SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮૮ ] પ્રા. ઉપલેશમાતાને ગુજરાતુવાદ ગુણવાળા ગણાય છે, તેને નિર્વાણ અને વૈમાનિક દેવકનાં સુખે દુર્લભ હેતાં નથી, કારણ કે તેના ઉપાયમાં તે પ્રવર્તે છે. મોક્ષમાર્ગના ઉપાયમાં પ્રવતેલાને કંઈ પણ અસાધ્ય નથી. કારણ કે, કોઈ વખત તેવા શિષ્યો ગુરુને પણ પ્રતિબંધ પમાડી માગે લાવે છે. તે કહે છે– કેઈક વખતે કર્મથી પરાધીત થએલા એવા શિથિલ આચારવાળા ગુરુને ઉત્તમ વિનયી શિખ્ય અતિનિપુણ અને મધુર વચને તેમ જ. સુખ કરનાર વતનથી જ્ઞાનાદિક મેક્ષમાર્ગમાં પૂર્વાવસ્થાની જેમ સ્થાપન કરે છે. જે પ્રમાણે પંથક શિષ્ય શેલજાચાર્યને માનાં સ્થાપન કર્યા. તેનું ઉદાહરણ કહે છે– (૨૪પ૨૪૬-૨૪૭). શેલકાચાર્ય અને પત્થકશિષ્યનું ઉદાહરણ– શેલકપુર નગરમાં આગળ શેલક નામને રાજા હતા, તેને પદ્માવતી નામની શણ તથા મંડુક નામનો પુત્ર હતા. થાવસ્થા પુત્ર નામના આચાર્યના ચરણ-કમળની સેવાથી તેને જિનની પ્રાપ્તિ થઈ હતી. તે રાજા ન્યાયનીતિ પૂર્વક નિરવા રાજ્યસુખ ભગવત હતો. કેઈક સમયે થાવસ્ત્રાપુર આચાર્યની પાટે વર્તતા શુકસૂરિ વિહાર કરતા કરતા તે નગરમાં પધાર્યા. મૃગવન નામના ઉદ્યાનમાં મુનિજનને યોગ્ય પ્રદેશમાં બિરાજમાન થયા. મુનિજનનું આગમન જાણું રાજા વંદન કરવા માટે આવ્યા. ત્રણ પ્રદક્ષિણા આપવાપૂર્વક તેમના ચરણકમળમાં નમકાર કરીને હર્ષથી રોમાંચિત થએલા અંગવાળે રજા ધર્મશ્રવણુ માટે બેઠે. શુકઆચાર્ય ભગવંતે સંસારથી અતિશય વૈરાગ્ય પમાડનારી, વિષય ઉપર વૈરાગ્ય પમાડનારી, મોહને મથન કરનારી, શેઠ, સંસારમાં ઉત્પન્ન થનારા સમગ્ર વતુસમૂહના નિશુંભુપણાને ચમજાવનારી, કર્ણ-સુખ આપનાર, વચનસમૂહથી લાંબા કાળ સુધી ધમકથા સંભળાવી. જેવી રીતે કમને બંધ, કર્મના કારણે, મોક્ષ, મોક્ષના હેતુઓ, પુષ્ય, પાપ નિજ થાય છે, તે સર્વ પદાર્થો સમજાવ્યા. ધમશ્રવણ કરવાથી રાજા પ્રતિબંધ પામ્ય અને રોમાંચિત ગાત્રવાળો થઈ ગુરુના ચરણમાં પ્રણામ કરી કહેવા લાગ્યો કે, “હે ભગવંત! હું પુત્રને જવાસન પર બેસારી, રાજાને ત્યાગ કરી આપની પાસે પ્રત્રજ્યા અંગીકાર કરીશ.” “હે રાજન્ ! ભવસ્વરૂપ જાણીને તમારા ચરખાએ એ કરવું એગ્ય જ છે. આ વિષયમાં અલપ પણ હવે મમત્વભાવ ન કરીશ.” આ પ્રમાણે હિતશિક્ષા પામેલ રાજ ઘરે ગયો અને મંડુપુત્રને પિતાના પદ પર સ્થાપન કર્યો. ત્યારપછી આભૂષણોથી અલંકૃત થઈ હજાર મનુષ્ય વહન કરી શકે તેવી શિબિકામાં આરૂઢ થઈ પંચક વગેરે પાંચસે મંત્રી આદિના પરિવાર સાથે ગુરુની પાસે જઈને સર્વ સંગનો સર્વથા ત્યાગ કરી દીક્ષા વીકારી. દરાજ વૃદ્ધિ પામતા વૈરાગ્યથી ધર્મકાર્યોમાં - ઉદ્યમ કરવા લાગ્યો. કાળક્રમે તે શજા ૧૧ અંગો ભણી ગયા. દુષ્કર તપ કરવામાં તત્પર બનેલા તે મુનિ નિઃસંગતાથી પૃથ્વીમાં વિચારવા લાગ્યા. શુકસૂરિએ પંથક વગેરે પાંચસો શિષ્ય "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy