SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ સુકુમાલિકાની કથા [ ૪૫૯ } (સુકુમાલિકાનું) વતે છે. સદા તરુણ લેકનાં લોચના, ચતુર યુગલે તેની સમીપ જાય છે. તેના મુખરૂપી ચંદ્રની ચંદ્રિકાના પાનનાં પારણા માટે હોય તેમ સર્વ દિશા તરફ જાય છે.” હવે કંઈક સમયે ગામ, નગર, ખાણ વગેરે સ્થળે ફરતા ફરતા ધમશેષ નામના. આચાર્ય ભગવંત ત્યાં પધાર્યા અને બહારના ઉદ્યાનમાં સુખેથી સ્થિરતા કરી. વંદન કરવા માટે પિતા સાથે અને પુત્ર નીકળ્યા. ગુરુમહારાજાએ ય દ્વર કરનાર એવી અમ દેશના શરૂ કરી કે, “ખાશે જળથી ભરેલા સમુદ્ર સરખા સંસારને પાર પામવા માટે સમર્થ એવા સાધુના અને શ્રાવકને ધર્મ પર્વમાં પ્રકાશિત કર્યો. કર્મરૂપ મહાપર્વતને ભેદવા માટે વા સમાન એવી ધર્મદેશના સાંભળીને લક્ષમીઆદિ સમૃદ્ધિનો ત્યાગ કરી અને બંધુઓએ દીક્ષા સ્વીકારી. શશકમુનિ અને ભસકમુનિ બંને શાસ્ત્રનો પરમાર્થ જાણીને ગીતાર્થ બન્યા. વિહાર કરી ફરી તે જ નગરમાં આવ્યા. સુકુમાલિકા બહેનને પણ દીક્ષા આપી, મધુશ પામેલી શ્રી રૂદ્રમતી નામની માવતિનીને અ૫૬ કરી. મોક્ષમાર્ગમાં સારી રીતે પ્રવર્તતી પ્રવચનમાં નિશ્ચલ ચિત્તવાળી તે ઉત્તમ ચારિત્રનું પાલન કરતી હતી. પરંતુ અતિસુંદર રૂપવાળી હોવાથી યુવાનોને પ્રાર્થના કરવા યોગ્ય બની હતી. યુવાનો દૂરથી પણ પિતાની દષ્ટિ તેના તફ ફેંકતા હતા. કમળના મકરંદરસને ચૂસવા જેમ ભમરીઓ ચારે બાજુ વીંટળાય તેમ યુવાનો ચારે બાજુ તેનું રૂપ નીહાળવા વીંટળાતા હતા. ઉપાશ્રયમાં લોકો આવીને માર્ગની વચ્ચે બેસી જતા હતા, માર્ગમાં ચાલે, ત્યારે તેની પાછળ લોકt જેવા માટે ચાલતા, વેચ્છાએ તેના દેખવા માટે નેત્રનાં દુઃખને પણ ગણકારતા ન હતા. મુખ્ય સ્ત્રાવી તેના ભાઈઓને વિચારીને કહ્યું કે, “તમારે અમારા ઉપાઅયના દ્વારમાં પહેરેગીર માફક રહીને અમારું રક્ષણ કરવું. એટલે તેના બંને ભાઈ બીજા સર્વ કાયા બંધ કરી હંમેશાં તેનું રક્ષણ કરતા હતા. આ પ્રમાણે દિવસ પસાર થતા હતા. કારણ કે, “સરળ પરિણામવાળી બહેનનું બ્રહ્મચર્યવ્રત રખે ભગ્ન ન થા.” મારા આવા અદ્દભુત રૂપ બલિરૂપ થઈને તેના આહુતિ આપું. જેથી વસતિની અંદર લોકો પાપભાવને ન આચરે. શશક અને ભસક બને ભાઈઓ રૂપ જેવા આવનારને રોકે છે, તે તે રૂપલબ્ધ કેદ કરીને લડવા માટે ટાડે છે. મને પણ ધ્યાન, અધ્યયન વગેરેમાં વિદત આવે છે. મારા ભાઈઓ આ પ્રમાણે કેટલા કાળ સુધી અહીં કષ્ટ સહન કરીને રોકાઈ હે, માટે મારે અનશન કરવું તે ચગ્ય છે. આ પ્રમાણે વૈરાગ્ય પામેલી તે અશન-પાનનાં પચ્ચક્ખાણ કર્યા. ઘણા દિવસની લાંબી તપશ્ચર્યાથી કાયા દુર્બલ બની ગઈ અને મૂછ પામી. ચેષ્ટા બંધ થઈ એટલે જાણ્યું કે, “આ પંચત્વ પામી છે.” એમ જાણીને એ શેકથી સંતાપ પામતા બાઈએ તેને મશાનમાં ત્યાગ કર્યો. અતિઠી શત્રિના પવનની લહેરોથી જ્યારે મૂછ ઉતરી ગઈ અને શુદ્ધ ચેતના જાગ્રત થઈ એટલે વિચાર કરવા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy