SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જેન ચિત્રકપમ Plate XXX . ચિત્ર ૧ભ્ય શ્રી પાર્શ્વનાથનું ચ્યવન. ઈરિની પ્રતના પાના પ0 ઉપરથી ચિત્રના મૂળ કદ ૨*૨ ઇંચ ઉપરથી મોટું કરીને અત્રે રજુ કરવામાં આવ્યું છે. પુરુષપ્રધાન અર્તન શ્રીપાર્શ્વનાથ ચીમકાળના પહેલા માસમાં પહેલા પખવાડિયામાં, ચૈત્ર ભાસના કૃષ્ણપક્ષમાં (ગુજરાતી ફાગણ માસમાં) ચોથની રાત્રિને વિષે, વીસ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણત નામના દશમા દેવલોકથી વીને વારાણસી નગરીના અશ્વસેન નામે રાજાની વામાદેવી પટરાણીની કુક્ષિને વિષે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો વેગ પ્રાપ્ત થતાં દેવ સંબંધી, આહાર, ભવ અને શરીરને ત્યાગ કરી ગર્ભપણે ઉત્પન્ન થયા. પાર્શ્વનાથ ભગવાનની નીલ વર્ણની પદ્માસભ્ય મૂર્તિ ચ્યવન કલ્યાણક દર્શાવવા અત્રે રજુ કરી છે. મસ્તક ઉપર કાળા રંગની ધરણેન્દ્રની સાત કણ છે. મૂર્તિ આભૂષણોથી શણગારેલી છે. પબાસન વગેરેનું વર્ણન અગાઉ ચિત્ર ૬૮માં કરી ગયા છીએ. Plate XXXI ચિત્ર ૧૧૦ શ્રી પાર્શ્વનાથનો પંચમુષ્ટિ લોચ. ઈડરની પ્રતના પાના ૬૦ ઉપરથી મળ ચિત્રનું કદ ઇચ ઉપરથી મોટું કરીને અત્રે રજુ કર્યું છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રમણપણું અંગિકાર કર્યું ત્યારે હેબતઋતુનું ત્રીજું પખવાડીયું-પપ માસને કૃષ્ણપક્ષ વત હતા, તે પખવાડીઆની અગિયારશના દિવસે (ગુજરાતી માગશર વદી અગિયારશ) પહેલા પ્રહરને વિષે, વિશાલા નામની પાલખીમાં બેસીને આશ્રમપદ ઉદ્યાનમાં, અશોક નામના ઉત્તમક્ષની પાસે આવી, પાલખીમાંથી નીચે ઉતરી, પિતાની મેળે જ પિતાનાં આભૂષણ વગેરે ઉતાર્યા, અને પિતાની મેળે જ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. આખી ચિત્રમાલામાં આ ચિત્ર બહુ જ ધ્યાન ખેંચે તેવી રીતે ચિત્રકારે તાદશ્ય ચીતર્યું છે. આજુબાજુના ઝાડની ગેકવણું બહુ જ સુંદર પ્રકારની છે, આખુંએ ચિત્ર સેનાની શાહીથી મૂળ ચીતરેલું છે. Plate XXXII ચિત્ર ૧૧૧ જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ કાઉસગ્ગયાનમઃ ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ અને ધરણેન્દ્ર, પદ્માવતી. ઈડરના પ્રતના પત્ર ૬૧ ઉપરથી આ ચિત્ર મૂળ કદમાં તેના લખાણ સાથે લીધેલું છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ઉપસર્ગના ચિત્રથી થાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ શ્રમણપણું અંગીકાર કર્યા પછી, વિચરતા થકા, એકદા કોઈ તાપસના આશ્રમમાં આવી ચડયા. ત્યાં રાત્રિને વિષે એક કુવાની નજીકમાં જ વડવૃક્ષ નીચે પ્રતિભા ધ્યાને સ્થિર થયા. તે સમયે કમના જીવ મેઘમાલી નામના દેવે કલ્પાંતકાળના મેઘની પેઠે વરસાદ વરસાવવા માંડશે. આકાશ અને પૃથ્વી પણ જળમય જેવાં બની ગયાં. જળને જેસબંધ પ્રવાહ પ્રભુના ઘુંટણ પર્યત પહોં, ક્ષણવારમાં પ્રભુની કેડસુધી પાણી પહોંચ્યું અને જોતજોતામાં કંઠની ઉપરવટ થઈને નાસિકાના અગ્રભાગ સુધી પાણી ફરી વળ્યું. છતાં પ્રભુ તે
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy