SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૮ ] પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ કરાવવા માટે, પિતાની અશકવનિકામાં લઈ જઈ ધનુષ દંડ ઉપર બાણ આરોપs કરી આમ્રફલની ટ્યુબ ઉપર બાણ ચટાડયું. તેની પાછળ બીજી બાણ ચટાડવું, એમ પોતે દૂર રહેલ હતો, ત્યાં સુધી બાણ પાછળ બાણની શ્રેણી લંબાવી. છેક પિતાના હાથ સુધી બાણેની શ્રેણી એક પછી એક એમ ધનુષ્યથી ફેંકી ફંકી ચેટિા. પછી અર્ધચંદ્રાકાર બાણથી લૅબ છેદીને ધીમે ધીમે બાણે ખેંચી ખેંચી લંબ લાવી કેશાને આપી. ત્યારે કોશા હથિકને કહેવા લાગી કે, “જેણે આ કળા શીખેલી હોય, તેને કશું દુષ્કર નથી. અહિં કોશાએ રથિકને એક અપૂર્વ નૃત્ય બતાવ્યું. સરસવના ઢગલા ઉપર પુપની પાંખડીઓ આચ્છાદિત કરી ટોચ ઉપર સેય રાખી. તેના અગ્ર ભાગ પર એક પગ સ્થાપન કરી ફરતાં ફરતાં એવું શાસ્ત્રીય નૃત્ય કર્યું કે, સરસવના ઢગલા પરની પુપોની પાંખડી પણ પિતાના સ્થાન પરથી ખસી નહિં. સોયના મસ્તક પરથી પગ ઉપાડીને રથિકને કહ્યું કે, “અરે ગુણ ઉપર તને મત્સર-ઈષ્ય કેમ થાય છે?' તેને જ મનમાં સ્મરણ કરતી કોશાએ પણ તેને એક સુભાષિત સંભળાવ્યું – “આંબાન લંબ તેડી એ દુષ્કર કાર્ય નથી, સરસવના ઢગલા પર અભ્યાસ કરી નૃત્ય કરવું, તે પણ દુષ્કર નથી, ખરેખર તે મહાનુભાવે પ્રમદાના વનમાં વાસ કરવા છતાં પિતાનું ત્રિકરણ યોગવાળું મુનિપણું ટકાવ્યું, તે મહાદુષ્કર આશ્ચર્યકારી કાર્ય છે.” કામદેવના ગર્વને ખલના પામ્યા વગર મર્દન કરીને જયપતાકા પ્રાપ્ત કરનાર એવા સ્થૂલભદ્રને ત્રણે કાળ વારંવાર નમસ્કાર થાઓ. મારા સંસર્ગરૂપ અગ્નિ વડે સુવર્ણ માફક ત્યારે તેઓ અતિ ઉછળતા ઘણા તેજવાળા થયા, તે સ્થૂલભદ્ર મુનિ જયવંતા વર્તો. આ કેશા તે રથકારને હર્ષથી તેની કથા કહેતી હતી, તેના ચારિત્રશી પ્રભાવિત થએલો તે પણ શ્રાવક થયો. કોઈ સમયે સ્થૂલભદ્ર મુનિ વંદન કરાવવા માટે સ્વજનને ઘરે ગયા, દેશાન્તરમાં ગએલા દરિદ્ર બ્રાહ્મણની પત્નીને કરુથાથી કહ્યું કે- “અહિ આવું, ત્યાં તેવું હતું, દેખ, તે કેવું થઈ ગયું ?” એમ બેલીને ગયા પછી પતિ ઘરે આવ્યા, ત્યારે બ્રાહ્મણ પનીને પૂછયું કે, “તે ભાઈએ મને કંઈ આપ્યું છે કે અથવા કંઈ કહી ગયા છે ખરા?” ત્યારે પત્નીએ કહ્યું કે, “આપ્યું તે કંઈ નથી, પરંતુ જે કહી ગયા છે, તે કહું છું. પત્નીએ તે સ્થાન બતાવ્યું, એટલે ચતુર પતિએ તે સ્થાન ખોદાવીને અંદરથી નિધાન બહાર કાઢયું અને હર્ષથી તેને ભગવટો કરવા લાગ્યા. મુનિ માટે આ પ્રમાદસ્થાન છે. હવે કોઈ વખત બાર વર્ષવાળ મહાકૂર દુષ્કાળ પડયે, તે કારણે સર્વ સાધુસમુદાય ગમે ત્યાં ચાલ્યા ગયા. તે દુષ્કાળ સમય પૂરી થયા પછી તે ફરીથી પy પાટલીપુત્ર નગરમાં આવી પહોંચ્યા. તે સમયે શ્રમણ સંઘે એકઠા મળી ઋત-વિષયવિચારણા કરી કે, “કોને શું શું યાદ રહેલું છે? જે સાધુની પાસે જેટલું શ્રત "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy