SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જેન ચિત્રક૯૫કુમ અને આપણને પુરાવા આપે છે કે વિ.સં. ૧૬૪૭ સુધી તે ગુજરાતની સ્ત્રીઓ સાથે સાડી આરતી નહોતી અને પુ પણ સ્ત્રીઓની માફક ચોટલા રાખતા હતા. તેની ઉપરના ભાગમાં નાનું છત્ર લટકે છે. મહેલની ઉપર વજા કરી રહેલી છે. ચિત્રના નીચેના ભાગમાં પાંચ પુરુષાકૃતિઓ હાથમાં કાંઈ વસ્તુઓ લઇને જતી દેખાય છે. Plate LXXXV ચિત્ર ૨૬૧ ઉત્તરાધ્યયન સુત્રના મહાનિગ્રંથીય નામના ર૦મા અધ્યયનને લગતો પ્રસંગ. અપાર સંપત્તિના સ્વામી અને મગધદેશના અધિપતિ શ્રેણિક મહારાજા ભંતિકૃતિ નામના ચૈત્ય તરફ વિહાર યાત્રા માટે નીકળ્યા-ર ત્યાં એક વૃક્ષના મૂળ પાસે બેઠેલા સુખને ગ્ય, સુકોમળ અને સંયમી એવા સાધુને જોયા.-૪ યોગીશ્વરનું અપૂર્વ રૂપ જોઈને તે નૃપતિ સંયમીને વિષે અત્યંત આશ્ચર્ય પામ્યા. તે મુનિના બંને ચરણને નમીને પ્રદક્ષિણા કરી, અતિ દૂર નહિ કે અતિ પાસે નહિ તેમ હાથ જોડી બે રહી પૃથ્વી લાગેઃ “હે આર્ય! આવી તણાવસ્થામાં ભાગ લેગવવાને વખતે પ્રજિત કેમ થયા? આવા ઉગ્ર ચારિત્રમાં આપે શી પ્રેરણાએ અભિનિષ્ક્રમણ કર્યું? આ વસ્તુને સાંભળવા ઈચ્છું છું.” શ્લોક ૫-૮ (મુનિ બેચા:) “હે મહારાજ ! હું અનાથ છું. મારા નાથ (રક્ષક) કેઈ નથી.” આ સાંભળીને મગધ દેશના અધિપતિ શ્રેણિક રાજા હસી પડવ્યા અને કહ્યું: “હે સંયમિન ! આપનો કાઈ નાથ (સહાયક) ન હોય તો હું થવા તૈયાર છું. મનુષ્ય ભવ ખરેખર મળવો દુર્લભ છે. મિત્ર અને રવજનોથી ઘેરાએલા આપ સુખપૂર્વક મારી પાસે રહો અને બેગને ભેગો.’---૯-૧૧, (મુનિ એલ્યા:) “હે મગધેશ્વર શ્રેણિક! તું પિતિ જ અનાથ છે, જે પોતે જ અનાથ હોય તે બીજાનો નાથ શી રીતે થઇ શકે?' મુનિનાં આ પ્રમાણેનાં વચન સાંભળી તે નકવિમિત થ. ‘આવી મનવાંછિત વિપુલ કાંપત્તિ હોવા છતાં હું અનાથ શી રીતે? હે ભગવન્! આપનું કહેવું કદાચ છેટું તે નહિ હોય ?'–૧૨–૧૫ (મુનિએ કહ્યું કે “હે પાર્થિવ ! હું અનાથ કે સાધના પરમાર્થને જાણી શક્યો નથી. હે નરાધિપ! (તથી જ તને સંદેહ થાય છે.) અનાથ કોને કહેવાય છે? મને અનાથતાનું ભાન ક્યાં અને કેવી રીતે થયું અને મેં પ્રવ્રાજ્ય કેમ લીધી તે બધું સ્વસ્થ ચિત્ત રાખી સાંભળ.” ૧૬ – ૧ પ્રાચીન શહેરોમાં સત્તમ એવી કશી નામની નગરી છે, ત્યાં પ્રભૂત-ધનર્મચય નામના મારા પિતા રહેતા હતા. એકદા હે રાજન ! તરુણવયમાં મને એકાએક આંખની અતુલ પીડા ઉતપન્ન થઇ અને તે પીવાથી દાહનવર શરૂ થા; ઈંદ્રના વજની પઠે દાહજવરની એ દારૂનું વેદના કેડના મધ્યભાગ, મસ્તક અને હૃદયને પડવા લાગી. ૧૮-૨૧. વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ એવા વૈદોએ ચાર ઉપાયોથી યુક્ત અને પ્રસિદ્ધ એવી ચિકિત્સા મારે માટે કરી, પરંતુ તે સમર્થ વૈદ્યો અને તે દુ:ખથી છેડાવી શક્યા નહિ, એજ મારી અનાથના. ૨૨-૨૩ મારે માટે પિનાથી સર્વ સંપત્તિ આપવા તૈયાર થયા; વાત્સલ્યના સાગર સમી માતા
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy