SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૮ ] પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ કરીને તેની સાથે લગ્ન કર્યા. અતિસ્નેહપૂર્વક તેની સાથે સુંદર ભોગ ભોગવતે હતે. એ પ્રમાણે સમય પસાર થતાં પદ્માવતી રાણીએ વિચાર્યું કે, શુભ સ્વપ્ર-સૂચિત ગર્ભમાં નકી પુત્ર ઉત્પન્ન થયો છે. જરૂર આ પુત્ર રાજ્ય-ધુ વહન કરવામાં સમર્થ થશે, તો હવે શત્રુ ચરખા પિતાથી તેનું રક્ષણ કેવી રીતે કર્યું ? તેતલિપુત્ર પ્રધાનને એકાંતમાં બોલાવી પદ્માવતી રાણીએ કહ્યું કે, “મારા ઉદરમાં રહેલા આ એક પુત્રનું તમારે કોઈ પ્રકારે રક્ષણ કર્યું. તમારા અને મારા બંને માટે આ આશ્વાસ રાખે થશે, પરિણામ સુંદર જાણકાર એવા મંત્રીએ તે વાત કબૂa કરી. દેવની અનુકૂળતાથી વ્યાપાર-વિસ્તારની સમાનતા ચગે તેતલિમંત્રીની પ્રાથપ્રિયાને પણ તે સમયે ગભર ઉત્પન્ન થયે. તે બંનેને સમાન સમયે જ પ્રસૂતિ થઈ અને પિફ્રિલાએ પુત્રને જન્મ આપે. પ્રધાને બંનેના ગર્ભને સંચાર કરાવ્યું અને પુત્રને પિતાને ત્યાં લાવ્યા. ચિંતામણિની જેમ હમેશા પિટ્ટિલા પણ તેનું પાલનપિાષાણ કરી વૃદ્ધિ પમાડે છે. કનકધ્વજ નામ સ્થાપન કર્યું અને સમગ્ર કળાનો પાર પામ્યો. પુયપ્રભાવ, પુરુષાર્થ, મહિમા-પ્રમાણ, બુદ્ધિ-પ્રભાવ વૃદ્ધિ પામતા હોય, તેવાને શું અસાધ્ય હોય? કઈક સમયે ઉગ્ર દુર્ભાગ્યથી દુષિત થએલી પિદિલા એવી તેને મનથી અણગમતી થવાથી ડગલે-પગલે પતિથી પરાભવ પામતી હતી. એક વખત પત્નીનું ગૌરવ થયું હોય, તેવી પત્નીનું જે અપમાન થાય, તે તે સ્ત્રીઓને મહાદુઃખ થાય છે, છતી આંખ હોય તેને ઉખેડી નાખવામાં આવે, તે તેને જે દુઃખ થાય છે, પરંતુ જન્મથી અંધ હોય, તેમને તેટલું દુઃખ થતું નથી. પતિના વિયોગનું દુઃખ પામેલી સાધવીજીઓને પૂછવા લાગી કે, જલદી તેવો ઓષધિ, મંત્ર-તંત્રને ઉપાય અતા, જેથી હું પતિને ઈષ્ટ બનું. ત્યારે તેઓએ કહ્યું કે, “હે ભદ્ર! અમને તેવું કહેવું કપતું નથી. અમે એટલું કહી શકીએ કે, ધર્મ કરવાથી જીવ નક્કી સુખી થાય છે. ત્યારપછી સ્થિરમતિવાળી સાવીએ તેને વિસ્તારથી જિનધર્મ સમજાવ્યો. ખટાશને પાશ આપેલ વસમાં જેમ રંગ સારી રીતે લાગી જાય, તેમ સાથીના સંગથી પરિથત થએલ ધમ સાંગોપાંગ તેને પરિણમે. હરખ-સંતપ્ત થએલા જગતમાં ધર્મમાં કામ કરે છે. જેમ તીવ્ર વ્યાધિથી પરેશાન પામેલા દિવ્ય ઔષધની ઈચ્છા રાખે, તેમ પિટ્ટિા પણ સંવેગ અને વિવેકના આવેગથી ધર્મમાં 8 ચિત્તવાળી થએલી નિરવઘ પ્રવ્રયા લેવા તૈયાર થઈ અને એકાંતમાં મંત્રીને વિનંતી કરી કે, “હે નાથ ! આ ખારા સમુદ્ર સરખા સંસારમાં ભયંકર દુઃખરૂપ લહરીઓમાં તણાતી એવી મને અહીં કુશલ કણિયો પણ પ્રાપ્ત થતો નથી. તો છે સ્વામી! હવે હું ભવના ભયથી કંપી ઉઠી છું. મારું મન હવે સંસાર તફથી ઉતરી ગયું છે. તે જે આપ રજા આપે, તે પ્રત્રજ્યા સ્વીકારું.” આ વાત સાંભળીને તેણે કહ્યું કે, “હે સુંદગી ! તું પ્રવજ્યાને ઉદ્યમ કરીને દેવ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy