SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ [ 358 ] પ્રા. ઉપદેશમાવાનો ગુજરાતવાદ ગ્રહણ કરીને રાત્રે ચોક-ચૌટામાં સૂર્યોદયના કાળ સુધી કાઉસગની પ્રતિમા ધારણું કરીને રહેતો હતો. અતિનિષ્કપ કાયાવાળ, વજની ખાણના હીરના સારભૂત રસ્તંભ સ, નિયમના નિવહરૂપ શોભાવડે કરીને જે ક્રીડા પર્વતની જેમ શોભતો હતે. સૌધર્મ ઈન્દ્ર મહારાજાએ કરેલી તેની દઢતાની પ્રશંસાને સહન ન કરતે એ કઈક દેવ એક વખત કાઉસ્સગ્નમાં રહેલા તેને પ્રતિજ્ઞાથી ચલાયમાન કરવા માટે ત્યાં આવી પહો . ઉચા કરેલ શું ડાડવાળા, ભયંકર કુંભસ્થળયુક્ત, અંજની પર્વત સરખો, વિશાળ કાયાવાળે બીહામ હાથી વિમુને તે દેવ કહેવા લાગ્યા (25) કે, “અરે! અહિંથી દૂર ખસી જા, આ મારું સ્થાન છે અને હું અહિં જ વાસ કરીશ, હું દેવતા હોવા છતાં કેમળ વચનથી તને કહું છું માટે દુઃખ ન ધારણ કરીશ. નહિંતર હાથીને બાંધવા માટેના મોટાં વૃક્ષની જેમ જલ્દી મધ્યમાંથી તને ભાંગી નાખીશ.” એ પ્રમાણે બે ત્રણ ચાર વખત કહ્યું, પરંતુ તે કંઈ પણ જવાબ આપતે નથી, એટલે સૂંઢથી ઉચકીને દૂર ફેંકા અને દાંતરૂપ મુશળથી તેને ભેદવા લાગે. તે મહાસત્ત્વવાળો કામદેવ શ્રાવક અતિવિપુલ ઉજજવલ વેદના સહન કરતે હતું, જે પ્રમાણે પડ્યો તે જ પ્રમાણે ચેષ્ટા વગરને જાણે થાંભલો હોય તેવો જ રહ્યો. ત્યારપછી એકદમ કાળી કાંતિવાળે, વિકરાળ કાયાવાળે, ઈન્દ્રના ભુજાદંડ સરખે સર્ષ બનીને તે તે જ પ્રમાણે કહેવા લાગ્યો. તેને પણ ઉત્તર આપતા નથી, એટલે તેના શરીર પર સર્વે સખત જોરદાર ભરડો લીધે અને શરીરની પીડા કરવા લાગ્યો. વળી મસ્તક પર ડંખ દીધો. તે સર્ષના ઉપદ્રવથી પણ તે પિતાના સવથી ચલાયમાન ન થશે, ત્યારે તે દેવે ક્રૂરતા દેખાય તેવા ભયંકર મુખવાળ ભયંકર રાક્ષસ વિતુર્થે. તે કે તે અગ્નિજવાલા સરખા ભયંકર કેશાવાળે, ખરબચડા અતિ કાળા કુંભના. કાંઠા સરખા ભયંકર કપાળવાળા બીહામણી ડેકવાળા, પ્રેતાધિય-યમરાજાના પાડાના સંગવાળી રચનાથી ભયંકર ભુજાવાળા, ચીબી પ્રગટ પિલાણવાળી નાસિકાથી યુક્ત, ગોળાકાર પીળી તારાવાળા નયનથી યુકત, ઉંટ સખા ઘણા લાંબા હેઠવાળા, અતિલાંબા દાંતરૂપ કહાળાવાળા, અતિચપળ જવાલાની શ્રેણીથી ભયંકર વિજળીના તંતુ. સરખી ચપળ જિલ્લાવાળા, સતત વહેતા રુષિર-પ્રવાહથી કાદવ કરતે, કઠોર ખુલા મોટા ભાલા-બરછીવાળા, ટોપરા અને ખર્ષ સમાન કણવાળો, લાંબી કંધા-યષ્ટિ ઉપર રહેલ બેડોળ સુકા તું બડા સમાન મસ્તકવાળા, અતિપ્રગટ અલ્પ અવકાશમાં સંદડાઈને રહેલા માત્ર હાડકાના સમૂહમય હદયવાળો, એક સરખા નહિં પણ વિષમ અવ્યવસ્થિત માંસ વગરના સુકલકડી સરખા ભયંકર હતવાળા, પીઠભાગના હાડકાંમાં પ્રવેશ કરેલ તુચ્છ જેને ઉદરભાગ ખાલી છે, જેને કટીબાગ પાળે છે, જેને સાથળ તેમજ જંઘાયુગલ શ્મશાનમાં રહેલાં હાડકા તેમજ ઠુંઠા સમાન દુર્બલ છે, અતિચપડ અને ટીપેલા આકાર સરખા પ્રમાણ રહિત અગ્રપદવાળા, અતિપ્રગટ શુષ્ક ઉત્કટ નથી બંધાએલા હાડકા માત્ર શરીરવાળા, બાળળિયા અને કાચડાવું "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy