SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ્પદ્રુમ લિતકલાઓના વિકાસમાં સંગીત અને નૃત્યને બહુ જ નિકટને સંબંધ છે. પ્રેક્ષકનાં મન I હરતી નર્તકીને માત્ર અભિનયથી જે વિજય મળે તેના કરતાં અભિનય જ્યારે સંગીત સાથે ભળે ત્યારે એ વિજય સિદ્ધતર બને. સંગીતમાં જે શબ્દાર્થ હોય તેને અનુરૂપ અંગનાં હલનચલનથી ત્યારે નર્તકી અમુક ભાવ ઉત્પન્ન કરી શકે ત્યારે એ બંનેની સાર્થકતા થાય, છતાં, આરંભકાલે નૃત્ત અને સંગીતની કલાઓનો વિકાસ જુદાજુદા જ થયું છે. આપણામાં નૃત્ત અને નૃત્ય વચ્ચે ભેદ છે. તે મુજબ નૃત્તમાં અભિનય ન હોય અને સંગીત પણ ન હોય; નૃત્યમાં એ હેય. એ સ્થિતિ જ બતાવે છે કે સંગીત અને નૃત્યનો આવિર્ભાવ શરૂઆતમાં તો સ્વતંત્ર રીતે જ થયો છે. પાછળથી જ્યારે સંકુલ ભાને ઉપજાવવામાં સંગીત તથા નૃત્યનું સંમિશ્રણ ઉપાણી જણાયું ત્યારે એકનાં અંગો બીજાએ ઉપયોગમાં લઈ લીધાં. આ કાળે, મૂળ નૃત્તનાં અંગે રૂ૫ શરીરનાં અંગોપાંગનાં હલનચલનના જે પ્રકારો નૃત્યગ્રંથોમાં ગણવેલા મળે છે તેને સંગીતગ્રંથોમાં પણ સ્થાન મળ્યું. આપણી અહીંની ચિત્રાવલિ આવા સમયને અનુલક્ષે છે. એમાં કુલ વીસ ચિત્રો છે. દરેક ઉપર તે તે ચિત્રોનાં નામ લખ્યાં છે. તેમાં કેટલીક વાર લહીઓએ ભૂલ કરી છે, તેના વિશે આગળ વિચાર કરીશું. એ ચોવીસ ચિત્રોમાંથી સેળને અહીં તાનપ્રકારો ગણાવ્યા છે, સાતને દૃષ્ટિપ્રકાર તરીકે ગણાવ્યા છે અને એક ચિત્ર ઉપર “રમંજરી રાજકન્યા' એમ નામ લખ્યું છે. એમાંથી આ ચિત્રાવલિમાં જે પ્રકારેને તાન કહ્યાં છે તેને નૃતગ્રંથોમાં શીપ્રકાર કહેલા છે. અહીં જે દૃષ્ટિરૂપે લખ્યાં છે તે તો ચાખી ભૂલ છે. તે નૃત્તગ્રંથના દષ્ટિપ્રકારે નથી, તે તે ભ્રપ્રકારે છે. આમ અહીં નૃત્તનાં અંગે રૂ૫ શિરોમેદ તથા બ્રભેદનું ચિત્રમાં નિરૂપણ કર્યું છે. ખરી રીતે, ચિત્ર અને સંગીત-નૃત્યને કંઈ મૂલગત સંબંધ નથી. પણ અમુક કાળ આપણે માનસ બધા મૂર્ત ભાવોને સશરીર બનાવવા તરફ વળ્યું. તે કાળે જુદાજુદા પ્રકારનાં ચિત્રો તેમજ શિલ્પો થયાં. નૃત્તના અસંખ્ય પ્રકારનાં શિ૯ તથા ચિત્ર મેજૂદ છે.૪ અમૂર્ત રાગરાગનાં ચિત્રો પણ મળે છે. મન ઉપર જેની સચોટ અસર થઈ તેને કલાકાર મૂર્ત રૂપ આપવા ભથે એ દેખીતું છે. માનવસ્વભાવમાં રહેલું આ સ્વાભાવિક તત્વ જ આ પ્રક્રિયાના મૂલમાં રહ્યું છે. પ્રાવેશિકી નોંધમાં લખ્યું છે તેમ આ ચિત્ર ૧૫–૧૬મા સૈકાની કલાનાં પ્રતિનિધિ છે. ૧ આ વિશે પૂરતી માહિતી માટે જુઓ “નાગરિક' શ્રાવણ ૧૯૮૭ના અંકમાં, ‘તૃત્ત-નૃત્ય-નાટથ' ઉપર મારે લેખ. ૨ નૃત્ત કરવામાં ગાત્રવિક્ષેપ જરૂર છે, અને નર્તકી જ્યારે નૃત્ય કરે છે ત્યારે તેને માથું, હાથ, પગ, આંખ, શ્ર, છાતી, કટિ વગેરે અંગોને જુદાજુદા પ્રકારે હલાવવાં પડે છે. આ બધા પ્રકારનાં વર્ણન આપણ નુત્તગ્રામાં મળે છે. ૩ આજની સામાન્ય ભાષામાં ગાયન સાંભળતાં માથું ડોલાવીએ ત્યારે તાન દીધું એમ કહેવાય છે અથવા સાંભળનાર તાનમાં અાવે એમ કહેવાય છે, પણ તાન શદને પારિભાષિક ઉપયોગ સંગીતગ્રસ્થમાં જુદી રીતે થાય છે, અને સ્વરને અનુલક્ષીને એના આર્થિક, શાહિક આદિ સાત પ્રકારે તથા સ્થાનને અનુલક્ષીને, નાદ, કુમક આદિ ચાર પ્રકાર હોય છે. મારું ધારવું એવું છે કે ઉપર લખેલ સ્વાભાવિક માથું ડેલાવવાને તાન આપ્યું એમ કહેવાય છે તેથી ગોટાળામાં પહાને શિરેભેદને તાનપ્રકારે ગણાવાયા હોય એમ લાગે છે. ૪ ગાયકવાડ આરીએન્ટલ સીરીઝમાં પ્રસિદ્ધ થતા નાટયશાસ્ત્રના પ્રથમ ગ્રન્થમાં, ૧૦૮ કરમાંથી ૯૩નાં ચિ આપ્યાં છે તે મૂળ રિ૫ ઉપરથી છે તે જાણીતું છે. તે ૧૨-૧૩મા સૈકાનાં શિપ છે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy