SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ સુલયની અહિંસા ભાવના [ પ૭૩ ] અમે વધ કરીશું, પછી તને કેટલું પાપ લાગશે? આ પ્રમાણે સ્વજનો યાર બાલવા લાગ્યા, ત્યારે સુંદર બુદ્ધિવાળા સુલસે સવજનેને પ્રતિષ કરવા માટે કુહાડાથી પિતાના પગમાં જ ઘા કર્યું. પીડા થવાથી વજનને મિટા શબ્દોથી કહેવા લાગ્યો કે, “મારી અપ અહ૫ વેદના તમો સર્વે ગ્રહણ કરી, તમે હંમેશા મારા તરફ ઘણે નેહ ધરાવનારા છો, તો મારી પીડાની ઉપેક્ષા કેમ કરો છો ? અને દુખમાં ભાગ કેમ પડાવતા નથી ? ત્યારે વજને કહેવા લાગ્યા કે, “બીજાની વેદના અન્ય કોઈ લઈ શકે ખરા?” ત્યારે સુલશે સમજાવતાં કહ્યું કે, તે પછી મેં કરેલા જીવવધનું પાપ તમે કેવી રીતે લઈ શકો ? જયારે અહિં અપવેદનાનું દુખ લઈ શકાતું નથી, તે પછી તમે ઘણું નરકવેદના કેવી રીતે ગ્રહણ કરશે? અહિં જે કોઈ કર્મ કરે છે, તેનું ફળ તે જ ભોગવે છે. એક ઝેરતું ભક્ષણ કર્યું અને બીજો મૃત્યુ પામેતેમ બનતું નથી. પિતા, માતા, ભગિની, બધુ, ૧૯ભા કે તેવા સંબંધીઓ આ ભવ-સમુદ્રમાં વિપરીતતા ધારણ કરનારા હોય છે, એટલે પિતા પુત્ર થાય, પુત્ર પિતા થાય, માતા પત્ની થાય, પત્ની માતા થાય, આવા અતાત્વિક સંબંધ રાખવાથી એ લાભ ? અનાદિ અનંત સંસારમાં કયે કોની સાથે અને કોને સંબંધ છે નથી કયા ? તેમાં લવ અને પરની ક૯૫ના શી કરવી? હે બુદ્ધિરૂપી ધનવાન ! હવે તમે આ પાપકર્મરૂપ કાગ્રહ-ગઠનો ત્યાગ કરીને જેનધર્મના અધિકારમાં અમને સહારે આપે. માયારહિત સુલયને ધમકર્મમાં એકતાનવાળે દેખીને તેને તેનું કરેલ વચન રવીકાર્યું', વજથી શું ન ભેદાય? આ પ્રમાણે પિતાની બુદ્ધિના પ્રભાવથી કલ્યાણ ભજનાર થયે, તેમ જ અક્ષયકુમારની પૂર્વ મૈત્રીના યોગથી માત્રુતે અંગીકાર કર્યો અને તેની વૃદ્ધિ, શુદ્ધિ, બુદ્ધિ કરનાર થયે, એટલું જ નહિ, પરંતુ જિન ધર્મ ધારણ કરનારમાં અગ્રેસર બન્યા. (૨૯) હવે કેટલાકને આવતે ભવ ઇત્યાદિ ચાર ભાંગામાં પ્રથમ નંબની જવા કરતા જણાવે છે– છળીવાવ-વિરો, જીવ-ન્ટિહિં | પુ િ. न हु तस्स इमो लोगो, हवइऽस्सेगो परो लोगो ॥४४१॥ ના–નિદ્ધ-Fi, ઢહિયાળ કવિયં શેડ્યા वहुवायम्मि वि देहे, विसुज्झमाणस्स वरं मरणं ॥४४२॥ तव-नियम-सुट्ठियाणं, कल्लाणं जीविअंपी मरणं पि । जीवंतऽज्जति गुणा, मया वि पुण सुग्गई जति ॥४४३।। अहियं मरणं, अहिरं च जीवियं पावकम्मकारीणं । तमसम्मि पडंति मया, वेरं वदति जीवंता ॥४४४॥ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy