SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ . જડતું નથી. અજંતા સાથે તેના સંબંધ શેાધાતા નથી. તેનાં ચિત્રનિરૂપણુનું ધેારણુ ઈરાની કે અજંતાની કે બીજી કોઈ કળા જોડે બેસતું નથી. એટલે જ માની શકાય છે કે કોઇ જૂના કાળથી લૂંટાતી ધડાતી જુદી જ ચિત્રસરણી તરીકે તેનું સ્થાન અનેાખું જ રહે છે. ખંભાતનાં તાડપત્રા પરની આકૃતિના મરેડ સહેજ પણ અજંતાના નિર્દેશ બતાવે છે; એટલે કદાચ કાઇ અટૂલેા કલાકાર તે અંશે લઈ આવ્યે હાય એમ મનાય. તે સિવાય બહુ કલ્પના દોડાવીએ તે પ્રાચીન ઇજિપ્તનાં ભિતચિત્રામાં જ તેનાં મૂળ શોધી શકાય. ઇજિપ્તતનાં એ ચિત્રામાં ઊર્મિ કરતાં વૃત્તાંતને પણ ઉપર જ બરેખર ચાટ રાખવામાં આવે છે. તે જ પ્રમાણે કલ્પસૂત્રોનાં ચિત્રા જોઇએ છીએ ત્યારે ચિત્ર બ્લેઇને જ વૃત્તાંત સમજાવા લાગે છે. ઇજિપ્તનાં ચિત્રોમાં રાજા કે વિશેષ શક્તિ અથવા સ્થાન ભોગવનાર સ્વરૂપાને બીજાં પાત્રા કરતાં માં બતાવવામાં આવ્યાં છે, તે જ પ્રમાણે કલ્પસૂત્રામાં કાઇ પણ જાતના ચિત્રસંયેાજનના વિચાર કર્યા વિના મુખ્ય પાત્ર મે।હું જ ચીતરવામાં આવે છે. આ ચિત્રો ઝડપથી ખેંચી કાઢેલાં દેખાય છે, તેથી ચીતરનારની અનાવડત છે એમ તેા કહી શકાય તેવું નથી. ચીતરનાર જે કાંઇ ચીતરે છે તેમાં માનવ દેહ વિષે તે સંપૂર્ણ સમજ રજુ કરી શકે છે. જાતજાતના લેાકે, તેમની હીલચાલ તેમજ મુદ્રામા તેને સુપરચિત છે, વૃત્તાંત પર સચેટ લક્ષ્ય અને એકધારૂં ચિત્રાંકન એ તેનાં પ્રધાન લક્ષણ છે. તે વાહવાહ માટે ચિત્રકામ કરતેા લાગતા નથી, પણ કાષ્ઠ રીતે ચિત્રમાંથી જ હકીકત પ્રકટ કરી શકાય તેની મથામણુ તે કરે છે, એટલેકે વાંચતાં ન આવડતું હેય તેને પણ એ પાનાંમાંથી જાણવાનું અને જોવાનું મળી રહે અને ધર્મપ્રચારની સાર્થકતા સંધાય. ચિત્ર અને લિપિ બંને પવિત્ર આનંદજનક નેત્રવિહાર બની રહે તે માટે પ્રયત્નો કરવામાં આ ગ્રંથારો।ભા-સમૃદ્ધિની ટોચ રજુ કરે છે. ઘૂટેલી કાળી, ભૂરી કે લાલ ભોંય ઉપર અક્ષરેશ અને ચિત્રોની તકતીઓ યેાગ્યરીતે સાચવીને હાંસીઆમાં જે વેલપટ્ટીએ અને આકૃતિની વાડીએ ભરી દીધી છે તેની ાલે આવે એવી પ્રાચીન પ્રતા જાણવામાં નથી. ધર્મના પવિત્ર ગ્રંથા માટે આવેા સમાદર કુરાન, બાઇબલ, ગીતા વગેરેના શ્રીમંત માલિકા અને ધર્માંધીપાએ ભુતાવ્યા છે; પણ કલ્પસૂત્રેાની આવૃત્તિઓ સાથે હરીકાઈ કરી શકે એવે સમૂહ ભાગ્યે જ મળશે. (આ કથન માત્ર બહાર પડેલાં પુસ્તકને આધારે છે.) જૈન કલ્પસૂત્રેાના હાંસીઆની ચિત્રસામગ્રી ઉપર તા હિંદના જાણીતા કલાવિવેચકોનું પણ ધ્યાન ખેંચાયું જણાયું નથી. તેનું કારણ આજ સુધી શ્લેષ્મે તેટલા પ્રમાણમાં કેટલીક અસલ વસ્તુ કાઇની જાણમાં પણ નહાતી એ કહી શકાય. હાંસીઆની એ અપૂર્વ કલાસમૃદ્ધિને દુનિયા આગળ રજુ કરવાનું માન આ ‘જૈન ચિત્રકલ્પદ્રુમ'ના સંપાદક શ્રી સારાભાઈ નવાબને જ છે. જે નમૂના તેમણે પ્રાપ્ત કરી પ્રકટ કર્યો છે તે માટે કળાના ઇતિહાસમાં તેમનું માન અને સ્થાન કાયમને માટે સ્વીકારવું પડશે. આ હાંસીઆની ચિત્રકળા જ એ યુગના માનવીની સર્જનશક્તિ અને અપ્રતિમ રોાલાશક્તિના સંપૂર્ણ પુરાવા છે. કેવળ એ કે ચાર રંગમાં, આખા યે ગ્રંથના એકેએક પાને જુદીજુદી વેલપટ્ટીઓ, અભિનયભર્યાં પ્રાણીઓ તથા મનુષ્યેાને ચીતરનારા ચિતારા આજના કળાકારને કસેટી
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy