SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણું ૩૩ આભૂપની અને ૩૩ ભાજનની. આ રાસમાં તેત્રીશ જ માત્ર જણાવી છે. દરેક જાતની તેટલી લેવાથી બંનેનો પ્રતિપાદ્ય અર્થ એક જ થાય છે. આ પ્રમાણે રોજ પેટીઓ આવતી, શાલિ અને બત્રીસ સ્ત્રીઓ (જુએ ચિત્ર ૨૬ ૫) તેને ઉપભોગતી અને બીજે દિવસે તે તે વસ્ત્ર અને ભૂષણ નિમય થતાં. આ પ્રસંગનું વર્ણન કરતાં કવિ કહે છે કે: “અહો! શાલિકુમાર સુખ ભોગવે, અહો ! દેગુંદર સુર જેમ; જહે, ભામિનીમ્યું ભીને રહે, હો! દિનદિન વધતે પ્રેમ.” એકદા રત્નકંબલવાળા પરદેશી સોદાગરોની કંબલો, રાજગૃહ નગરમાં કોઈ પણ સ્થળે ન ખપવાથી, તેઓને શાલિભદ્રના મહેલ પાસેથી ઉદાસ ચિત્તે જતા ભતામાતાના જોવામાં આવ્યા. તેઓને ઉદાસ ચિતે પાછા જતા જોઇને માતાએ તેડાવ્યા. તેઓને પૂછતાં તેમની પાસે રત્નકંબલો ફક્ત સોળી જ હોવાથી માના દિલગીર થાય છે. છેવટે બત્રીસ વડુઓ માટે દરેકના બએ ટુકડા કરવા ફરમાવે છે. વેપારીએ વિચાર કરે છે કે આ રત્નકંબલો લઇને અમે મગધરાજ શ્રેણિક પાસે ગયા હતા ત્યારે રાણી એલૂણાએ એક રત્નકંબલ લેવાની કહી છતાં એક રત્નકંબલની કિંમત સવાલાખ સોનામહોર સાંભળીને રાજન પણ એક ન ખરીદી શકો તો મૂલ્ય લીધા વિના સેના ટુકડા તો શી રીતે કરવા? વખતે મૂલ્ય મળે કે ના મળે તેવા ભયથી વેપારીઓ અગાઉથી નાણુની માગણી કરે છે. તે માગણીનો સ્વીકાર થાય છે, કેબલના બબ્બે ટુકડા કરાવીને બત્રીસે વહુઓને એકેક ટુકડે આપી દેવામાં આવે છે. કવિ શાલિભદ્રની ત્રદ્ધિનું અગે વર્ણન કરે છેઃ ઠારી કોઠાર બેલા, ગણવા ત્રીજો જણ લાવે; જાતો કોણ જે રૂપૈયા, પગમ્યું હેલીજે સોયા.—૯. હીરા ઉપર પગ દઈ હાલે, માણિક કાણું મંજુ ઘાલે; પાર ન કે દીર્સે પરવાલે, કાચતણ પેરે પાચ નિહાલે–૧૦. લાખગમે દી લસણીયા, મોતી ભૂલ ન જાણુ ગણીયા; એણી પેરે ઋહિ દેખી થંભાણે, પા નકરી શકે લેઈ ના’---૧૧. શ્રેણિક રાજાની રાણી ચેલણાએ કંબલ માટે હઠ ત્યજી નહિ. રાજાએ કંબલના વેપારીઓને તેડાવ્યા, અને એક કંબલ મોઢે માંગ્યા મૂલ્ય આપવા કબૂલીને મંગાવી. ભદ્રામાતાએ સેળ કંબલે રોકડા મૂલ્ય આપીને અમે પાસેથી ખરીદી લીધી એવું જણાવ્યું એટલે રાજાએ ભદ્રાને ત્યાં અનુચર મોકલી કંબલ મંગાવી. ભદ્રાએ “સોળે કુંબલના બે ટુકડા કરી બત્રીસ વહુઓને આપી દીધા અને તેઓએ હાથપગ લૂછીને ખાળમાં–નિર્માલ્ય કુઈમાં ફેંકી દીધી’ તેમ જણાવ્યું. રાજાને આવા ભાગ્યશાળી શ્રેષ્ઠિ પુત્ર–શાલિભદ્રને મળવા ઈરલ થવાથી અભયકુમાર મંત્રીને ભદ્રા પાસે મોકલાવ્યો. ભદ્રા અભયકુમાર સાથે અમૂલ્ય વસ્તુઓનું મેણું લઈને રાજા પાસે આવી. રાજાને પોતાને ત્યાં પધારવા વિજ્ઞપ્તિ કરી. રાજાએ તે માન્ય કરી અને શાલિભદ્રની ઋદ્ધિ-સમૃદ્ધિ જોવા તેને મહેલે ગયા. રાજાનું આગમન થતાં ભદ્રા સ્વાગત કરી ચેથા માળ ઉપર રાજાને બેસાડી પતે ઉપર શાલિકુમારને તેવા જાય છે તે પ્રસંગનું વર્ણન કરતાં કવિ કહે છેઃ
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy