SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭૮ ]. પ્રા. ઉપદેશમાલાને નવાઇ બહાર કરેલું હોય, તેવાને અહિં તે કયાંય સ્થાન ન મળે, પરંતુ કદાચિત્ દેવલોકમાં જન્મ થાય, તે પણ દેવસભામાં પ્રવેશ કરવાનો અધિકાર મળતો નથી. કિબ્લિષિકાદિ દેવ હલકી જાતિના હોવાથી તેમને સભા-પ્રવેશ મળતો નથી. પિતાના દોષના કારણે પરલોકમાં પણ શુભ સ્થાન પામી શકતું નથી. અહિં ગાથામાં કુલ કહે છે, “એક આચાર્યની સંતતિમાં જેઓ હય, તે કુલ કહેવાય, બે કુલને પરસ્પર વ્યવહાર-સાપેક્ષતા હોય, તે ગણ કહેવાય. સાધુ, સાડવી, શ્રાવક, શ્રાવિકાને સમુદાય તે સંઘ કહેવાય. આ પ્રમાણે કુલ, ગણ અને સંઘનું લક્ષણ જાણવું. (૭૦) અહિં સુધી માત્સર્ય-ઈર્ષાથી દે ન હોવા છતાં તેને ગ્રહણ કરનારના દે જણાવ્યા. હવે વિદ્યમાન દેને ગ્રહણ કરનારને જણાવે છે– કેટલાક લેક-પ્રસિદ્ધ એવા ચેરી, પારદારિક વગેરે લકવર્જિત (નિઘ) આચરણ કરે છે, ત્યારે તે અપરાધી. હેવાથી વધ, બંધન આદિથી દુઃખી થાય છે. જે વળી તેવાની લોકો સમક્ષ નિંદા કરે છે, તે બીજાના સંકટના કારણે દુઃખી થઈને નિષ્ફલ બળતરા કરે છે, પેટ ચોળીને શૂલ ઉત્પન્ન કરનાર થાય છે. બીજાની નિંદા કરીને વગર લે-વે પાપ બાંધનાર થાય છે. (૭૧) હવે આવા પ્રકારના બીજાના દોષહેતુતાને કહે છે-તપ, સંયમ, સ્વાધ્યાયાદિમાં સારી રીતે ઉદ્યમ કરનાર એવા સાધુને અહિં જણાવીશું, તે પાંચ દોષ મુનિગુણરહિત કરનાર થાય છે. “આત્મહુતિ. પારકી નિન્દા, રસનેન્દ્રિયની લુપતા, પુરુષ– સ્ત્રીની સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ, ક્રોધાદિક કષાયો. આ પાંચમાંથી એક એક દોષ હોય, તે પણ મુનિ પણું હારી જાય, તે પચે દોષ સાથે હોય તે કર્યો અનર્થ બાકી રહે?” (૭૨). જે તું ગૌરવ ઈચ્છતો હેય-મોટાઈ પામવી હોય, તે તું જાતે તારા પિતાના ગુણેને પ્રકાશિત કર. તારામાં ગુણ હશે, તો લોક ગુણની આપોઆપ પ્રશંસા કરશે જ. “હીરા મુખસે ન વદે, લાખ હમારા મોલ. પિતાના ગુણને પ્રકાશિત કરનાર જૂ લઘુતાને પામી.” યોગાભ્યાસ સંબંધી વિશેષ વાસિત થએલ બુદ્ધિવાળા મીમાંસકમતના આગેવાનને આત્મહુતિ કરવાનું કહેવા છતાં પણ તેમણે વસ્તુતિ ગ્રંથમાં ન કરી, એમ માનીને કે, “હું બુદ્ધિવાળો છું-એવી મિથ્યા અભિમાન સ્વરૂપ પિતાની પ્રશંસા પિતે કરવી, તે પિતાની લઘુતા કરાવનાર છઠું મહાપાતક છે.” જેને પારકા દો જ માત્ર બોલવાને સ્વભાવ પડે છે, તેઓ સર્વ તરફથી આ મત્સરી-ઈર્ષાળુ છે.” તેવું બિરુદ પ્રાપ્ત કરે છે, તે કદાચ છતા દોષ બેલે, તે પણ તેના કહેવા દેષમાં સંદેહ થાય છે. લોકો બીજાના દેશો કે ગુણે એક-બીજાના હસ્તથી રહણ કરે છે, તે પિતાને પોતેજ દોષવાળો કે ગુણવાળો કરે છે. “હે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy