SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જૈન ચિત્રકલ્પદ્રુમ અમે એકઠાં સસ્નેહ કેમ રહેતાં, કેમ ચરતાં, મારા સહચરને કેમ બાણ વાગ્યું, પારધિએ કેમ એમને અગ્નિસંસ્કાર કીધો, હું પિતે તેમની પાછળ કેમ સતી થઈ એ બધા દેખાવનાં મેં ચિત્રો ચીતર્યા. વળી ગંગા ને તેની પાસેનું ભર્યું તળાવ ને નદીનાં બળવાન મને તેના ઉપરનાં સૌ જળપક્ષીઓ ને તેમાં યે વળી ખાસ કરીને ચક્રવાકે એ સૌનાં પણ ચિત્રો આક્યાં. વળી હાથી ને તેની પાછળ પડેલો ધનુર્ધારી પારધિ પણ ચીતર્યો. કુલે ખીલેલું કમળતળાવ અને વિવિધ ઋતુનાં ખીલેલાં ફૂલોએ લચકાતાં વિશાળ ઝાડવાળ વન પણ ચીતર્યું. અને એ જુદાં જુદાં ચિત્રની ચિત્રમાળાની સામે કલાકોના કલાકે બેસીને મારા હૈયાનો હાર જે ચક્રવાક તેના સામે એકી ટશે નિહાળી રહેતી. કલોક ૪૫૫-૪૬ ૩ (૧૦) વિક્રમની છઠ્ઠી સદી પહેલાના “કુરિી ' નામના પ્રાકૃત કથા ગ્રંથમાં નીચે મુજબના ઉલ્લેખ કરવામાં આવ્યા છેઃ ‘ચિત્રમાં ચીતરેલી યક્ષની પ્રતિમાની–મૂર્તિની જેમ એક ચિત્તનિશ્ચલ બેઠી છે.'૧૭ યક્ષે કહ્યું: ‘દુરાચારી પિઘાતીએ આ' એમ બોલીને લેખકર્મ મનુષ્યની જેમ સ્તંભિત કર્યા.૧૮ (૧૧) જિનદાસ મહત્તર કૃત “આવશ્યક ચૂર્ણિ' પ્રથમ ભાગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે ૧૯ ‘ચિત્રકાર માપ્યા સિવાય પાછળથી ચિત્રને પ્રમાણયુક્ત તૈયાર કરે છે અથવા તેટલો રંગ તૈયાર કરે છે જેટલાથી ચિત્ર પૂરું દોરી શકાય.' (૧૨) વિ.સં. ૯૨૫માં લોકાચાર્ય શીલાચાર્ય) એ દસ હજાર પ્રાકૃત લેક પ્રમાણુ ‘ચઉપન મહાપુરુષ ચરિયું ગદ્યમાં રહ્યું છે. તેમાં ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવનચરિત્રમાં તેમને વૈરાગ્ય પામવાના પ્રસંગમાં નીચે મુજબ ભિત્તિચિત્રને ઉલ્લેખ કરેલો છેઃ “એકદા વસંતઋતુમાં લેકોના ઉપરાધથી પાર્ષકુમાર ઉદ્યાનની શોભા જેવા માટે ગયા. ત્યાં લતા, દમ, પુષ્પ અને કૌતુકાદિક જોતાં પ્રભુએ જ્યાં ઊંચા તેરણા બાંધેલાં છે એવા એક મોટા પ્રાસાદને જે, એટલે ભગવંતે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ભીંત ઉપરનાં ચિત્રો જોતાં અદ્દભુત રાજ્ય અને રાજીમતિનો ત્યાગ કરીને સંયમશ્રીને વરનાર એવા શ્રી નેમિજિનના ચિત્રને જોઈને પ્રભુએ વિચાર કર્યો કે મારે પણ આ અસાર સંસારનો ત્યાગ કરવો ઉચિત છે.' (૧૩) શ્રી હેમચન્દ્રસૂરિ વિરચિત પરિશિષ્ટપર્વ'ના આઠમા સર્ગમાં શ્રી સ્થૂલભદ્રજી ચાતુર્માસ કિશો વેશ્યાને ત્યાં ચિત્રશાળામાં રહ્યાને ઉલ્લેખ નીચે પ્રમાણે મળી આવે છે: “અન્યદા વર્ષાઋતુ આવતાં સ્થૂલભદ્ર મુનિ પોતાના ગુરુ શ્રી સંભૂતિવિજયજીને વંદન કરીને બોલ્યા કે “હ ભગવન્! કેશા વેશ્યાને ઘેર કામશાસ્ત્રમાં કહેલાં એવાં વિચિત્ર પ્રકારનાં ચિત્રોથી १७ 'चित्तकम्म लिहिआ विव जक्खपडिमा एक्कचित्ता अच्छइ ।' पत्र ७२. ૧૮ “જવળ ભાતિયા ફુરાવા! રિસિવાય ! ગિરિ મળસેળ જૈમિયા બ્રમ્પનર ફુવા પત્ર ૮૮. चित्तकारो पच्छा अमवेतूणं पमाण जत्तं करेति, तत्तिय वा वणयं करेति जत्तिएणं समप्पति । ભાવ ટૂ મેચ ૧, પૃ. ૧૭.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy