SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જેન ચિત્રકલ્પદ્રુમ ચિત્રનું મૂળ કદ ૩૮૨૩ ઇંચ ઉપરથી સહેજ નાનું. આ ચિત્રમાં પણું ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના નેમિનાથના જન્મ પ્રસંગને લગતાં ચિત્રથી થાય છે. વર્ષાકાળના પહેલા મહિનામાં, બીજા પક્ષમાં શ્રાવણ શુકલ પંચમીની રાત્રિને વિષે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં, આરોગ્ય દેહવાળી શિવાદેવીએ આરોગ્યપુત્રને જન્મ આપે. જન્મમહોત્સવને લગતાં વર્ણન માટે તથા ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલો મેરૂ પર્વત ઉપર નેમિનાથનો છે કરેલ સ્નાત્ર મહોત્સવ વગેરે સર્વ શ્રી મહાવીરસ્વામીની પેઠે ચિત્ર ૬૭ અને ૭૦ ના વર્ણન પ્રમાણે સમજી લેવું. ચિત્ર ૧૦૦ શ્રી આદીશ્વરનું નિર્વાણ. જુઓ ચિત્ર ૧૧રનું આ જ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર ૧૦૧ પ્રભુ મહાવીરના અગિયાર ગણધરે. ઇડરની પ્રતના પત્ર ૮૦ ઉપરથી આ ચિત્ર અત્રે રજુ કરેલું છે. આખું ચિત્ર સોનાની શાહીથી ચીતરેલું છે તેઓનાં નામો નીચે પ્રમાણે છેઃ ૧ ઇંદ્રભૂતિ (ગૌતમસ્વામી) ૨ અગ્નિભૂતિ ૩ વાયુભૂતિ ૪ વ્યક્ત ૫ રસુધર્માસ્વામી ૬ મંડિતપુત્ર ૭ મૌર્યપુત્ર ૮ અકલ્પિત ૯ અચલબ્રાતા ૧૦ મેતાર્ય અને ૧૧ પ્રભાસ આ અગિયારે ગણધરો જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. ચિત્ર ૧૦૨ ગુમહારાજ અને ધ્રુવસેનરાજા. ઇડરની પ્રતના પત્ર ૧૦૮ ઉપરનું આ ચિત્ર ઐતિહાસીક દષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે. શ્રી મહાવીરમભ નિવાણ પામ્યા બાદ ૯૮૦ વર્ષો અને મતાંતરે ૩ વર્ષે આ•પર (હાલને વડનગર) નગરમાં આ કલ્પસૂત્ર સૌ પહેલવહેલું સભા સમક્ષ વંચાયું. એ વિષે એવી હકીકત પ્રચલિત છે કે આનંદપુરમાં ધ્રુવસેન નામે રાજ રાજ્ય કરતો હતો તેને સેનાગજ નામને એક એક અત્યંત પ્રિય પુત્ર હતો. પુત્રનું એકાએક મૃત્યુ નીપજવાથી વનરાજાને બેહદ સંતાપ ઉત્પન્ન થયો. તે સંતાપને લીધે તેણે બહાર જવા આવવાનું માંડી વાળ્યું, તે એટલે સુધી કે ધર્મશાળામાં કોઈ ગુરુ કે મુનિ મહારાજ સમિપે જવાનો પણ તેને ઉસાહ ન થાય. એટલામાં પર્યુષણ પર્વ આવ્યું. રાજાને અત્યંત શક સંતપ્ત થએલો સાંભળી ગુસ્મહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શાકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. તે પછી વિશેષમાં ગુમહારાજે કહ્યું કે “તમે ખેદને પરિહરી અ પર્યુઠ્ઠા પર્વમાં ધર્મશાળામાં–ઉપાશ્રયમાં આવો તો શ્રીભદ્રબાહુસ્વામીજીએ ઉદ્ધરેલું કલ્પસૂત્ર તમને સંભળાવું. તે પસૂત્ર શ્રવણના પ્રતાપે તમારા આત્મા અને મનની દશામાં જરૂર ઘણો સુધારો થશે.” રાજે ગુરુની આજ્ઞાને માન આપી સભા સહિત ઉપાશ્રયમાં આવ્યો અને ગુરજીએ પણ વિધિપૂર્વક સર્વ સભા સમક્ષ પત્ર વાંચી સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ શરૂ થઈ. ચિત્રમાં સિંહાસન ઉપર ગુસ્મહારાજ બેઠા છે પાછળ એક શિ૧ કપ ઉંચુ એક હાથે રાખીને ગુરની સુશ્રુષા કરતો ઉભો છે, ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યજી છે, ગુરની સામે બે હાથની અંજલિ જોડીને હાથમાં ઉત્તરાયણને છેડે લઈ ધ્રુવસેન રાળ ઉપદેશ શ્રવણ કરતો બેઠે છે. ગુરૂ સંજ, રા નવા
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy