SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ - ~ ~ ૧ ૪૨૬ ] પ્રા. ઉપદેશમાલાને પૂજાનુવાદ મુખવાળી ! તારા અંતેષ સુખની વચ્ચે આડે આવનાર કોઈ ન હોવા છતાં તને છગનું કારણ શું થયું છે, તે જણાવ.” આ પ્રમાણે પૂછયું, ત્યારે તેની આગળ ધારિણીદેવી કહેવા લાગી કે, મને વગર સમયે મેઘ સંબંધી હવે ઉપન્ન થયો છે. ત્યારે શ્રેણિકે કહ્યું કે, “તું એ ન કર, તારો દેહલે પૂર્ણ થાય, તેવા પ્રયત્ન કરીશ” એમ કહીને તેને ઘણી ધીરજ આપી. પોતે તેનો દેહ પણ ન કરી શકવાના કારણે અતિશય ચિંતામાં લેવાઈ ગયે અને અભયે પૂછ્યું કે, “તમારા મનમાં અત્યારે કઈ ચિંતા છે?” એટલે રાજાએ કહ્યું કે, દેવાને અસાથ મનેથ ઉપન્ન થયો છે. તારી નાની માતાને અકાલે મેઘ સંબંધી દોકલે ઉત્પન્ન થયા છે અને મારી પાસે તેને કોઈ ઉપાય નથી. તે જ ક્ષણે પ્રાપ્ત થએલા ઉપાયવાળા અક્ષયે કહ્યું કે, “હું જલ્દી તે કાર્યની સિદ્ધિ કરીશ, માટે હવે તમે આ ચિંતાભારથી મુક્ત થાઓ.” તે જ સમયે ઉપવાસ કરીને કરીને પૌષધશાળામાં પ્રવેશ કરી કુશના સંથારામાં સુસ્થિરતાપૂર્વક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને રહ્યો. પૂર્વ પરિચિત દેવ હતું. તેની આરાધના કરી. એટલે બરાબર ત્રીજા દિવસના પ્રભાત-સમયે તે દેવે હાજર થઈ દર્શન આપ્યાં. દિવ્ય ઉત્તમ વસવાળે રત્નાભરણના તેજથી સમગ્ર દિશાઓને ઉજજવલ કરનાર ચલાયમાન કુંડલથી શોભાયમાન ચંદ્ર અને શુક્ર નક્ષત્રો જાણે સાથે એકઠાં થયાં હોય, તે તે શોભતે હતે. નેહપૂર્વક રેવે પૂછ્યું કે, “શું પ્રયોજન છે?” ત્યારે અભયે પ્રત્યુત્તર આપ્યા કે, “ મારી નાની માતાને આવા પ્રકારનો દોહો ઉપન થયો છે, તે તેની ઇચ્છા પરિપૂર્ણ થાય તેમ તમારે જહદી કરવું.” એ વાતનો સ્વીકાર કરી તરત જ આકાશમાં મેઘની શ્રેણી એ વિક્ર. તથા જંબૂવૃક્ષના પુપોના રસનું અતિશય પાન કરતી ભ્રમરીનો રહેલી હતી, ત્યારે પિપટ પાકા જાબુફળ ખાવાના આશયથી બ્રાનિતથી બમરીએને ચુંબન કરી તરત છોડી દે છે. અને તે જ પ્રમાણે પલાશ-(કેશુડા )ના વૃક્ષ ઉપર ખીલ્યા વગરનું લાલ પુ૫ ધારી પોપટની ચાંચ ઉપર બ્રાન્તિથી ભમરીએ આવીને ભટકાય છે. આ પ્રમાણે દેવીની ઇચ્છાનુસાર સમગ્ર વર્ષાઋતુને આડંબર કરી ધારિણી દેવીને દોકલે મનાવીને દેવ જે આવ્યા હતા, તે પ્રમાણે ચાલ્યો ગયો. જેના દેહમાંથી સર્વ વ્યાધિઓ દૂર થએલી છે, એવી દેવીને નવ માસ પૂર્ણ થયા, એટલે અવગોથી શોભતે, આનંદ ઉતપન્ન કરનાર, સુકુમાર હસ્તપાદયુત, લક્ષણેથી પરિપૂર્ણ દે અને અવયવાળો પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ તે ધારિણી દેવીએ પુત્રરત્નને જન્મ આપે. એટલે ઉતાવળી ઉતાવળી એક દાસી કે, જેનાં વસ્ત્રો પણ શિથિલ થઈ ગયાં છે, તેથી ખલના પામતી પ્રિયંકરા નામની ઉત્તમ સેવિકા રાજા પાસે ગઈ અને પુત્રજન્મની વધામણું આપી. એટલે રાજાએ પોતાના અંગ પર રહેલા વસ્ત્રો, આભ જે ઘણાં કિંમતી અને મનહર હતાં, તે સર્વ દાસીને ભેટયામાં આપી દીધાં. તેને દાસીભાવ કાયમ માટે દૂર કરીને પોતે તેનું મરતક વાવીને પ્રિયવચન બાલવાથી તુષ્ટ થએલા રાજાએ તેને સુવહુની બનાવેલી જીભ ઈનામમાં આપી. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy