SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ગુજરાતની જેનાશ્રિત કળા અને તેનો ઈતિહાસ કોઈપણ રંગે મળી આવતા નથી. પણ પછીના વખતની કાગળના સમયની હસ્તપ્રતોમાં કેટલીકવાર સવર્ણરંગની જગ્યા પીળા રંગે અને રાતા રંગની પૃષ્ટભૂમિની જગ્યા આસમાની રંગે લીધેલી લાગે છે. જનાશ્રિત કળાનાં નાનાં છબિચિત્રો દોરવામાં શરીરના પ્રત્યેક અંગ પ્રત્યંગ દોરવાની રચના વાસ્તવિક તુલના ઉપર બાંધવામાં આવતી હતી. શિલ્પકળાના શૃંગાર આમાં મુખ્ય ભાગ ભજવે છે. કોતરકામવાળી ઉપસેલી લે અને છેડવાએ કાં તે એક જ રોલીના બનાવાતા અગર કુદરત ઉપરથી પણ બનાવવામાં આવતા. પશુઓ અને પક્ષીઓનાં ચિત્રો, ખાસ નું રંગથી રંગેલા રાજહંસ, સફેદ રંગના હાથી, ઘોડા, હરણે, વિવિધ જાતનાં નૃત્યચિત્ર વગેરે, કિનારીની ઉપર તથા આજુબાજુના હાંસીઆઓમાં શોભા આપનારા પદાર્થો તરીકે જવામાં આવતા. તેમજ જૈનધર્મની પવિત્ર આઠ નિશાનીઓ-અષ્ટ મંગળ-તથા ચીઢ અનાદિનો પણ તેવી જ જાતને ઉપયોગ કરવામાં આવતો. આ કળાનાં આ નાનાં બિચિત્રોનું અસ્તિત્વ ન હોત તે આપણને તે જૂના કાળનો પરિચય નહિવત્ અથવા બહુ જ અ૫ હન. આ ચિત્રો તે સમયના જીવનનું અને સંસ્કારનું જે જ્ઞાન આપણને પૂરું પાડે છે તે બહુ જ કિંમતી છે. ખરેખર આપણે તે ઉપરથી જન્મથી માંડી મરણ પતનાસમસ્ત જીવનના દરેક ભાગનું વિશ્વસનીય અને બહુવિધ દૃશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. આવાં નાનાં છબિચિત્રામાં ચીતરાએલી વ્યક્તિઓનાં ચહેરાની તાદૃશ્યની કે તેમના ચારિત્ર્યની તેમાં છાપ પાડવાની શક્તિ ચિત્રકારોમાં હોય એમ ઇચ્છવું વધારે પડતું ગણાય. વસ્તુત: સર્વ મહાપુરુષો અને સાધુઓ, દેવ અને દેવીઓ, રાજાઓ અને રાણીઓ, સુભટો અને સ્ત્રીપુરુષો જે પ્રાચીન ચિત્રકારોએ ચીતર્યા છે તે જાણે એક ચોક્કસ બીબામાંથી નીકળ્યાં હોય તેવાં જણાય છે. - સુપ્રસિદ્ધ કલામર્મજ્ઞ ડૉ.આનંદ કુમારસ્વામી કળાને નીચેના શબ્દોમાં અભિનંદન આપે છે:૨૯ *That the handling in light and casual does not imply a poverty of craftsmanship (the quality of roughness in 'primitives' of all ages seems to unsophisticated observers a defect), but rather perfect adequacyit is the direct expression of a flashing religious conviction and of freedom from any specific material interest. This is the most spiritual form known to us in Indian painting, and perhaps the most accomplished in technique, but not the most emotional nor the most intriguing. Human interest and charm, on the other hand, are represented in Ajanta painting and in late Rajput art.' અર્થાત- હથેટી હળવી અને આકસ્મિક હોય તેટલા ઉપરથી કળાવિધાનની દીનતા છે એવો અર્થ નીકળતો નથી (દરેક યુગની શરૂઆતનાં ચિત્રોની સ્થલત નિપક્ષ નિરીક્ષકને ખામી રૂ૫ દેખાય છે), ઉલટું પૂર્ણ સંયોજન જણાય છે; કારણકે તે સતેજ ધર્મશ્રદ્ધા અને ૨૯ દિ. ૧, લેખ નં. ૧૧.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy