SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ & પ્રકારની કથા [ ૩૬૯ ] છતાં, તૃણા હિત સજજનેમાં પ્રથમતા, ક્રોધ, ચી, બાલકને ઘાત કરનાર હોવા છતાં અવસ્થામાં અગ્રેસરતા, બ્રાહ્મણના દુખે તપી શકાય તેવા તપથી પ્રાપ્ત કરાય તેવા વિલાસને નિત્ય નમસ્કાર થાઓ.” તે હવે આજ તરવાથી મારી જાતે જ મારા આત્માને હણ નાખું અથવા આ ઉદબટ તીક્ષણ ભાલા વિષે ભેંકાઈને મૃત્યુ પામું , અથવા ભ્રગુપાત કરું? આવા પ્રકારના પિતાની કલ્પનાના વિતક કરવાથી સર્યું, તે હવે નિશ્ચલ અને સમર્થ એવા સુંદર ધર્મના મર્મને કહેનારા મહામુનિઓને પૂછું. એમ વિચારી વનમાં સાધુની તપાસ કરતા ત્યા સંગ વગરના મનહર કાઉસગ્ય દયાનમાં રહેલાં સાધુની પાસે જઇને પોતે કરેલા પાપનો પ્રતિકાર પૂછે છે. (૨૫) કે, “હે સ્વામી ! શું હું પાપથી ભણતા એવા મા એકલા આત્માને મારી નાખું ?' એટલે કાઉસગ્ન પારીને તેને મુનિ કહે છે કે-“અરે! આ પ્રમાણે આત્મવધ કરવાનું છઠું પાપ કરવું યુક્ત નથી. મેલું વસ મેશથી મિશ્રિત કરલા જળ વડે ધોવાથી શુદ્ધ થતું નથી. ઘીથી ભરપૂર પૂણે અન્ન ભોજન કરવાથી અજીર્ણ ક્ષય થાય ખરો? વાયુ હિત લંઘન આદિ કરવાથી તે અજીનો નક્કી ક્ષય થાય છે. કોઈના પ્રાણનો નાશ કરવાથી ઉપાર્જન કરેલ પાપ, પ્રાણિવકની વિતિ-પચ્ચકખાણ કરવાથી થાય છે. જ્યારે તે. વિતિ પણ નિરવ સંયમના ઉદ્યમવાળાને સિદ્ધ થાય છે. લાખો માં એકઠાં કરેલાં પાપ સમૂહને નાશ કરવામાં સમર્થ શિવસુખ-વૃક્ષના કંદ સમાન એવી જિનેશ્વરે કહેલી આ દીક્ષા છે. તે મુનિના વચનની સાથે જ તેણે દીક્ષા અંગીકાર કરી અને બીજા વડે દુખે કરી આચરી શકાય, તે આકરા અપવાદ-છૂટ-છાટ વગરના અભિગ્રહ સ્વીકાર્યું. “જે દિવસે આ મહાપાપ કોઈ પ્રકારે મારા મરણમાં આવી જાય, તો તે દિવસે અશનાદિક ચાર પ્રકારનો આહાર મારે ન ગ્રહણ કર.” જયાં સુધી લોકોનાં વચનોથી આ મારું પાપ ન ભૂંસાય ત્યાં સુધી આ કુશસ્થલ છેડીને બીજે સ્થળે હું વિચારીશ નહિ. “આ નગરમાં નગર કે મારી નિંદા કરતા અને મને પાપીને મુઠ્ઠી, લાકડી, ડેફાં મારીને મને હશે, એટલે મારું પાપકર્મ ભય પામશે, એમ વિચારી તે જ નગરમાં પામરાવડે હણાતે વિચાર છે. વળી લોકો તેને સંભળાવે છે કે, “હે પાપી ! આવાં ઘોર પાપ કરીને વળી તું સાધુ કેવી રીતે થશે? દુસહ બાવીશ પરિષહેને સહન કરતે હતે. વળી ઉપસાગસમૂહના સંસર્ગથી ઉગ્ર ધ્યાનારસમાં એકાગ્ર બન્યો, વળી લોકો તેને સંભળાવતા હતા કે, “તું અહિ કયાંથી આવ્યા,” ચાલ અહીંથી બહાર નીકળ. અહીંથી તને કંઈ મલવાનું નથી, “હે પ્રિયા અને શિક્ષા ન આપીશ, અથવા તે માત્ર એક શિક્ષાને ટૂકડો આ૫,” આ પ્રમાણે દરેક ઘર કઠોર અને તિરસ્કારના વચન સંભળાવીને કાઢી મૂકાત તે સાધુ કમને નિમૅલ કરવા માટે ભિક્ષા માટે બ્રમણ કરે છે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy