SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઈતિહાસ ૩૩ ચિત્રો તાડપત્રની પ્રતોની ઉપર નીચે બાંધવામાં આવતી લાકડાની પાટલીએ ઉપર ચીતરેલાં જોવામાં આવે છે. ત્રીજા વિભાગનાં ચિત્રો કપડાં ઉપર અને ચોથા વિભાગનાં કાગળ ઉપર ચીતરાએલાં મળી આવે છે. પાછળના ત્રણ વિભાગનાં ચિત્રોને આપણે ઉપર ત્રીજા વિભાગમાં સમાવી દીધાં છે. તેનું કારણ લાકડા તથા કપડાં ઉપરનાં ચિત્રો માત્ર ગણ્યાગાંઠવ્યાં મળી આવ્યાં છે તે છે. તાડપત્રની કળાને આપણે પ્રાચીન કળાના નામથી સંબોધન કર્યું છે. ઈ.સ.નું ચૌદસો પચાસમું વર્ષ તાડપત્રની કળા તથા કાગળની કળાના ભાગલા વહેંચવા માટે પ્ય હોય એમ મને લાગે છે. પ્રાચીન તાડપત્ર ઉપરની નાનાં છબિચિત્રોની કળા ઇ.સ.ની પંદરમા સૈકા ઉત્તરાર્ધ પછી તદ્દન લુપ્ત થઇ ગઈ હોય એમ દેખાય છે. કળાની દષ્ટિએ આ કળાનું વિવેચન કળાનિર્માણની દષ્ટિથી ગુજરાતની જૈનાશ્રિત કળા એ નાનાં છબિચિત્રોની કળા છે અને તે બહુ જ મજાનો વિષય છે. નાનાં બૌદ્ધ છબિચિત્રના આલેખનનું અનુકરણ તેમાં નથી. ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં સુંદર કળાનિર્માણ અર્થે અગાઉના એક પણ દષ્ટાંત વિના મૂળ બનાવટ નહિ, પણ તેના ઉપયોગ સારૂ ગુજરાતની જૈનાશ્રિત કળાને માન ઘટે છે. પ્રાચીન ગુજરાતની આ કળા એ ગંભીર કળા છે;-તેમજ શારીરિક અવયનું યથાર્થ દિગ્દર્શન કરાવનારી આ કળા ધણી જ સુંદર ચિત્રકળાની રચના સારૂ પંકાએલી છે, એટલું જ નહિ પણ કળાની નિપુણતા ઉપરાંત તેની અંદર અત્યંત હાર્દિક ખુબી રહેલી છે. થોડાંએક ચિત્ર જેકે કઠેર અને ભાવશૂન્ય હોય તેમ લાગે છે, પણ કેટલીક વખત મુખમુદ્રાલેખન અને લાવણ્યમાં તે ચડી જાય છે. ચિત્રના રંગોની પસંદગી તે ઘણું ઊંચા પ્રકારની છે. તાડપત્ર ઉપરની કળા બહુ જ ઊંચી કક્ષાની છે, જોકે તેના વિષે બહુ મર્યાદિત છે. પાછળથી તેરમા સૈકાની એક પ્રતમાં તે કુદરતી દયે પણ ચીતરેલાં મળી આવ્યાં છે. ૨૮ ચૌદમા સૈકાના અંત ભાગમાં આ કળાના સૌથી ઉત્તમમાં ઉત્તમ નમૂનાઓ મળી આવ્યા છે, કાગળ ઉપરની કળા પણ કેટલાક દાખલાઓમાં બહુ જ ઊંચી કક્ષાની છે. જાજરમાન સુવર્ણમય અથવા રક્તવર્ણ પૃષ્ઠભૂમિ ઉપર આલેખેલા આસમાની, શ્વેત તેમજ વિવિધ રંગે બહુ જ આનંદ આપે છે. ખરેખર ગુજરાતની જૈનાશ્રિત કળાનું જે કોઈ ખાસ મહત્વનું લક્ષણ હોય તો તે ખાસ શોભાયમાન ચિત્રથી હસ્તપ્રતો શણગારવાનું હતું. ચળકતા સુવર્ણરંગી અને વિધવિધ રાતા રંગના સુંદર રંગથી રંગવાની કળા કળાકારની ખુબીમાં ગૌણુ ન હતી પણ તે તે તેને મુખ્ય પાયે હતો. વળી અલંકાર અને શારીરિક અવયવોની દરેક ઝીણવટમાં મા૫ અને આકારનું એક્કસ જ્ઞાન ચિત્રકારની અલંકરણ કરવાની તીવ્ર લાલસાથી અંકાએલું છે. યદ્યપિ ચિત્રકારે તેજ અને છાયાનો ઉપયોગ ચિત્રને ઉઠાવવામાં–બહાર પડતાં દેખાવા માંકર્યો નથી. તોપણ એમ માની લેવું નહિ કે કળાકારે ત્રણ જગ્યામાં-લંબાઇ ઊંડાઈ અને પહોળાઈમાં અવગાહની મૂર્તિઓ (plastic form)ને દોરવાને જરાયે પ્રયત્ન કર્યો નથી. આ દેખાવ ભરાવદાર ૨૮ નુ ચિત્ર નં. ૫૨-૫૪-૫૫.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy