SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮૨ ] પ્રા. ઉપદેશમાલાનો ગૂજનવાદ “આયુષ્ય વાયુથી ઉડતા રૂ માફક ચંચળ છે, લક્ષમી એ તે નાશ પામવાના સ્વભાવવાળી પ્રસિદ્ધ છે, યાવન તરુણ ના મન-તર તેમજ સુભગ કટાક્ષ માફક નાશ પામવાના સ્વભાવવાળું છે. વળી આ કાયામાં રોગના વેગ પર્વત પરથી વહેતી -નદીના પ્રવાહ માફક અટકતા નથી. સાંજે એક વૃક્ષ પર જુદી જુદી દિશાઓમાંથી આવી પક્ષીઓ ત્રિ-વાસ કરે છે અને સવારે જુદી જુદી દિશામાં વિખુટા પડે જાય છે, તેમ વજને આ ભવમાં જુદા જુદા સંબંધવાળા થાય છે અને આયુષ્ય પૂર્ણ થાય એટલે જુદી જુદી ગતિમાં પોતાના કર્માનુસાર ચાલ્યા જાય છે.” - “સનેહવાળા પ્રિયજને ઉપરને સ્નેહ વિજળીની માળા-હાર માફક ક્ષણવારમાં અદેશય થાય છે. (૬) આ વિરસ સંસારમાં પ્રવ્રયા કરવાને ઉદ્યમ કર જોઈ. પાંચ કસાઈખાનાની પ્રચુરતાવાળા ઘર-વાસમાં ધર્મ કેવી રીતે બની શકેકહેવું છે કે-“ખાણિયો, ઘંટી, ચૂલો, પાણિયા, સાવરણ આ પાંચ ગૃહસ્થની હિંસાના માટી સાધન છે. તેથી ગૃહસ્થ વર્ગમાં જઈ શકતો નથી.” એમ વિચારીને પિતાના જ્ઞાતિજને, મિત્રો, અને સનેહીવર્ગને આમંત્રણ આપી બોલાવી, ભેજન, ભૂષ, વાદિક આપીને તેમને સત્કાર કર્યો. ભોજન કર્યા પછી તબેલ વગેરે પોતે આપીને, પિતાના પુત્રને પિતાના કુળને વડે પિતે સ્થાપન કર્યો. એક કાષ્ટમય પાત્ર તૈયાર કરાવીને ઘર, ધાન્ય, ધન વગે ને ત્યાગ કરીને તાપસની પાસે પ્રાણામિત નામની દીક્ષા ગ્રહણ કરી. ઉચે છે, ઉંચું દેખીને પ્રણામ કરે, નહિંતર સૂર્ય, ચંદ્ર, છંદ, ઈન્દ્રાદિક બીજાને, અથવા શ્વાન, પાડા, ગધેડા વગેરેને પ્રણામ કરવા. - જીવન-પર્યન્ત પા સિવાય અરમ તપ કરીને પારણું કરતો હતો. કાષ્ઠના ભિક્ષાપાત્રમાં જે શિક્ષા પ્રાપ્ત થતી હતી, તેના ચાર ભાગ પાડી, કરુણાથી તેના ત્રા, ભાગ જળચર, સ્થલચર અને ખેચર જાનવરોને આપીને બાકી રહેલા એક ભાગ ભિક્ષાને ૨૧ વખત જળથી જોઈને તે તાપસ ભોજન કરતા હતા. એ પ્રમાણે ૬૦ હજાર વર્ષ સુધી તીવ્ર તપ અને ચરણ કરીને, દરેકને પ્રણામ કરવાની પ્રાણામિ દીક્ષા અખંડ પાળીને તે ચિંતવવા લાગ્યો કે “આ મારું શરીર માંસ અને તે વગરનું થઈ ગયું છે, હજુ પણ આવા નિર્બળ દેહથી ધમનો ઉદ્યમ કરવા સમય થઈ શકું છું, તે બે પગ ઉપર અહર બેસીને પરાક્રની સાધના કરુ” એમ કરીને ઈશાન દિશામાં અનશન કરીને સમાધિથી રહ્યો. આ સમયે બલી ઈન્દ્રની રાજધાની નાથ વગરની હતી, ત્યારે બલિને પરિવાર પિતાના સ્વામી થવા માટે કઈકની શોધ કરતા હતા, ત્યારે અનશનવિધિ પૂર્વક અને કષ્ટકારી અgષ્ઠાન કરીને પહેલા તે તાપસને દેખ્યા, એટલે તેની આગળ પ્રણામ કરીને તેમની સન્મુખ નાટચ-મહોત્સવ આરંથો, પુ૫, વિલેપન આદિકની પૂજાથી સરકાર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy