SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સંચાજનાચિત્રા કલા એટલે સંયેાજના લા એટલે સંયેાજનાઃ કુદરતમાં મળી આવતાં સાધનામાંથી મનુષ્યના મનને રુચે અને તેને આનંદ આપે તેવી રમ્ય ગાઠવણી. પ્રારંભમાં મનુવન જેમ સાદું અને સરળ હોય છે તેમ કલા પણ તે વખતે સાદી અને સરળ રહે છે. પછીથી સમાજજીવનને વિકાસ થતાં કલા સંકુલ અને સંકીર્ણ બનતી જાય છે. મનુષ્યની વૈવિધ્ય લાવવાની વૃત્તિ હમેશાં અવનવાં રૂપાન્તરા મેાલ્યા કરે છે. તેને લઇને જ આપણને અસંખ્ય કલાકૃતિએ જોવાને મળે છે, ભૂમિતિની આકૃતિએ ભૂમિતિની આકૃતિઓનું વૈવિધ્ય બિંદુ, લીંટી અને વર્તુલનાં સરવાળાબાદબાકીમાંથી નિપજે છે. તંત્રશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં શ્રીચક્રાદિ યંત્રાની કલ્પના તથા ચક્રવ્યૂહ જેવા અનેક આકારાની વ્યૂહરચના આવાં રેખાંકન ઉપર નિર્ભર છે. કુદરતની અનુકૃતિ હરિયાળી વેલ, કુંજાગાર પાંદડાં, રંગભેરંગી ફૂલ અને ઘાટીલાં ફળથી ભરછક એવી કુદરતની વિશાળ વાડી, કલાકારને માટે અનેકાનેક ભાત અને ઢબ ઉપજાવવાની ખાણ છે. કલાકાર પથ્થરમાં, ધાતુમાં, લાકડામાં, વસ્ત્ર ઉપર અથવા કાગળ ઉપર આ કુદરતની પ્રતિકૃતિ મૂર્તિમંત કરે છે, સાથિયાની આંગણું ાભાવવાની કલા તથા ફૂલમંડળીઓમાં બતાવાતી ફૂલગૂથણીની કલા, પ્રમાણમાં એટે વખત ટકનારી છેઃ છતાં બધાની પ્રેરણા તા એક જ છેઃ વિવિધ વસ્તુઓની સંયેાજનાદ્વારા આનંદ મેળવવા કલાકારનું હૃદય તલસી રહેલું હાય છે. સજીવ સૃષ્ટિનું અનુકરણ કલાકાર મૂંગી લીટી અને અગમ્ય વર્તુલેાથી આગળ વધે છે ત્યારે ઊડતાં અને કલ્લેાલતાં પંખી ચીતરવા માંડે છે. તે પછી હાલતાંચાલતાં અને રાજના પરિચયમાં આવનારાં પ્રાણીઓની ક્રૂર્ નકલ ઉતારવા પ્રેરાય છેઃ અને તે કામમાં પેાતાની બધી શક્તિને એ કામે લગાડે છે, સંયેત્તિ ઘટના પહેલાં કલાકાર પ્રત્યેક ચિત્ર વિષયને અનેાખા, સ્વતંત્ર અને વિશિષ્ટ સ્વરૂપમાં એકલ ચિત્રરૂપે ઉતારે છેઃ તે પછી એકની એક જાતનાં પ્રાણીએ કે પંખીએને મનગમતી આકૃતિઓમાં ગાવે છે: અથવા ભિન્નભિન્ન પ્રાણીઓના એકીકરણમાંથી કંઈક અવનવું જ સર્જન કરી બતાવે છે. ફૂલની ડાંખળી અને નાગપાશ (આ. . ૩-૪) અમદાવાદના મુસલમાની શિલ્પની એક જાળીમાં એ જ કમળફૂલની ડાંખળીની એવી મનેરમ ૧ જુએ ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ': પૃ ૧૫૮,
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy