SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ Plate XLVIII ચિત્ર ૧૬૯ કાલકાચાર્ય કથાની પુષ્પિકા, કાંતિવિ ર્ ના પાના ૮૭ ઉપરથી આ ચિત્ર જે પ્રતમાંથી લેવામાં આવ્યું છે તે પ્રત ઘણીજ જીર્ણ સ્થિતિમાં છે કે જેના પાનાને હાથ અડાડતા ભૂકા થઇ જાય છે છતાં તેના સુવર્ણની શાહીથી લખેલા દિવ્ય અક્ષરા સેંકડા વર્ષો વીતી ગયાં છતાં આજે પણ જેવાને તેવા દેખાય છે, આ વ્રતમાં કુલ ચિત્ર રહે છે જેમાંથી સંપૂર્ણ ચિત્ર એ જ હાવાથી અત્રે ચિત્ર ૧૭ અને ૧૭૧ તરીકે તે રજુ કર્યાં છે. આચાર્ય શ્રીધર્મપ્રભસૂરિ વિ.સં. ૧૩૮૯ (ઈ.સ. ૧૩૪૨)માં કાલિકાચાર્ય કથા સંક્ષેપમાં કરી તે સંબંધીની માહિતી આ પુષ્પિકા પુરી પાડે છે. ચિત્ર ૧૭૦ શક્રસ્તવ, કાંતિવે. ૨ ના પાના છ ઉપરથી વિસ્તૃત વર્ણન માટે જુએ ચિત્ર ૮૭ નું આ પ્રસંગનું વર્ણન ચિત્રનું મૂળ કદ ૩ׇ ઈંચ ઉપરથી નાનું કરીને અત્રે રજુ કર્યું છે. આ ચિત્રમાં મુખ્યત્વે, લાલ, વાદળી, કારમજી, લીલેા કાળા અને સફેદ રંગના ઉપયાગ કરવામાં આવ્યા છે. હાલમાં બ્રાહ્મણા જેવી રીતે તિલક કરે છે તેવીજ જાતનું તિલક શક્રંદ્રના કપાળમાં આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૮૭ માં સિંહાસનની રજુઆત કરવામાં આવી નથી જ્યારે આ ચિત્રમાં સિંહાસન સુંદર ડીઝાઇનેથી શણગારેલું રજુ કરેલું છે, ૧૫૭ ચિત્ર ૧૭૧ લક્ષ્મીદેવી. કાંતિવિં, ૨ ના પાના ૧૭ ઉપરથી. કાગળની પ્રતમાં લક્ષ્મીદેવીનું આખું ચિત્ર કાષ્ઠકાઇ પ્રતમાં જ મળી આવે છે. દેવીને ચાર હાથ છે, પદ્માસને એડ્ક છે, ઉપરના બંને હાથમાં કમળનાં કુલ છે; નીચેને જમણા હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં કળ રાખેલું છે; ઉપરના હાથમાંના અને કમળ કુલા ઉપર એકેક હાથી અભિષેક કરવા માટે સુંઢ ઉંચી રાખીને ઊભા રહેલા ચીતરેલા છે. દેવી વિમાનમાં બેઠેલી છે, વિમાનની ઉપરના ભાગમાં બંને બાજુ એકેક માર છે, વળી તેણી વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત છેચિત્રની જમણી બાજુના હાંસીમાં તેનું રુક્ષ્મી એવું નામ લખેલું છે, Plate XLIX ચિત્ર ૧૭૨ પ્રભુ પાર્શ્વનાથનું નિવાઁણું. હેમવિ. ૨ ની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતના ૧૭૯ પત્રની આ સુંદર પ્રત તાડપત્રનું સ્થાન જ્યારે કાગળે લીધું તે સમયની ચિત્રકળાના નમૂનારૂપે છે. પ્રતના પાનાનું કદ ૧૧×૭ ઇંચ છે. આ પ્રતમાં લાલ, કરમજી, વાદળી, ગુલામી, સફેદ, કાળા, પીળેા, લીધે તથા, સેાનાની શાહીના રગના ઉપયાગ કરેલા છે. પ્રતના પાના ૮૧ ઉપરથી ચિત્રનું કદ ૩×શ્ને ઈંચ ઉપરથી નાનું કરીને અત્રે રજુ કર્યું છે, મૂર્તિને રંગ લીલે છે નથા તેની એકમાં સર્પનું લંછન ચીતરેલું છે, વર્ણન માટે જીએ ચિત્ર ૧૧૧ નું વર્ણન, ચિત્ર ૧૧૧ કરતાં આ ચિત્રમાં બંને બાજુના ઝાડાની રજુઆત વધારે કરવામાં આવી છે. ચિત્ર ૧૭૩ શ્રીનેમિનાથનું નિર્વાણ હંસવ. ૨ ના પાના ૮૭ ઉપરથી, મૂર્તિના રંગ શ્યામ તથા બેઠકમાં તેમનું લંછન શંખ ચીતરેલું છે. શ્રીનેમિનાથ ભગવાન શ્રીષ્મકાળના ચેાથા માસમાં આઠમાં પક્ષમાંઆષાઢમાસના શુકલ પખવાડીયાની અષ્ટમીના દિવસે, ગિરનાર નામના પર્વતના શિખર ઉપર, પાંચસા છત્રીસ સાધુઓ સાથે નિર્જલ એક મહીનાનું અનશન કરીને ચિત્રા નક્ષત્રનો યોગ થતાં,
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy