસનાચરિય” ની કાગળ પર લખાએલી પ્રાચીન પ્રતિમાંનાં લગભગ સઘળાંએ ચિત્રો આ ગ્રંથમાં ચિત્ર ૫૮, ૧૯, ૬૧ થી ૬૪, ૬૬ થી ૬૯, ૭૧ થી ૭૪, ૭૬, ૭૭, ૭૯ થી ૮૨, ૮૪, ૮૫, ૮૭ થી ૯૫, ૧૦૬, ૧૨૭, ૧૪૦ અને ૧૪૫ તરીકે રજૂ કરવામાં આવેલ છે, આ પ્રતિ, પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાંના ‘તપાગચ્છીય જન જ્ઞાન ભંડાર” ની છે. આ પિથીમાં બધાં મળીને ૩૭ ચિત્ર છે, જે પૈકી ૧ અને ૩ ચિત્ર સિવાયના બધાં ચિત્રો પ્રસ્તુત ગ્રંથમાં આપવામાં આવેલાં છે. આ ચિત્રા પિકી ચિત્ર પ૮, ૮, ૯ અને ૮૫ એ ચિત્રો પાછળથી લગભગ અઢારમા સિકામાં આલેખવામાં આવેલાં છે. જ્યારે બાકીનાં બધાં ચિત્રો પ્રતિ કે જે વિક્રમ સંવત ૧૪૭૯-૮૦ માં લખાએલી છે, તે જ સમયનાં અને સારી રીતે સચવાએલાં છે. આ પ્રતિનો નંબર ૧૫૦૬૯ છે અને તેની પત્ર સંખ્યા ૪૪૭ છે. પ્રતિની લંબાઈ-પહેલાઈ ૧૧૪૪૩ ઇંચની છે. પ્રતિની લિપિ સુવાચ્ય અને સચિત્ર પિથીમાં શેભે તેવી છે. આ પ્રતિના અંતમાં નીચે પ્રમાણે લેખન સમયાદિને સૂચવતી પુપિકા છે. સંત ૨૪૮૦ વર્ષ 1 શrછે રૂલ પ્રવર્તમr s fક ૨૦ જ જે જે હુન્નર જાધિરાજના જજે કમલા 1 માર માર मोहरिभवसरि परिवारभूषण पं. भाषचंद्रस्य शिष्यलेशेन । मुनि। हीराणंदेन लिलिखेरे। नंदे मुनौ युगे चंद्र १४७९ ज्येष्ठ मासे सितेतरे। दशम्या लेखयामास शुभाय ग्रन्थ पुस्तकम् ॥१॥ नंद-मुनि-पैद-चंद्र वर्षे श्रीविनमस्य ज्येष्ठशिते । अलिखत् सुपार्श्वचरितं हीराणदो मुर्तीद्रोऽयम् ॥२॥ આ પબ્લિકામાં જણાવ્યા પ્રમાણે આ પ્રત વિક્રમ સંવત ૧૪૭૯ ના જેઠ વદિ ૧૦ ને શુક્રવારના રોજ મેદપાટ-મેવાડ દેશના દેવકુલપાટક (હાલનું ઉદેપુર નજીકનું દેલવાડા) માં રાણી શ્રી કલના રાજ્યમાં બહુદ્ગછાંતર્ગત મટ્ટાહડીય ગ૭ના આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના શિષ્ય પં. ભાવચંદ્રના શિષ્ય શ્રી હીરાણંદ નામના જૈન સાધુએ લખેલી છે. ચિત્રોની લંબાઈ-પહોળાઈ વધારેમાં વધારે ૮૩”x૪” ઈંચની છે અને ઓછામાં ઓછી ક”૪૪ ઇંચની છે. કેાઇ કે ચિત્રો ૪”x૪” ઈંચના પણ છે. ચિત્રોમાં લાલ લીલા, પીળા, આસમાની, ગુલાબી, કાળે, સફેદ, સેનેરી અને રૂપેરી એમ નવ રંગેનો ઉપગ કરવામાં આવેલ છે. આ અંગેની બનાવટ અને મિશ્રણે ઉત્તમ પ્રકારના હાઈ પ્રત પ્રાચીન અને જીર્ણ થએલી હોવા છતાં રંગની ઝમક અને તેનું સૌષ્ઠવ આજે પણ આંખને આકર્ષે છે. આ પ્રતમાં જે ક્રમે ચિત્રો અને તેની બાજુમાં તેને પરિચય નાંધાયેલ છે, તે આ પ્રમાણે છે. * અત્રે આપેલી માહિતી વિદ્વદર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીના આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ મારક ગ્રંથ માંના સુપાસનહચરિય” ની હસ્તલિખિત પોથીમાના રંગીન ચિત્રો નામના લેખ પરથી મુખ્યત્વે લેવામાં આવેલી છે. "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy