SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૩૫ મોટું કરાવીને અત્રે રજુ કરેલું છે, સારૂં યે ચિત્ર સોનાની શાહીથી ચીતરેલું છે. તે કાળે અને તે સમયે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજું પખવાડિયું–પોષ માસનું કૃષ્ણ પખવાડિયું વર્તતું હતું, તે પણ માસના કૃષ્ણ પખવાડિયાની દશમ (ગુજરાતી માગશર વદી દશમ)ની તિથિને વિષે નવ માસ બરાબર પૂર્ણ થતાં અને ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં, મધ્યરાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી તે વામાદેવીએ રેગરહિત પુત્રને જન્મ આપે. ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી ફૂલની ચાદરવાળી સુગંધીદાર કુકમળ શણ્યા ઉપર વામદેવી સૂતાં છે, જમણા હાથમાં પાકુમારને બાળકપ પકડેલા છે અને તેમની સન્મુખ જોઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીએ છે, આખા શરીરે વસ્ત્રાભૂષણોથી સુસજિત છે, દરેક વસ્ત્રોમાં જુદીજુદી જાતની ડિઝાઈન ચીતરેલી છે, પલંગ ઉપર ચંદરો બાંધેલો છે, પલંગની નીચે પાણીની ઝારી, ધુપધાણું, સગડી તથા થુંકદાની પણ ચીતરેલાં છે, તેના પગ આગળ એક જમણા હાથમાં ચામર ઝાલીને પવન નાખતી ચીતરેલી છે. Plate XXV ચિત્ર ૮૫ શ્રીમહાવીરનિર્વાણ. ઇડરની પ્રતના પાના પર ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૪૨ ઈચ મોટું કરાવીને અત્રે રજુ કરવામાં આવ્યું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૮૧નું આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્રમાં ફક્ત બંને બાજુનાં ઝાડની રજુઆત જુદા પ્રકારની છે તથા બંને બાજુ ઈન્દ્ર ક્ષીરદકથી ભરેલા સુવર્ણકલશ ઝાલીને ઉભા છે તે સિવાય બધી બાબતમાં સમાનતા છે. Plate XXVI ચિત્ર ૮૧ ઇન્દ્રભા. ઈડરની પ્રતના પાના ૭ ઉપરથી. ચિત્રનું મૂળ કદ રxર ઇચ ઉપરથી સહેજ નાનું અત્રે રજુ કરેલું છે. સૌધર્મેન્દ્ર ઈસભામાં બેઠો છે. તે સૌધર્મ કે છે? જે બત્રીસ લાખ વિમાનને અધિપતિ છે, જે રજરહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે, જેણે માળા અને મુકુટ યથાસ્થાને પહેરેલાં છે, નવીન સુવર્ણનાં મનોહર આશ્ચર્યને કરનારાં આજુબાજુ કંપાયમાન થતાં એવાં બે કુંડળી જેણે ધારણ કર્યો છે, છત્રાદિ રાજચિહ્નો જેની મહાદ્ધિને સૂચવી રહ્યાં છે, શરીર અને આભૂષણેથી અત્યંન દીપ, મહાબળવાળો, મોટો યશ તથા ભાઠામ્યવાળા, દેદીપ્યમાન શરીરવાળા, પંચવણી પુષ્પોની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનાર સાધર્મ નામે દેવલોકને વિષે સૌધર્માવલંક નામને વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક નામના સિંહાસન ઉપર બિરાજેલો છે. ચિત્રમાં ઈન્દ્ર સભામાં સિંહાસન ઉપર બિરાજમાન થએલો છે, ઉપરના જમણા હાથમાં વજ અને ડાબા હાથમાં અંકુશ છે, નીચેનો જમણો હાથ સામે ઉભા રહેલા દેવને કાંઈ આજ્ઞા ફરમાવતો હોય તેવી રીતે રાખેલ છે, ડાબા હાથમાં કાંઈ વસ્તુ છે જે સ્પષ્ટ દેખાતી નથી, ઇન્દ્રના કપડામાં ચોકડીની ડિઝાઈન વચ્ચે લાલ રંગની ટીપકીઓ છે, સામે એક સેવક દેવ બે હાથની અંજલિ
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy