SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨૨ ] પ્રા. ઉપદેશમાવાનો શનવાદ ઇત્તમ મુનિવૃષભ પિતાનાં પહેલાંનાં કુળ, ઘર, વજન પોતાના સુખી કુટુંબીઓ, પરિચિત ગામ-લક બંધુ વર્ગ વગેરેની નિશ્રાનો ત્યાગ કરી, કોઈનું પણ આલંબન રાખ્યા વગર હંમેશાં આયમહાગિરિની જેમ વિચારે છે. (૧પર) તેની કથા આ પ્રમાણે જાણવી આ શાસનના છેલ્લા ચૌદપૂર્વી કપૂલમદ્રસવામીના દશપૂર્વના જ્ઞાનવાળા આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ નામના બે શિષ્યો હતા. મેટા ગમછની કુશને વહન કરવામાં અગ્રેસર અનેક લબ્ધિઓને ધારણ કરનાર હોવા છતાં મહાધીર-ગંભીર હતા. લાંબા સમય વીત્યા પછી તેમાં આર્યમહાગિરિ વિચારવા લાગ્યા કે, “અત્યારે. અતિશય મહાનિજા કરાવનાર “જિનકલ્પ' રહેલ નથી, તે પણ જે હું તેનો અભ્યાસ કરીશ, તે મારાં પૂર્વનાં પાપ નાશ પામશે. મેં સૂત્ર, અર્થ તેના પરમાર્થને જાણનારા સ્થિર મતિવાળા શિષ્યો તૈયાર કર્યા છે, મારા કચ્છની ચારણાદિક ચિંતા કરનાર સુહસ્તિ છે, તે તેને ગણું સમર્પણ કરીને કચછની નિશ્રા હું જિનકલ્પને આદર સહિત અભ્યાસ કરું. સમુદ્ર, વન, મશાનમાં, પુર, નગર, ગામ, બાગ-બગીચા, આશ્રમ વગેરે સ્થળો વિષે મમત્વભાવનો ત્યાગ કરી તથા ઉપસર્ગ-સમૂહના સંગમાં અડોલ અને નિષ્કપ થાઉં,” કઈક સમયે તેઓ બંને ગુરુ વિહાર કરતા કરતાં પાટલીપુત્ર નગર પહોંચ્યા. ત્યાં આગળ ધન-ધાન્ય ભરપૂર કુટુંબવાળા વસુભૂતિ નામના શેઠ હતા. તે આર્ય સુહસ્તિની દેશના સાંભળીને શ્રાવક થયા. અતિશય ધર્મવાસિત ચિત્તવાળા તે એક વખત આચાર્ય ભગવંતને વિનંતિ. કરવા લાગ્યા કે, જે મારું સમગ્ર કુટુંબ ધર્મમાર્ગમાં જોડાઈ જાય, તે હે સવામિ! મને સમાધિ અને શાંતિ થાય. તથા હું પણ મનોહર ધર્મની સુંદર આરાધના કરી. શકું. હું તે વારંવાર તેઓને પ્રેરણા આપું છું, પરંતુ મારામાં અપબુદ્ધિ હેવાથી તેથી ધર્મ ને મમ બરાબર સમજી શકાતો નથી, તો આપ જાતે મારે ત્યાં પધારી કોઈ વખત મારા કુટુંબને ઉપદેશ આપે.” હવે એક વખત સુવતીસૂરિ કુટુંબ સહિત શેઠને તેના ઘરે ધર્મોપદેશ આપતા હતા, તે જ સમયે આર્યમહાગિરિ ગોચરી વહરતા વહાવતા ત્યાં જ ઘરના આંગણામાં આવી પહોંચ્યા. એટલે સુહરિતસૂરિ એકદમ ઘણા બહુમાન-સહિત ઉમા થઈ ગયા. તે સમયે પ્રણામ કરવા પૂર્વક શેઠે તેમને પૂછયું કે, “હે ભગવંત! શું તમને પણ મોટા ગુરુ છે?” ત્યારે સુહસ્તિસૂરિએ તેમને જિનકલ્પ કેવા પ્રકારનો કઠણ આચારવાળો હોય, તે અને આવા કાળમાં તેઓ મહાપાપ કર્મની નિજ કરવા માટે તેમાં કેટલા અપૂર્વ શસિક બનેલા છે–એવા તેમના શ્રેષ્ઠ ગુની પ્રશંસા કરી. જિનક૯૫ની તુલના-અભ્યાસ-મહાવરો કરનાર એવા તેઓ ભિક્ષામાં જે આહાર-પાણી એવા પ્રકારના નિર્દોષ અને ત્યાગ કવા લાયક હોય, તેવા જ નિરસ તેઓ ગ્રહણ કરે છે. જે ઘરમાં સત્કાર-પુરકારઆદર થાય, તે ઘરને તેઓ ત્યાગ કરે છે. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy