SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ પગ બાંધેલા છે. ૫ રથ-ચિત્રમાં મોગલ સમયનો રથ તેના હાંકનાર સહિત ચીતરેલો છે. રથને બે ઘોડા જોડેલા છે જેમાંનો એક સફેદ અને એક કાળે છે. આ ચિત્રમાં ઉપર મુજબનું દેવોના સાત કટકમાંથી પાંચ કટકનું ચિત્ર અને આપેલું છે. તે સિવાય ૬ સુભટ અને ૭ વૃષભ અથવા પાડા હોય છે, વિમા નિકને વૃષભ અને ભવનપતિને પાડે હોય છે. જે બંનેના ચિત્રો પાનાની પાછળની બાજુ ઉપર હોવાથી અને આપ્યાં નથી. Plate XCIII ચિત્ર ૨૭૨ શ્રીપાલરાસમાંથી એક વહાણ. શ્રીપાલ રાસની પ્રતના પાના ૪૫ ઉપરથી. આ વહાણને રાસકાર શ્રીવિનયવિજયજીએ જંગ જાતિના વહાણ તરીકે ઓળખાવ્યું છે, તેનું વર્ણન કરતાં તે જણાવે છે કેઃ “જેને જોતાં જ અચંબો થાય તેવું એક જંગ જાતિનું વહાણ કે જેના થંભને કારીગરેએ સુંદર ઘડેલા તથા મણિમાણેકથી જડેલા અને તે આકાશને જઈ અડચા હોય એટલા ઉંચાઈમાં છે. તેમજ તે વહાણની અંદર સોનેરી શાહીથી ચીતરેલા મનોહર ચિત્રામણોવાળા ગેખ ઠેકાણે ઠેકાણે જેવામાં આવે છે અને તે વહાણને માથે સુંદર ધ્વજાઓ ફરકી રહેલી છે; તેમજ તેમાં તરેહ તરેહનાં મનહર વા વાગી રહ્યાં છે કે જેના શબ્દો વડે તે વહાણુ સમુદ્રની અંદર ગાજી રહ્યું છે. Plate XCIV ચિત્ર ર૭૩ મેરૂ પર્વત “સંગ્રહણી સૂર્યની પ્રતમાંથી. ઉપરના ભાગમાં જિનેશ્વરના મંદિરનું શિખર દેખાય છે, આજુબાજુ સિંહાસનની આકૃતિ દર્શાવવા બે સિંહના મે ચીતરેલાં છે, શિખરની ઉપર બંને બાજુ બે પક્ષી ઉડતાં ઉડતાં મેરૂ પર્વત તરફ જતાં દેખાય છે. મેરૂ પર્વતનું વિસ્તૃત વર્ણન ‘લઘુક્ષેત્રસમાસ’ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી મળી આવે છે. નીચેના ભાગમાં વન બતાવવા થડાં ઝાડો તથા છેડવાઓ ચીતરેલાં છે. સાથે બે હરણીમાં બહુ જ સુંદર ભાવવાહી રીતે ચીતરેલાં છે. ચિત્ર ર૭૪ જંબુવૃક્ષ. છ લેસ્યાઓનું સ્વરૂપ દર્શાવવા જૈન શાસ્ત્રકારોએ કબુના એક ઝાડનું દૃષ્ટાંત નીચે પ્રમાણે વર્ણવેલું છેઃ જંગલમાં ભૂલા પડવાથી છ પુો ક્ષધાથી પીડાતા એક જંબુવૃક્ષની નીચે આવી ચઢયા. તે સઘળાંઓને એ વૃક્ષનાં ફલ ખાવાની ઈચ્છા થઈ. એક પુરુ બોલે, વૃક્ષને મૂલથી છેદી નાખીને આપણે નિરાંતે ફલ ખાઇએ. બીજો પુરુષ બોલ્યો કે મૂલથકી નહી છેદતાં થડથી છેદી નાખીએ. ત્રીજો બે કે તેની એક ડાલી છેદી નાખે. ચોથે બોલ્યો કે આખી ડાલીને છેદવા કરતાં જે ડાલી ઉપર ફલે છે તે જ ડાલીને છેદી નાખે. પાંચમે બે કે ફલવાળી આખી ડાલી છેદી નાખ્યા કરતાં જે પાકાં પાકાં ફલ હોય તે જ તોડી લઈએ. હવે જે છઠ્ઠો પુરૂ હતો તે બોલ્યો કે ઝાડ ઉપરનાં ફલ તેડયા કરતાં જમીન ઉપર જે કુલ સ્વાભાવિક રીતે ખરી પડેલાં છે તે જ વીણી ખાઈને સુધા શાંત કરીએ. આમાં જેમ જ એ પુરુષોની ઈછા તો ફલ ખાઈ સુધાની તૃપ્તિ કરવાની જ હતી પરંતુ વિચાર જુદા જુદા હતા તેમ કૃષ્ણાદિથી યાવત શુકલ લેસ્યાના પરિણામે પણ જુદા જુદા જાણવા.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy