SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૫૬ ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાદ સૌભાગ્યનું એક એક વલય શખી વધારાના વલયે દૂર કર્યા. મિએ પૂછયું કે, “હવે અતઃપુરમાં શબ્દ કેમ શાંત થઈ ગયા? જવાબ આપ્યો કે, “અત્યારે એક એક વાય જ રહેલું છે. ત્યારે નમિએ ચિંતવ્યું કે, “ખરેખર જેટલા પ્રમાણમાં ધન, ધાન્ય, રન, વજન, ગામ, ખાણ વગેરે ઉપર મમત્વભાવ હોય, ત્યાં સુધી જ જીવને દુઃખ પ્રસંગ થાય છે. તથા–“ જેમ જેમ અ૮૫ લેજ, જેમ જેમ અહ૫ પરિગ્રહઆરંભ, તેમ તેમ સુખ વૃદ્ધિ પામે છે, અને ધર્મની સિદ્ધિ થાય છે, માટે એકાકીપણું એ જ સુંદર છે. તે આ પ્રમાણે- “જેમ પક્ષીઓ સાંજે એક વૃક્ષ ઉપર ભેગા થાય છે અને સૂર્યોદય-સમયે દરેક જુદી જુદી દિશામાં ઉડી જાય છે, તેમ આ જીવ એક જ પરભવમાંથી કઈક કુળમાં આવે છે અને માતા, પત્ની, પુત્ર, ભગિની, બધુ ઈત્યાદિ સંબંધથી જોડાય છે. અને જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે આવે સંબંધોનો ત્યાગ કરીને એક જ પરકમાં પ્રયાણ કરે છે અને પિતાના જ કર્મચોગે નવી શરીરની કુટીર પોતે તૈયાર કરે છે. આમ હોવાથી સમજુ જનોને આ લોકમાં કયાં આનંદ માને યોગ્ય છે?” એમ સુંદર ભાવના ભાવીને અશાતા વેદનીય કર્મને ક્ષયપશમ થવાથી નિદ્રાને આધીન થયે. રાત્રિના અંતમ્રમ રૂમમાં સુવર્ણમય પર્વત જે. ઈહા-અપહ-તર્ક વિતર્કની વિચારણા કરતાં કરતાં જાતિમ૨ણજ્ઞાન થયું કે, આગલા ભવમાં મનુષપણામાં શ્રમ પણું પાળીને પુપિત્તર વિમાનમાં ઉત્પન્ન થયો હતો અને જિનેશ્વરના જનમ-મહેત્સવમાં મિશિખર પર મહિમા કરતો હતો, ત્યાંથી વીને હું અહિં ઉત્પન્ન થશે છું. એ સર્વ યાદ આવ્યું. એ પ્રમાણે તે પ્રત્યેકબુદ્ધ થયા. પુત્રને પણ સ્થાપના કરી તેણે દીક્ષા લીધી. ત્યારે મિથિલાનો આખે નાગરિક વગ, અંતઃપુર-પરિવાર રુદન-આકન્દન-વિલાપ કરવા લાગ્યા. આખી નગરી કોલાહલમય બની ગઈ. ત્યાર ઈન્દ્રમહારાજા બ્રાહ્મણનું રૂપ કરી નમિરાજા આગળ આવી આ પ્રમાણે કહેવા લાગ્યા કે, “ આજે મિથિલાનગરી કેમ કે લાહલ રોકકળમય બની ગઈ છે? મહેલ અને ઘરમાં કરુ-આકશ શબ્દ કેમ સંભળાય છે? નમિ-પ્રત્યુત્તર આપતાં કહે છે કે, મિથિલાના સૈયદ્યાનમાં શીતળ છાંયડીવાળા મનહર વૃક્ષે છે, વળી તેના ઉપર પત્રો, પુપિ અને ફળે ઘણાં આવેલાં છે. હંમેશાં અનેક પ્રકારના પક્ષીઓ તેના પર આવીને વાસ કરે છે. પરંતુ સખત વાયરાના ઝપાટા આવે છે, ત્યારે મનોરમ ચયમાં તેઓ દુઃખી અને શરણ વગરના બની જાય છે, તેની પીડા પામીને આ પક્ષીઓ કન્દન કરે છે. ઈન્દ્ર કહે છે કે, “આ અગ્નિ અને વાયર તમારા મહેલ બાળે છે, તે હે ભગવંત ! તેમાં તમારું અંતઃપુર બળે છે. તે તમે તેની ઉપેક્ષા કેમ કરો છો ? નમિઅમે તો સુખેથી વાસ કરીએ છીએ અને જીવીએ છીએ, આમાં મારું કશું નથી. મિથિલા બળતી હોય, તેમાં મને શં? મારું કઈ બળતું નથી.” આ વગેરે વચનથી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy