SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૮૦ ] પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ દુનિીત શિષ્યોના દોષો જણાવે છે– સ્ત-થાંભલા માફક કોઇને ન નમનારોઅભિમાની, પારકાના છિદ્રો- દે ળનારા, બીજાના અવર્ણવાદ બોલનાર, ગુરુની આજ્ઞા પ્રમાણે નહિં, પણ પિતાની સ્વેચ્છાથી વર્તનાર વચ્છેદી, ચપળ હવભાવવાળા, સ્થિરતા વગરના, વ-ગુરુ સમક્ષ ઉદ્ધતાઈથી જવાબ આપનાર અને વાત-વાતમાં ક્રોધ કરવાના સ્વભાવવાળા શિષ્ય ગુરુના મનને ઉદ્વેગ કરાવનાર થાય છે. જે શિષ્યને પિતાના ગુરુ ઉપર બાહ્ય કે અત્યંતર ભક્તિ નથી, હદયથી બહુમાન નથી, આ મારા ઉપકારી પૂજ્ય ભવસમુદ્રથી તારનાર છે– એવી ગૌરવ-બુદ્ધિ નથી, અકાય આચરણ કરતાં ગુરુને ભય રાખતા નથી, લજજા નથી, નેહ નથી, તેવા શિષ્યને ગુરુકુળવાસ સેવન કરવાથી કયે લાભ થવાને છે? જેને હિત-પ્રેરણા કરવામાં આવે, તે રોષ કરે, કંઈક કહે, તે મનમાં ક્રોધ ધારણ કરે, ગુરુના કોઈ કાર્યમાં કામ લાગતો નથી, તે શિષ્ય ગુરુને આલ–શિષ્ય તરીકે ગણતરીમાં આવતું નથી. શિક્ષાને અયોગ્ય હોવાથી તે શિષ્ય નથી. શિક્ષા ગ્રહણ કરે, તે શિષ્ય કહેવાય. અનુશાસનને પાગ્ય ન હોય, તે શિષ્ય નથી. (૭૪-૭૫-૭૬) હવે ચાલુ અધિકાર કહે છે– દુર્જન શિવે ઉદ્વેગ પમાડે, ગુરુ કંઈક સૂચન કર કે દોષ જણાવે, તે પશુન્ય કરે, અપમાન-તિરસ્કાર કરે, વગર સંબંધનું બીનજરૂરી વચને બોલ બે કર્યા કરે, કઠોર વચન માલે, તો પણ કેષાદિક કષાયોને જિતનાર સુવિહિત-ગીતાર્થ” ગુરુએ-મુનિએનો મુખશગ-છાયા બદલાતી નથી. સામા કયાયાધીન કમ પરતંત્ર આત્મા તરફ ભાવાનુકંપા કરે છે. (૭૭) તથા माणंसिणो वि अवमाण-चंचणा ते परस्स न करंति । सुह-दुक्खुग्गिरणथं, साहू उयहि व्य गंभीरा ।। ७८ ।। मउआ निहुअ-सहावा, हास-दव-विवज्जिया विगह-मुक्का । असमंजसमइबहुअं, न भणंति अपुच्छिा साहू ॥ ७९ ॥ महुरं निउणं थोवं, कज्जावडियं अगव्वियमतुच्छं । पुब्धि मइ-संकलियं, भणंति जं धम्म-संजुत्तं ॥ ८० ।। सहि वाससइस्सा, तिसत्त-खुत्तो दयेण धोएण । अणुचिणं तामलिणा, अन्नाणतत्रु ति अपफलो ॥ ८१ ।। અક્કડ મનુષ્યને ખભે ઉંચા રહે છે, તેવા અભિમાની શત્રુઓનું પણ તે સુવિહિત સાધુ અપમાન વંચના કરતા નથી. સાધુઓને પ્રિય કે અપ્રિય વચને બાલવાં. તે ચિત્યનું ઉલંધન થતું હોવાથી બોલતા નથી. જેઓ મીઠાં કે કડવાં "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy