SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિક-અભયકુમારની કથા ( ૩૮૫) અભયકુમારને સાથે લઈ જઈ તે મુદ્રિકા રાજાને અર્પણ કરી. આ બુદ્ધિ-પ્રભાવ કોને છે? એમ પૂછયું, ત્યારે તેઓએ બાળક અભયકુમારને બતાવ્યા, અભયે પણ રાજાને પ્રણામ કર્યા. દૂધ પીનાર આ બાળકની બુદ્ધિ છે? કે બીજાની તે સત્ય કહે, અરે ! આપ દેવની આગળ અસત્ય વચન બોલાય ખરું? અકસ્માત વગર કારણે ઉત્પન્ન થએલ સંતોષ અને આનંદામૃત બુદ્ધિવાળી દૃષ્ટિથી તેને નીહાળીને રાજાએ પૂછ્યું કે, “હે વત્સ! તું કોણ અને કયાંથી આવ્યું છે ? ત્યારે પ્રત્યુત્તરમાં અભયે કહ્યું કે, * હે પ્રભુ! મંડલાકાર બનેલા ધનુષ દંડ-હસ્તવાળા આપે છે અને યુદ્ધભૂમિમાં વેરીએ આપની પાસે જેની ભિક્ષા માગે, તે હું છું. હું આજે જ બેન્નાતટ ગામથી આપની સેવા કરવા માટે આવેલો છું. અતિપ્રસન્ન પુય પ્રભાવથી હું અહિં આવી પહેચેલો છું. પ્રશ્નોત્તરને પરમાર્થ બરાબર વિચારીને રાજાએ કહ્યું કે, “હે વત્સ તુ અભયકુમારના નામથી બોલાવાય છે. (૭૫) બેન્નાતટ નગરમાં તું કોને પુત્ર છે? તે કહે, કઈ શેઠ કે સાર્થવાહ અગર તુ રાજાને પુત્ર છે ? તે જલદી કહે, અભયે કહ્યું કે, “મેં જયારે માતાને પૂછયું ત્યારે કહ્યું કે, વિજળીના કણ સરખા નિષ્ઠુર એવા કોઈ પરદેશમાં દૂર વસતા તારા પિતા છે, શંકિત મનવાળા રાજ પૂછે છે કે, “યાં ભદ્રશેઠ રહે છે, તેને ઓળખે છે? અભય કહે છે કે, “હું સર્વને ઓળખું છું, પરંતુ મને કોઈ ઓળખતા નથી. તેને સુનંદા નામની પુત્રી છે, તેને કુશલ વતે છે?” હા, તેને કુશળ છે, અલખંડથી ખરીદાએલો હું તેનો પુત્ર છું. આશ્ચર્યકારી વચન-યુક્તિથી બુદ્ધિવિશેષ અને પુત્રસ્નેહથી પ્રભાવિત થએલા રાજા તેને પકડીને ખેાળામાં બેસારે છે. તેને ચુંબન કરે છે, પોતાના અંગથી વારંવાર તેને આલિંગન આપે છે, જાણે છે કે, મારાથી ઉત્પન્ન થએલા પુત્ર સિવાય આવી બુદ્ધિ કોની હાય ! “શુદ્ધ કુલ, રૂપ મને રથ પૂર્ણ કરનાર કામધેનુ લક્ષમી ઉત્પન્ન પર છે, આવતી આપત્તિઓ રોકે છે, યશ આપે છે, અપકીર્તિ ભૂંસી નાખે છે, સંસ્કાર શૌચથી બીજાને પણ પવિત્ર કરે છે.” “હે પુત્ર! તે તારી માતા કયાં છે? તો કે નગર બહાર ઉદ્યાનમાં છે. તે મારે જાતે જ જઈને તેને પ્રવેશ કરાવવો જોઈએ. ત્યાંથી પિતે ઉભા થઈ નગરમાં વધામણા કરાવવા પૂર્વક પ્રવાજાઓ, તરણ-પતાકા વગેરેના બાબર પૂર્વક નગરની શોભા જાગે કરાવી. આ વૃત્તાન્ત જાણને સુનંદા પણ સારો શૃંગાર વગેર સજવા તૈયાર થાય છે, ત્યારે પુત્ર આગળ આવીને માતાને નિવારણ કરે છે કે, “હે માતાજી ! ભતરના વિયોગમાં ઉત્તમકુળમાં જન્મેલાઓને આવે સારે જ વેષ શોભે છે, માટે સારભૂત આભૂષણાદિક પહેરવાથી સર્યું. માતાએ પણ તે વાત સ્વીકારી તેને હાથણ પર પિતે આરૂઢ કશવી, અભયને ખેાળામાં બેસાડી તે જ મુખ્ય માર્ગેથી પ્રવેશ કરાવ્યા. અંતઃપુરના શ્રેષ્ઠ મહેલમાં દાખલ કરી અને સુંદર પ્રાસાદ આવે. અભયકુમાર રાજકુમારને તો પિતાની નજીકને મહેલ આપે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy