SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૬૦ ] પ્રા. ઉપદેશમાલાનો ગૂશનાર આદિકથી હું અધિક છું.” એમ માનીને આગળના દીક્ષિત રત્નાધિક સાધુને વંદન ન કરે, તેને અભિપ્રાય જાણીને કોઈ આજના નદીક્ષિત સાધુએ તેને તુંકાર કરીને કહ્યું કે – “આ તારી માન્યતા ભૂલભરેલી છે.” એમ કહેવા છતાં ચક્રવર્તી સાધુ કાપ કરતા નથી. પરંતુ વંદન, નમસ્કાર કરવામાં આત્માને લાભ-ગુણ પ્રાપ્તિ થાય છે, એમ માનીને પૂર્વના દીક્ષિતા કુલાદિકથી હિત હોય, તે પણ જ્ઞાન, દર્શન, ચારિત્રરત્નથી અધિક એવા મોટા મુનિઓને પિતાના કર્મ અપાવવાના હેતુથી વંદન -નમસ્કાર કરે છે. “જળથી મિત્ર, ખેતીથી કણસલાથી શાલી-ડાંગરના છોડ, ફળના ભારથી વૃક્ષો અને વિનયથી મહાપુરુષે નમે છે, પણ કોઈના ભયથી નમતા નથી.” જે નમ્ર બને છે, તેના ગુણ ચડિયાતા ગણાય છે. “ધતુબ-દોરી પર કાર શબ્દ ઉત્પન્ન થાય છે, જેમ ચાપ એટલે ધનુષ્ય તેમ મનુષ્યને પણ ગુણ-ટંકારની પ્રાપ્તિ થાય છે, પણ થાંભલા જેવા અભિમાની ન નમનારને ગુણપ્રાપ્તિ થતી નથી.” (૫૮). તીવ્ર વ્રત-આરાધવા માટે દષ્ટાન્ત-પૂર્વક ઉપદેશ આપતા કહે છે– તે સાધુ પુરુ ધન્ય અને કૃતકૃત્ય છે, તેઓને નમસ્કાર થાઓ છે, જે અકાર્ય કરવાથી વિરમેલા છે. અસિષારા સખું અખંડ વ્રત પાલન કરનાર ધીર પુરુષને નમસ્કાર થાઓ. જે સ્થૂલભદ્ર મુનિવર તરવારની ધાર પર ચાલવા સરખું વત પાલન કર્યું. (૫૯)તેમની કથા આ પ્રમાણે જાણવીદઢ વ્રત આરાધના કરનાર સ્થૂલભદ્ર મુનિની કથા પાટલીપુત્ર નગરમાં પ્રસિદ્ધ થએલા યશવાળા નંદરાજાને રાજય-કાર્યની સમગ્ર ચિંતા રાખનાર શકટાલ નામના ઉત્તમ મહામંત્રી હતા. તેને પ્રથમ સ્થૂલભદ્ર નામના અને બીજા શ્રીયક નામના એમ બે પુત્રો હતા, તથા યક્ષા વગેરે અતિશય રૂપવતી સાત પુત્રી હતીયક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતકત્તા, સેના, વેજા, અને રા. આ સાતે બહેને એવી બુદ્ધિશાળી હતી કે, એ એક, બે, ત્રાણ વગેરે વખત અનુક્રમે સાંભળે તે એમને તે સંસ્કૃત શ્લોક પણ સાંભળે, તે બુદ્ધિશાળી હોવાથી તેમને કમસર યાદ રહી જતા હતા. જિનપૂજા, ગુરુવંદન, શાનાં તરવાની વિચાખ્યા વગેરે જ ધર્મકાર્યો કરવામાં તેઓના દિવસે પસાર થતા હતા. હવે ત્યાં જ વતની રાજકવિ વરરુચિ નામને એક વિપ્ર હતું, જે દરરોજ ૧૦૮ વૃત્તો-(ક) અપૂર્વ શૈલીથી ૨ચના કરી રાજાની સ્તુતિ કરતો હતો. તેના કાવ્યશક્તિ અને રાજભક્તિથી તુષ્ટ થએલો રાજા તેને દાન આપવાની ઇચ્છા કરતા હતા, પરંતુ શકટાલ મંત્રી તે કોની પ્રશંસા ન કરતો હોવાથી દાન આપતો નથી. એટલે વરચિએ શકટાલની ભાર્યાને પુષ્પાદિક દાન આપી પ્રજ્ઞા કરી. એટલે પૂછયું કે, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy