SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 3 પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ ભૂષણુ અને હૃઢયતા-આ ચારે અંગે ચિત્રમાં અભિપ્રેત છે, પણ કાને શું વધારે ગમે છે તેનું પણ સૂચન છે. દરેક ચિત્રકાર જે પેાતાની કલાને વકાદાર છે તેનું ધ્યેય તે ચિત્રકલાના આચાયાંની —-ચિત્રકારાની શ્રેણીમાં ઉત્તમ સ્થાને વિરાજતા કલા અને શાસ્ત્રના વિદ્વાનોની—પ્રશંસા પામવાનું હાય. તેને ડિગ્રી’ તે આચાર્યોની પ્રશંસાથી જ મળે. આથી તેનું ધ્યાન રેખા’તરફ્ સવિશેષ રહે છે. પ્રાચીન ચિત્રકારનું નૈપુણ્ય એટલે રેખાનું નૈપુણ્ય ! ખીર્ઝા અંગે તેનામાં નથી એમ નથી, પણ આધારભૂત તો રેખા છે. આવા જ ભાવાર્થ વામનના કાવ્યાલંકારમૂત્રવૃત્તિમાં આપેલા નીચેના મ્લાકમાં દેખાય છે. यथा विच्छिद्यते रेखा चतुरं चित्रपण्डितैः । तथैव वागपि प्राज्ञैः समस्तगुणगुम्फिता ॥ [ધિ. રૂ. ૪. ૧. સૂ. ૨૧] જેમ ચિત્રર્ખાતેથી રેખા ચતુરાઈથી વિવિધ રીતે ઘેરાય છે તેમ જ વિદ્વાનાથી વાણી પણ બધા ગુણાથી ભરેલી નિરૂપાય છે, આ શ્લાકમાં પણ ચિત્રપડિતાની ચતુરાઈ રેખા દોરવામાં કહેલી છે. ચિત્રકારાનું આ ધ્યેય મનમાં રાખી આ ગ્રંથમાં ઉદાહત થએલી ચિત્રકલાનું પરીક્ષણ કરવામાં આવે તે તેનું સ્વારસ્ય બરાબર સમજાશે. આમાં મનેાહર રંગની ભભક છે તે તે સર્વસ્વીકૃત છે. તેનું ‘ઈતર જનેાને' આનંદ આપનારૂં અંગ સમૃદ્રિથી ભરેલું છે. પણ આથી વિશેષ જે તેમાં કાંઇ ન હેાય તેા તે કલાને સાધારણ વર્ગમાં જ મૂકવી પડે. ચિત્રકાર પોતે આવી વાહવાહથી મનમાં આપણને ‘પ્રાકૃત’ તરીકે આળખી લે. એ તેા પેાતાનું રેખાનૈપુણ્ય બતાવવા ઇચ્છે છે. આ ચિત્રાનું રેખાનપુણ્ય તપાસેા. વિવિધ યુગેાની કલા છે, વિવિધ પ્રકારના ભાવ છે, છતાં લગભગ નિરપવાદ રીતે તેમાં રેખાનું પ્રભુત્વ દેખાય છે. પણ અહીં ખીન્ને પ્રશ્ન ઉદ્ભવે છે: રેખાનૈપુણ્ય પણ ચિત્રકારનું સાધન છે. તે દ્વારા ચિત્રકાર શું સાધે છે? આ રેખાથી સધાતી આકૃતિએ કેવી છે ? આમાંની ઘણી માનવ-આકૃતિએ બેહુદી નથી લાગતી? આ ચહેરાએ આવા કેમ છે? ભારતીય ચિત્રકારાને માનવા ચીતરવાની આવડત ન હતી એમ તેા કે ખુલાસે નહિ આપે. ગૂજરાતના આ ચિત્રકારને તેની આવડત નહિ હોય તે પણ તેમાં રહેલું રેખાનું પ્રભુત્વ જોનાર માનશે નહિ. ચિત્રમાં ‘સાદસ્ય’ લાવવાની નિપુણતા તેમને સુસાધ્ય હતી. પણ આ સાદશ્યવાળાં ચિત્રામાં તેમની ચિત્રકલા સમાપ્ત થતી ન હતી. ચિત્રાને આ એક પ્રકાર હતા અને તેને ચિત્રસૂત્રકાર ‘સત્ય' એવી પારિભાષિક સંજ્ઞા આપે છે. यत्किंचिल्लोकसादृश्यं चित्रं तत्सत्यमुच्यते ॥ જેમાં કંઈક લેાફસાદશ્ય હોય તે ચિત્ર ‘સત્ય' કહેવાય છે. તે તે પદાર્થની પ્રતિકૃતિ સાધી જે ચિત્રા દેરવામાં આવતાં તે બધાંને આમાં સમાવેશ થતા હશે. પણ આ ઉપરાંત ચિત્રકારા બીજી રીતે પણ ચિત્રા દેરતા. આપણે જાણીએ છીએ કે વૃક્ષ, વેલ, પત્ર, પુષ્પ આદિના ચિત્રણમાં કેટલાંક ચિત્રમાં પ્રતિકૃતિ હ્રાય છે તે કેટલાંકમાં કેવળ
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy