SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈન ચિત્રકલ્પદ્રુમ મુઠ્ઠીમાં કાંઈક—ઘણું કરીને સામે એ હાથની અંજિલ જોડીને બેઠેલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપવાની વસ્તુ—રાખીને ખેલતા દેખાય છે, વિદ્યાર્થીની પાછળ ગળામાં જનાઈ સહિત, ડાબા ખભા ઉપર સેટી રાખીને જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠાને ભેગા રાખીને ઊભેલે કાકલ કાયસ્થ પતિ આ વિદ્યાર્થી ધણું જ સારૂં ભણ્યા છે એમ સંતાપ બતાવતા અને વીરકુમારને પારિતોષિક આપવાનું કહેતા હોય એમ લાગે છે. વિદ્યાર્થીની યુવાન વય બતાવવા ચિત્રકારે દાઢી અગર મૂછના વાળની રજુઆત કરી નથી. મારી માન્યતા પ્રમાણે જેવી રીતે કાફલ કાયસ્થને પંડિત તરીકે આ વ્યાકરણના અધ્યાપક નીમવામાં આવ્યેા હતેા તેવી જ રીતે ચિત્રમાં વર્ણવેલા શ્રીવીરકુમારને તેના પ્રચારની અને તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પારિતાષિકાદિ આપવાના અધિકારપદે નીમવામાં આધ્યેા હશે. આ ચિત્રમાં આપણને તેને પ્રચાર કરનાર અધિકારીનું નામ મળી આવે છે જે ગુજરાતના ઇતિહાસને માટે મહત્ત્વનું છે, ચિત્ર ૧૦૭ પાર્થનાનાથનું દેરાસરઃ શા. વિક્રમ, શા. રાજસિંહ, શા કર્મણુ તથા હીરાદે શ્રાવિકા. ઉપરાંત પ્રતના પાના ૨૯૬ ઉરનું ચિત્ર. ચિત્રનું કદ ૨૩×૨૬ ઈંચ છે. જમણી બાજુ પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધ દેરાસર છે, તેમાં મધ્યભાગમાં નીલવર્ણની પાર્શ્વનાથ પ્રભુની સુંદર મૂર્તિ આભૂષણે સહિત બિરાજમાન છે; મસ્તકે શ્યામ રંગની સાત કણાઓ છે. મૂર્તિની સન્મુખ ગર્ભાગારની બહાર રંગમંડપમાં સા, વિઝ્મ, સા. રાગસિં, સા. ક્ર્મનનામના ત્રણ પુ તથા આવિયા હીતિવિ નામની એક સ્ત્રી અનુક્રમે છે. સઘળાંએ બે હાથની અંન્તિલ જોડીને પ્રભુની સ્તુતિ કરતાં ઊભાં છે. દેરાસરનું શિખર આકાશમાં ઊડતી ધ્વજા સહિત દેખાય છે, શિખર તથા રંગમંડપ ગુજ– રાતની મધ્યકાલીન સ્થાપત્ય કળાના સુંદર નમૂના છે. શિખરની બંને બાજુએ ઊડતાં પક્ષીઓની રજુઆત તથા રંગમંડપ ઉપરથી કૂદકા મારીને શિખર તરફ જતાં ત્રણ વાંદરાંઓની રજુઆત કરીને આ દેરાસર ગગનચુંબી છે તેમ બતાવવાના ચિત્રકારો ઈરાદો છે. સા. વિજ્મ, સા, રાગસિંહ તથા સા. ધર્મળ ત્રણે સગા ભાઇઓ તથા વૈભવશાળી ગૃહસ્થ-શ્રાવકો હશે તેમ તેઓના પહેરવેશ ઉપરથી જણાઈ આવે છે, મારી માન્યતા પ્રમાણે કદાચ ચિત્રમાં રજુ કરેલું પાર્શ્વનાથનું મંદિર પણ તેઓએ બંધાવ્યું હોય, ગુજરાતનાં પ્રાચીન ચિત્રામાં વાંદરાંની રજુઆત સૌથી પ્રથમ આ ચિત્રામાં મળી આવે છે. જોકે વિ.સં. ૧૪૯૦ (ઇ.સ. ૧૪૪૩)ના કપડા ઉપર ચીતરાએલા પંચતીર્થી પટમાં પણ વાંદરાની રજુઆત કરવામાં આવી છે, પરંતુ તે આપણા આ ચિત્રથી પછીના સમયનાં છે, ચિત્ર ૧૦૮ આનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહૈમ વ્યાકરણની પ્રત લખાવવા માટે મંત્રી કર્મષ્ણુ વિનતિ કરે છે. ઉપરના ચિત્રના અનુસંધાનનું આ ચિત્ર પ્રતના પાના ૨૯૭ ઉપરથી લેવામાં આવ્યું છે, ચિત્રનું કદ ર×ર છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. જમણી બાજુએ સિંહાસન ઉપર માનવપ્રમોાય નામના જૈન સાધુ જમણા હાથમાં મુત્તિ રાખીને તથા ડાબે હાથ ઢીંચણુ ઉપર ટેકવીને સામે બેઠેલા શિષ્યને પાઠ આપતા હોય એમ લાગે છે, સામે બેઠેલા શિષ્યનું નામ િિતિમુનિ છે. પ્રતિતિલક મુનિના બંને હાથમાં તાડપત્રનું એક પુત્ર છે, તેમની પાછળ સા. ધર્મળ તથા ઉપરના ભાગમાં સા. વિવિદ્ છે. હાથની
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy