SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૩૭ શકે તેથી તુચ્છ, ભિક્ષ અને નીચ એવા બ્રાહ્મણ કુળમાં મહાવીરના જીવનું અવતરવું પેસ્ય નથી, એમ વિચારી શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભને ત્રિશલા ક્ષત્રિયાણની કુક્ષિને વિષે મૂકવાનો નિશ્ય કર્યો. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીને પુત્રીરૂપે જે ગર્ભ હતો તેને દેવા નન્દા બ્રાહ્મણની કુક્ષિમાં મૂકવાનો વિચાર કર્યો. નિશ્ચય કરીને પદાતિ સૈન્યના અધિપતિ હરિગમેલી નામના દેવને બોલાવી પિતાની આખી યે જનાની સમજુતી આપતાં કહ્યું કેઃ “હે દેવાનુપ્રિય ! દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા તરીકે મારે એ આચાર છે કે ભગવાન અરિહંતોને શુદ્ધ કુળામાંથી વિશુદ્ધ કળામાં સંક્રમાવવા. માટે હે દેવાનુપ્રિય! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાંથી સંહરી, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે ગર્ભપણે સંક્રમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણીનો જે ગર્ભ છે તેને દેવાનન્દા બ્રાહ્મણની કુક્ષિમાં ગર્ભપણે રાંકમાવ; આટલું કામ પતાવીને જલદી પાછો આવ અને મને નિવેદન કર.' આ ઘટનાને લગતી જ ઘટના કૃણુના સંબંધમાં બન્યાનો ઉલ્લેખ ભાગવત, દશમધ, અ. ૨ વ્હે. ૧ થી ૧૩ તથા અ. ૩ બ્રો. ૪૬ થી ૫૦માં જોવામાં આવે છે જેનો ટુંક સાર આ પ્રમાણે છે: “અસુરે ઉપદ્રવ મટાડવા દેવોની પ્રાર્થનાથી અવતાર લેવાનું નક્કી કરી વિષ્ણુએ યોગમાયા નામની પોતાની શક્તિને બોલાવી. પછી તેને સંબંધી વિષ્ણુએ કહ્યું કે તું જ અને દેવકીના ગર્ભમાં મારે શેપ અંશ આવે છે તેને ત્યાંથી (સંકર્ષણ) હરણ કરી વસુદેવની જ બીજી સ્ત્રી રોહિણીના ગર્ભમાં દાખલ કર. જે પછી બળભદ્ર રામરૂપે અવતાર લેશે અને તું નંદપની યશોદાને ત્યાં પુત્રીરૂપે અવતાર પામીશ. જ્યારે હું દેવકીના આઠમા ગર્ભરૂપે અવતાર લઈ જન્મીશ ત્યારે તારે પણ ચોદાને ત્યાં જન્મ થશે સમકાળે જન્મેલા આપણા બંનેનું એકબીજાને ત્યાં પરિવર્તન થશે.” ચિત્રના મધ્ય ભાગમાં વિમાનની વચ્ચે સિંહાસન ઉપર ઇન્દ્ર બિરાજમાન છે, તેના ચાર હાથે પૈકી ઉપરના જમણા હાથમાં જ છે. નીચેના જમણા હાથથી ચામરધારિણી સ્ત્રીના હાથમાંથી ચપટી ભરીને કાંઇ લેત દેખાય છે અને તેના બંને ડાબા હાથ ખાલી છે, સામે ફરિણગમેલી બે હાથની અંજલિ જોડીને ઇન્દ્રની આજ્ઞાનું શ્રવણ કરતે ઉભો છે. ઇન્દ્ર વસ્ત્રાભૂષણોથી સુસજિત છે, ત્રણે આકૃતિઓનાં વસ્ત્રો જુદીજુદી ડિઝાઈનવાળાં છે. ગુજરાતના પ્રાચીન તાડપત્રના ચિત્રમાં મોરની રજુઆત આ ચિત્રમાં પહેલવહેલી જોવામાં આવે છે. આ સમય પહેલાંનાં પ્રાચીન ચિત્રામાં મેર કેમ દેખાતો નથી તે શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ અનુભવી ઈતિહાસકારે અને કલાવિવેચકો આ બાબતમાં વધુ પ્રકાશ પાડી શકે. ચિત્ર ૮ પ્રભુ શ્રી મહાવીરને જન્મ સમયે દેવાનું આગમન. ઇડરની પ્રતના પાના ૩૫ ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે. પ્રભુનો જન્મ થતાં જ છપ્પન દિકકુમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને શ્રીઅરિહંત કબુનો જન્મ થએલો જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. સૂતિકાકર્મ કરી પોતપોતાને સ્થાનકે ગર. ચિત્રની જમણી બાજુએ ત્રિશલા માતા જમણા હાથમાં મહાવીરને લઈને તેમની સન્મુખ
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy