SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ ચીન ચિત્રકળાનું રહસ્ય કઈ રીતે સમજાય ? આ પ્રશ્નને હવે વ્યવસ્થિત વિચાર થવાની - જરૂર છે. સમગ્ર પ્રાચીન શિલ્પના પરિશીલન માટે હવે સ્પષ્ટ પદ્ધતિની શોધ થવી જોઇએ, અત્યાર સુધી પ્રાચીન શિ૯૫નું નિરૂપણ નમૂનાઓનાં અથવા તેમની છબિઓનાં નિરીક્ષણથી થતું આવ્યું છે. શિલ્પ માત્રને સમજવાની આ સહજ પદ્ધતિ છે. શિ૯૫ની ભાષા આંખ બરાબર ઉકેલતી હોય ત્યાં તો નિરીક્ષણ માત્ર ૫ણ પર્યાપ્ત ગણાય. પણ બીજા યુગ કે દેશની શિષભાષા તેના અપરિચયના કારણે ભાવકને ભાવ અર્પવા અસમર્થ થાય ત્યારે એકલું નિરીક્ષણ પર્યાપ્ત નથી. વાણીના કરતાં રેખા, રંગ ઇત્યાદિ વધારે વ્યાપક છે તેથી બીજા દેશકાળની વાણીના જેવું મન રંગ-રેખા ધારણ કરતાં નથી, અને તેથી અજાણી વાણીના સાહિત્ય જેટલું તેમનું નિરૂપણ અસંભવિત થતું નથી. પણ રંગ-રેખાની ભાષાના જ્ઞાન વિના શિપીના ભાવને બોધ કરાવવામાં તે અસમર્થ છે. રંગ-રેખાની પણ ભાષા છે. જગતમાં દેખાતાં રૂપોમાં રંગ-રેખા હોય છે તેના અનુકરણથી તે તે રૂ૫ સુચવે તે ઉપરાંત શિલ્પીઓના ભાવનું વાહન બનતાં અને બનવા તેમનામાં વિશિષ્ટ અર્થભાર આવે છે. શબ્દાર્થના સંબંધ માટે સમયપદ વપરાય છે તેને અહીં અનિદેશ કરી કહી શકાય કે રંગ-રેખાનો પણ ‘સમય’ હોય છે. આ રંગ-રેખાને સમય સમજ્યા વિના તેમનાથી સાકાર થતી કલાને ભાવ સમજો, આસ્વાદ લેવા કે વિવેચન કરવું એ આંધળાના ગોળીબાર જેવું છે, રંગ-રેખાનો સમય શબ્દાર્થના સમય જેટલે મૂળ પ્રકૃતિને છોડીને દૂર ગએલો નથી. ગાય શબ્દ અને તેથી સૂચવાતા અર્થ અને વસ્તુ વચ્ચે ભાષાશાસ્ત્રીઓ કાંઈક ભૂતકાળમાં રહેલે સાદસ્યસંબંધ બતાવી શકે, પણ વ્યવહારમાં તેવું કાંઈ સાદૃશ્ય સમજાતું નથી અને તેથી ‘સમય’થી જ અર્થ ગ્રહણ કરવો પડે છે. રંગ-રેખામાં એવું નથી. મૂળ પ્રકૃતિને સાદસ્થના સંબંધથી સૂચવવાની શક્તિને શિપીએ ઉપયોગ કરે છે. પણ અનેક શિષીઓ આ સાદસ્યને પિતાના ભાવનું વાહન બનાવવા એવાં રૂપો આપે છે કે તે રૂપના અર્થ અને ભાવ કેવળ સદના સંબંધથી આપણને સમજાય નહિ. આ સમજવાને શિલ્પીઓના “સમય” સમજવા જોઈએ. આ ‘સમય’ યુગેયુગે બદલાય છે. તેથી આપણે પ્રાચીન કાળનાં શિ૯૫ને, આવા સમય'ના અજ્ઞાનથી, ભાવબોધ કરી શકતા નથી; અથવા તે ચમત્કારી હોય તે કાંઇની કાંઈ કલ્પનાઓ કરીએ છીએ, જેનાં અનેક ઉદાહરણો આપણું શિપના ઇતિહાસકારો અને વિવેચકોનાં લખાણોમાં અને ભાષણમાં મળી આવે છે. પ્રાચીન શિલ્પીઓનો “સમય' સમજવા તેમની કૃતિઓ જેવી જરૂરી છે; પણ તેને ઉકેલ કરવા તે શિપીઓનાં થેયે કયાં હતાં, તે કેવો આસ્વાદ આપવા ઇચ્છતા હતા, કોની પ્રશંસા ઇરછતા હતા, કેને ખુશ કરવા ઈચ્છતા હતા, તેમનાં સાધનો કેવાં હતાં અને તેને તે કેવી રીતે ઉપયોગ કરતા હતા આદિ જાણવાની જરૂર છે. આવા જ્ઞાનથી સજજ થઈ ચિનું નિરીક્ષણ કરવામાં
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy