SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ કમલામેલા-સાગરચંદ્રની કથા [ 355 ) તેઓએ કૃષ્ણને પ્રણામ કર્યા. ઓળખ્યા એટલે કૃષ્ણજી વિલખા થઈ શિખામણ આપતા કહેવા લાગ્યા કે, " અરે ! દુદન્ત અતિદુષ્ટ ધીઠા અયોગ્ય ચેષ્ટા કરના ! અરે આવા સેવકજન સરખા નભસેનને છેતરામણ કરવાનો આ કે તારા પ્રપંચ છે ? તે હવે મારે તને આજે કઈ શિક્ષા કરવી? અરે ! જે કદાચ મારો પુત્ર આ અન્યાય માગ છે, તે હું નક્કી તેને પણ નગરમાંથી તગડી મૂકું.” આમ કુમાર પરિવારને કહ્યું, એટલે સમગ્ર કુમાર-પરિવારવાળા શબ કુછના ચરણમાં પડી “ફરી આવું નહિ કીએ.” એમ કહી ક્ષમા માગે છે. વજનેએ તેને સારી રીતે ઉઠાડ્યો. હજુ કુછ ઉદ્દભટ ભૂકુટી કરીને કપાળનો દેખાવ ભયંકર કરતા નથી, એટલામાં પ્રદ્યુમને વિનંતિ કરી તેની પીઠ પર હાથ થા , દરેકને અંગરાગ પડયો. જેમ તરુણીઓ સાથે વૃદ્ધોનું આલિંગન, સજનાનો રોષ અને દુર્જનોને સદભાવ લાંબા સમય સુધી હેત નથી અને સફળ થત નથી. ત્યારપછી કૃષ્ણએ પણ નભસેનને પોતાની કન્યા જાતે આપી, તથા નભસેનને ઘણા દાન-ન્માનથી સમજાવ્યા છતાં પણ સાગરચંદ્ર ઉ૫રનું વેર છોડતો નથી. તેને અપરાધ ખોળે છે, પરંતુ તેને ન પહેાંચી શકતે અભિમાનનો દેખાવ કરીને હેતે હતે. છે જ્યાં સુધી પકારનો ઉપકાર કરવાનું અને વેરીનું વેર વાળવાનું કાર્ય પૂર્ણ ન થાય, ત્યાં સુધી દુજન દેવ ! મને અહીંથી લઈ જઈશ નહિં.” જયારે શત્રુ ઉપર અપકાર કરવાને, મિત્ર ઉપર ઉપકાર કરવાને અને બધુવને સત્કારવાને અવસર પ્રાપ્ત થયા હોય અને તેને અનુસાર જે અપકાર, ઉપકાર કે સરકાર કરતા નથી, તેવા માણસના જીવનથી થયું'.” સાગરચન્દ્રકુમાર કમલા મેલાને ઘણુ વલલભ હતા. તે કુમારે નેમિનાથ ભગવંત પાસે શ્રાવકપણાનાં અણુવ્રતોને સવીકાર કર્યો. અતિવિશગ્યથી સ્મશાનમાં નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થાપન કરીને તે પ કુમારે કારાગમાં ઉભા રહેવાની પ્રતિમારૂપ અભિગ્રહ ધારણ કર્યો. કમલામેલાનું અપહરણ કરેલ, તે વૈર ચારગચંદ્ર ઉપર રહેલું હતું, તેના છિદ્રો ખોળનાર નભસેનને પ્રાપ્ત થયું. રાત્રે જ્યારે સાગરચંદ્ર એકાંતમાં એકલા કાઉસ્સગ ધ્યાનમાં રહેલા હતા, ત્યારે તેણે તેને કહ્યું કે, હે પાપી! આજે તું મને બરાબર પ્રાપ્ત થયા છે, કહે કે, તું કયાં જાય છે? કમલામેલા મારી પત્નીના કામુક બનવાનું ફળ લેતો જા.” એમ કહી હાંડલીના કાંઠાને મસ્તકે સ્થાપન કરી, તેમાં ધગધગતા લાલાળ અંગારા ભર્યા. તેવા અગ્નિથી થતી વેદનાને તે સારી રીતે સમતાપૂર્વક સહન કરતું હતું અને મનમાં એમ વિચારતો હતો કે, “હે જીવ! તે આ કમ આ લાકમાં અહિં જ કરેલું છે, માટે તેને અહિં જ ભોગવી લે. મનમાં જરાપણ કોપ કરીશ નહિ, આ તારો જ મહાઅપરાધ છે કે, તે વગર અપરાધીના ઉપર અપરાધ કર્યો હતો. તે જ્યારે પિતાના અપરાધને બદલો લે છે, તેમાં તે અકાર્યકારી કેવી રીતે ગણાય? "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy