SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિક - અભયકુમારની કથા [ ૩૯ ] કે, તેવા છેલ્લા શાર્ષિ ઉદાયન રાજા થશે. તે પ્રાપ્ત થતા રાજાને ત્યાગ કરી પ્રવજ્યા લેવાને ઉદ્યમ કરવા લાગ્યો. પરંતુ શ્રેણિક રાજા અભયને દીક્ષાની અનુમતિ હજુ આપતા નથી. એક વખત શ્રેણિક અંતઃપુર સહિત, ભગવંતને વંદન કરવા માટે ગયા. પાછલા દિવસે પાછા ફરતા હતા, ત્યારે માર્ગમાં ચેતકણાએ નલીના કિનારા ઉપર ઠંડીના દિવસોમાં કાઉસ્સગ્ન-સ્થાને રહેલા એક અતિતીવ્ર તપ તપતાં ઉત્તમ તપસ્વીને જોયા. શત્રે શ્રેણિકની શયામાં સૂતેલી ચેતવણાની એક બાહુલતા ગોદડાની બહાર કોઈ પ્રકાર રહી ગએલી અને ઠંડી થઈ ગઈ. સખત ઠંડી ઋતુમાં પવનની લહેરોથી તેને હાથ ખડા રૂવાડાવાળે થઈ ધ્રુજવા લાગ્યા. ત્યારે દિવસે ખેલ ઉઘાડા તપસ્વીને યાદ કરી બોલવા લાગી કે, “તેમનું નદીકિનારે શું થતું હશે ?” આ શબ્દો સાંભળીને શ્રેણિક રાજા વિચારે છે કે, “આને પ્રેમી કોઈ પરપુરુષ હવે જોઈએ. અરે! દુર્જનના ચરિત્ર માફક સ્ત્રીઓનાં ચરિત્રને ધિક્કાર થાઓ. મુખેથી મક સરખું મીઠું વચન બોલનારી હોય, પરંતુ હૃદયમાં તે મહાભયંકર સર્ષની દાઢાના સખત ડંખ સરખી હોય છે. સંતાપ આપનાર સંસારમાં કંઈકને વિશ્રાંતિનું સ્થાન હોય તો નેહાળુ પત્ની હોય છે, પરંતુ કોપાયમાન સપના ફણાની ભયંકર આકૃતિ સરખી એવી તે સ્ત્રીઓથી સયું. તુચ્છ હવભાવવાળા દુર્જનો સાથેની મૈત્રી કેવી હોય છે, તે કે અસ્થિર હોય છે. વાયરાથી લહેરાતા પ્રગટ કઇજાના વસ્ત્રના પહલવથી વધારે ચંચળ હોય છે, ત્યારે આકાશમાં નવીન મેઘનો આડંબર અથવા સંધ્યાના રંગે ચપળ હોય છે? ના, ના, ના. પ્રિયને વિષે પત્નીને પ્રેમ તે સર્વની ચંચળતા કરતાં વધારે ચપળ થઈને જવાવાળો હોય છે. આવા આવા સ્ત્રીઓ અને ચલણા સંબંધી ખોટા વિકથા કરવામાં વ્યાકુળ થએ તે શ્રેણિક પ્રાતઃસમયે જગ...ભુની પયું પાસના કરવાની આશાએ પ્રયાણ કરવા તૈયાર થયા. અજયને બૂમ પાડીને કહ્યું કે, “હું કહું તે મારી આજ્ઞા-પ્રમાણે ક૨વું. અંતઃપુરમાં જઈને અંતઃપુર સહિત સમગ્ર સ્થાન સળગાવી મૂકવું. હું અત્યાર જઈ રહેલ છું, તે આ મારી આજ્ઞાને હમણાં તરત જ અમલ કર કે, જેથી બળી મરતી તે સર્વેના કરુણ રુદન-કવર હું જાતે જ સાંભળું.” હવે અભય વિચાર કરે છે કે, “બેટી કલ્પનાના વિકલ્પયુક્ત બુદ્ધિથી આ આજ્ઞા પિતાજી આપે છે, પરંતુ કપ પામેલા આ પણ વિચારતા નથી કે રોષે ભરાએલાને પ્રથમ જે બુદ્ધિ થાય છે, તે પ્રમાણે કાર્ય ન કરવું. અને જે તે કાર્ય કરાય તે તેનું ફળ સુંદર ન પરિણમે. એકલું માત્ર શ્રવણ કરેલું હોય તે ન સ્વીકારવું કે, જે આપણે પ્રત્યક્ષ ન ખલ હય, કદાચ પ્રત્યક્ષ દેખ્યું હોય તે પણ યુક્તાયુક્તને લાગે વિચાર કર. હવે હું પણ અત્યારે બીજું શું કરું? શાસ્ત્રોના અર્થો ભણેલા પંડિતને પણ છે બાજુથી વચમાં એવી ભીડ આવી પડે છે કે, જે ચિત્તમાં સુખ ઉત્પન્ન કરતું નથી. નથી તે ગ્રહણ કરશતું કે નથી તે છોડી શકાતું. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy