SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલભદ્રમુનિની કથા [ ૨૬૩ ] સમક્ષ છેદી નાખ્યું. શ્રીયકે વિચાર્યું કે- “ વિષય તૃષાવાળા હે જીવ! નિર્માગી એવા તે આ મારી પાસે શું કરાવ્યું ? હે હદય ! મારા પિતાની હત્યા કરતાં તું કુટી કેમ ન ગયું ?” આ દેખી નંદરાજા બૂમ પાડવા લાગ્યા કે, “અહોહો ! અકાય કર્યું. એટલે શ્રીયકે રાજાને કહ્યું કે, “હે દેવ! આપ વ્યાકુળ ન થાવ.” હંમેશાં ઉત્તમ સેવકો સ્વજન અને સ્વાર્થકા છોડીને સ્વામીનાં કાર્યો કરનારા હોય છે. નહિંતર ચંચળ નેહવાળા સેવકો સ્વામીની આરાધના કેવી રીતે કરી શકે ? તેથી કરીને જે તમને પ્રતિકૂળ હોય, તેવા પિતાની મારે જરૂર નથી.” રાજાએ કહ્યું કે, “તે હવે તું આ મંત્રીપદને સ્વીકાર કર.” શ્રીયકે કહ્યું કે, “મારા સ્થૂલભદ્ર નામના મોટા ભાઈ છે, જે બાર વરસથી વેશ્યાને ઘરે રહેલા છે.” રાજાએ તેમને બોલાવ્યા અને મંત્રી-પદવી સ્વીકારવા આજ્ઞા કરી. તેણે જવાબ આપ્યો કે, “તે માટે થોડો સમય વિચાર કરું.” ત્યારે રાજાએ નજીકના અશોકવનમાં વિચાર કરવા મોકલ્યા. ત્યાં તે વિચારવા લાગ્યા કે, “રાજાના કાર્યમાં રાત-દિવસ મશગુલ બનેલા માણસને કયા ભેગો કે સુખ ભોગવવાનું હોય છે? કદાચ સુખ-પ્રાપ્તિ થાય, તો પણ અંતે નક્કી નરકગમન કરવું પડે છે, તે આવા મંત્રીપદથી મને સયું.” વૈરાગ્યમાર્ગમાં ચડેલા ફરીથી પણ ચિંતવવા લાગ્યા હે ચિત્તબંધુ! હે વિવેકમિત્ર! હે આચાર ભગવંત! હે ગુણો! હે ભગવતી ક્ષમા-કુલીનતા ! લજજા સખિ! તમે સાંભળો, વિદ્યા અને મહાશ્રમ-પૂર્વક મેં તમે અને ઉન્નતિના શિખર સુધી પહોંચાડ્યા હતા, તે તમે સવે આ મા વૌવનવનમાં મારે ત્યાગ કરીને તમે એ ક્યાં ગયા ?' (૪૮) હે અંતઃકરણ મિત્ર ! બે હસ્ત જોડીને હું તમને વિનંતિ કરું છું કે, હું સ્વામી! મને આજ્ઞા આપે છે, પવનથી પણ અધિક ચંચળ તુલ-રૂ સમાન અસ્થિર વૃત્તિને હવે ત્યાગ કર્યું અને વૈરાગ્યામૃત-સમુદ્રની સજજડ આવતી લહરીઓના ચપલ છાંટણાથી હવે અમે બીજા જ બની ગયા છીએ. હવે તમારી ચંચળતા અમને કશી જ અસર કરવાની નથી.” ત્યાર પછી પંચમુક્ટિ-લેચ કરીને પોતે જાતે જ મનિષ ગ્રહણ કરીને રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજન! મેં આ વિચાર્યું. (૫૦) રાજાએ આ કાર્ય માટે અભિનંદન આપ્યાં. તે મહાત્માને રાજમંદિરમાંથી નીકળીને ગણિકાના ઘર તરફ જતો રાજાએ નીહાળ્યો, પરંતુ મરેલા કલેવરની દુધવાળા માગે થી જેવી રીતે ન જાય, તેમ વેશ્યાના ઘર તરફ અરુચિ બતાવતા આગળ ચાલતા તેને દેખીને રાજાએ જાણ્યું કે, “આ મહાભાગ્યશાળી કામગથી કંટાળેલા છે અને વૈરાગ્ય પામેલા છે.” મંત્રીપદ પર શ્રીયકને સ્થાપન કર્યા. સ્થૂલભદ્ર સંભૂતવિજય ગુરુના ચરણમાં જઈને પ્રવજ્યાં અંગીકાર કરી. વિવિધ ઉગ્ર તપ-ચારિત્રનું સેવન કરવા લાગ્યા. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy