SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ ૧૩ સંયહ ઈતર ધર્મી પરદેશી આક્રમણમાં મળેલા વિજયના મદથી ઉન્મત્ત થઈ ભારતીય સંસ્કૃતિના સ્મારક રૂપ શિલ્પ અને સાહિત્યભર્યા ગ્રંથોને નાશ કરતા ત્યારે જૈન મહાજનોએ આ શિ૯૫ અને સાહિત્ય બચાવવા સમર્થ પ્રયત્ન કર્યો હતો. તેના પરિણામે આજે ઘણું સાહિત્ય (કેવળ જૈન જ નહિ એવું) બચવા પામ્યું છે. મુંબાઈ ઈલાકાનાં તેમજ ચૂરેપ-અમેરિકાનાં સંગ્રહસ્થાનોમાં અત્યારે એકત્રિત થએલી હિંદની હસ્તલિખિત પ્રતિઓની તપાસ કરવામાં આવે તો જણાશે કે તેમાં સારો હિસ્સે ગુજરાતમાંથી ગએલો છે; અને તેમાં જૈન યતિઓ પાસેથી મળેલું ઘણું હશે. ખુલ્લર, પીટર્સન અને ભાગ્ડારકર ઇત્યાદિ સારો ફાલ મેળવવા આ તરફ સવિશેષ દૃષ્ટિ રાખતા. આ ઉપરાંત હજી પણ જેસલમીર, પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા, છાણી, સુરત ઇત્યાદિ સ્થળામાં અમૂલ્ય મંથરનો સચવાઈ રહેલાં છે; અને અત્યારે એ મળવાં દુર્લભ થયાં છે તેનું કારણુ લે અંશે એ સાચવનારાઓની સાંપ્રદાયિક સંકુચિતતા છે તેનાથી વિશેષ એ સંકુચિતતાને સ્થાન આપનાર કેટલાક પ્રત સંઘરનારા અને તેને વેચી નાખનારા વિદ્વાનોની અપ્રામાણિકતા છે. આવી અપ્રામાણિકતાના દાખલા લોભી જૈન યતિઓના જ છે એમ નથી; આધુનિક કેળવણી પામેલા કેટલાક કહેવાતા વિદ્વાનોએ પણ આ ધંધે કર્યો છે. આ ગ્રંથમાં જે ચિત્રા છાપવામાં આવ્યાં છે તેમાંનાં ઘણાંખરાં ઉપર જણાવેલાં સ્થાના ગ્રંથભંડામાં સચવાઈ રહેલી પ્રતિમાંથી લીધેલાં છે. આ સ્થળે તે સર્વ પ્રાચીન અને અર્વાચીન ગ્રંથભંડારીઓનો અને જાહેર આભાર માનીએ છીએ. જેન સાહિત્યમાં ચિત્રકલાની પરંપરા જૈનોની માન્યતા પ્રમાણે, ચોવીસ તીર્થકરો પૈકી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ (યુગાદિ પ્રવ્ય) સ્વામીએ આ ઉસર્પિણી કાળની શરૂઆતમાં પોતાના રાજ્યાભિષેક પછી, જ્યારે કલ્પવૃક્ષમાંથી ઇચ્છિત વસ્તુનું આપવાપણું નષ્ટ થયું તે સમયે, પિતાની રાજ્યઅવસ્થામાં જગતને વ્યાવહારિક કાર્યોમાં ઉપગમાં આવે તેને માટે, પિતાના ભરતાદિક પુત્રોને પુરુષની બાર કેળાઓ તથા બ્રાહ્મી અને સુંદરી ૨ પુરુષની બેતર કળાઓ ૧ લેખન, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, ૫ વાઘ, ૬ પઠન, ૭ રિક્ષા, ૮ જાતિ, ૯ જ, ૧૦ અલંકાર, ૧૧ વ્યાકરણ, ૧૨ નિક્તિ, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિયંટ (શબ્દકોશ), ૧૬ અશ્વારોહણ, ૧૭ ગરેહણ, ૧૮ હાથી-ઘેડા કેળવવાની વિઘા, ૧૯ શાસ્ત્રાભ્યાસ, ૨૯ રસ, ૨૧ મંત્ર, ૨૨ યંત્ર, ૨૩ વિષ, ૨૪ ખનિજ, ૨૫ ગધવાદ, ૨૬ પ્રાકૃત, ૨૭ સંરકૃત, ૨૮ પૈક્ષશ્ચિક, ૨૯ અપભ્રંશ, ૩૦ રતિ, ૩૧ પુરાણ, ૩૨ અનુષ્ઠાનશાસ્ત્ર, ૩૩ સિદ્ધાંત, ૩૪ તર્ક, ૩૫ વેદક, ૩૬ વેદ, ૩૭ આગામ, ૩૮ સંહિતા, ૩૯ ઇતિહાસ, ૪૦ સામુદ્રિક, ૪ વિજ્ઞાન, ૪૨ આચાયૅકવિદ્યા, ૪૩ સાયન, ૪૪ કપટ, ૪૫ વિદ્યાનુવા, ૪૬ દર્શનસંથકાર, ૪૭ ધૂર્તરાંબલક ૪૮ મણિમં ૪૯ વૃક્ષના રોગનું ઓસડ જવાની વિદ્યા, ૫૦ બેચરી વિદ્યા, ૫૧ અમરિકલા, ૫૨ ઈન્દ્રજાળ, ૫૩ પાતાલસિદ્ધિ, ૫૪ યંત્રક, પપ રસવતી, ૫૬ સર્વકરણું, ૫૭ ધર-મંદિરાદિનું શુભાશુભ લક્ષણ નણવાની વિદ્યા (રિપવિઘા), ૫૮ જુગાર, ૫૯ ચિપલ, ૬૦ લેપ, ૬૧ ચમં કર્મ, s૨ ધારેલું પત્ર છેદવાની વિદ્યા (પત્ર દવે ૬૩ નખ૬, ૧૪ પત્ર પરીક્ષા, ૧૫ વરસીકરણ, ૬૬ કાધન, ૬૭ દેશભાષા, ૬૮ ગારૂડ, ૬૯ યોગાંગ, ૭૦ ધાતુકર્મ, ૭૧ કેલિવિક્ષિ, ૭૨ કુનત.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy