SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિ સુકુમાલની કથા [ ૨૯૯ રોગ ચાલ્યા જાય છે ? (૫૦) ભવ-વ્યાધિ મટાડવા માટે ધર્મનું ઔષધ મહાનમનહર છે. શેકાદિક કુદોષને દૂર કરવામાં ધર્મ ઉત્તમ મંત્ર છે. બે પ્રહર માત્ર દીક્ષા પાલન કરનાર તમારે પુત્ર ધર્મના પ્રભાવથી તે નલિની – ગુમ વિમાનમાં મોટો દેવ થયા. આ પ્રમાણે ધમાં દેશના શ્રવણ કરીને સુંદર પ્રશસ્ત મતિવાળી સાર્થવાહી ભાવથી વૈરાગ્યવાળી બની. વહુઓ સહિત ઘરથી નીકળી તત જ દીક્ષા અંગીકાર કરી. વહુઓમાંથી એક વહુ ગર્ભવતી હતી, તેણે દીક્ષા ન લીધી. તેને ગૃહવાસમાં રોકી, તેણે સમય થયે, ત્યારે સુંદર પુત્રને જન્મ આપ્યો. રોહણાચલની ખાણમાંથી હીરે હાય તેવા પુત્રરત્નને જન્મ આપ્યો. જેમ વન ઝાડીમાં આમ્રવૃક્ષ વૃદ્ધિ પામે, તેમ દરરોજ આ બાળક વૃદ્ધિ પામવા લાગ્યા પોતાના પિતાનું ચરિત્ર સાંભળીને ચિત્તમાં ચમત્કાર હર્ષ પામ્યા. તે વન-પ્રદેશમાં પિતાના પિતાની મૂર્તિ સારી રીતે ઘડાવીને તૈયાર કરાવી, સારા મુહુતે તેની સ્થાપના કરાવી. પાદપપગમ અનશન કરેલ હોય અને બાળક સહિત શિયાળ તેના શરીરનું ભક્ષણ કરતી હોય, તેવી મૂર્તિ ભરાવી. તેના ઉપર મનહર શિખરવાળું ઉંચું દેવળ કરાવ્યું. ત્યાં આગળ નિવેદ્ય ધરાવવાં, પૂજા કરવી, મહેસવ, નૃત્ય વગેરે દરરોજ કરાવે છે. કાલક્રમે તે તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું, હવે કે તેને મહાકાલ તીર્થ તરીકે આજે પણ ઓળખે છે. આજે પણ મુનિ અને શિયાળ બચ્ચાં સાથે વિદ્યમાન છે. (૫૭) અતિ સુકમાલ સધિ પૂર્ણ થઈ. હવે ગાથાને અર્થે વિચારીએ, તેમાં ગાથાના પૂર્વાર્ધને અર્થ પ્રગટ છે, પરંતુ ગાથામાં “ઉદ્ધોસ” શબ્દ દેશી શબ્દ છે. તે શબ્દનો અર્થ એ થાય છે કે – આવું આકરું દુઃખ દેખીને બીજાનું શરીર કંપી જાય છે. રુંવાડા ખડાં થઈ જાય તેવા અર્થને કહેનાર આ શબદ છે. ઉત્તરાર્ધમાં તો આત્મશબ્દને અર્થ બહિરાત્મા શરીર અર્થ લે. અંતરાત્માને ત્યાગ કરે અશકય હોવાથી. તેથી કરીને આત્માને શરીરને કથામાં જણાવ્યા પ્રમાણે ત્યાગ કરે છે, તે પણ આશ્ચર્ય છે. બીજુ અહિં તેમને ભોગની અભિલાષા હોવાથી દિક્ષા ગ્રહણ કરનાર માટે તે ઔપચારિકી મહર્ષિતા જણાવેલી છે. કાઉસગ્ય કરેલ સૂકોશલ મુનિને વ્યાઘી ભક્ષણ કરી ગઈ, તેને મહર્ષિ કશા સમાન અહીં તે સમાનતા સમજવી. (૮૮) અથવા તે જે આશ્ચર્ય કહ્યું છે, તે પણ નહિં, કારણ કે ૩છઠ–શરીર-ધા, અનો ની સીરમ . धम्मरस कारणे सुविहिया सरीरं पिछडुति ॥ ८९ ॥ एगदिवसं पि जीवो, पव्वज्जमुवागओं अनन्नमणो । जइ वि न पावइ मुक्खं, अवरस वेमाणिओ होइ ।। ९० ॥ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy