SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૫૪ ] પ્રા. ઉપદેશમાતાને ગૂજરાતુવાદ હતું કે, જગતમાં ઉત્તમ તેવા તારા આઠ પુત્ર જીવતા હશે. તે આ મારા પિતાના અંગથી ઉત્પન્ન થયા હશે ! તે છએ નક્કી કૃષ્ણના બધુ હશે. મારા દુદેવે કઈ દ્વારા આ મારા ઉત્તમ દેહવાળા પુત્રોને સુલસા-નાગશેઠને ઘરે પહોંચાડી દીધા જણાય છે. પ્રાતઃકાળે જાગીને હું નેમિપ્રભુની પાસે જઈશ. જ્ઞાનના ભંડાર એવા તેમને આ વાત પૂછીશ. પિતાના હસ્તમાં કંકણે સ્થાપના કરીને વળી હાથમાં દર્પણ ધરી મુખ દેખ્યું. સૂર્યોદય થયે, ત્યારે દેવી દેવ પાસે પહોંચ્યા. રથમાંથી નીચે કતરી, પ્રણામ કરી, આગળ બેસી. ત્યારપછી ઉત્તમજ્ઞાનવાળા ભુવનના ભાનુ સમાન ભગવંતને પૂછે છે. દેવો અને અસુરે આદિની પર્ષદામાં ટગમગ નજ૨ કરતી દેવકીને દયાસમુદ્ર ભગવંતે બોલાવી અને મનમાં વિચારેલ પ્રશ્નનો ઉત્તર આપ્યો કે, “હે ધર્મશીલે ! તે મનમાં ચિંતવ્યું હતું, તે સત્ય જ છે, તેમાં બિલકુલ શંકા નથી. હરિણે ગમેલી દેવે તારા પુત્રને સમયે ખસેડીને સુસાને ત્યાં રાખ્યા. હે મૃગાક્ષિ! આ તારા જ પિતાના પુત્ર છે. તારા પુત્રોને મારવા માટે કંસને આપ્યા હતા, આગલા ભવમાં તે જાતે કરેલા કર્મનું પોતાના પુત્રના વિયાગનું કર્મ આ ભવમાં ઉદયમાં આવ્યું હતું. આગલા ભવમાં તે તારી શેષના સાત રનો છુપી રીતે ચોરીને તેના બદલે તેના સરખા સારા કાચના અખંડ બ્રેકડા મૂક્યા હતા. શક્ય ઘણી વિલાપ કરવા લાગી, ત્યારે સારા ગુણવાળા રત્નોમાંથી એક પાછું આવ્યું. સાત રત્ન ચેર્યા હતાં, તે સંબંધી સજજડ મનનું દુઃખ થાય તેવું, છ પુત્રના વિયોગનું દુઃખ તને પ્રાપ્ત થયું. જે ક્ષણે તે એક રન અર્પણ કર્યું, તેથી કૃષ્ણ તને અનેક સુખ આપ્યાં. આ સાંભળીને દેવકી રાણી બાહયાં કે, નેમિ જિનેશ્વરે. મને સુંદર વાત કરી. જિનેશ્વરે બતાવેલા તે સાધુને વંદન કરે છે, ત્યારે સ્તનમાંથી ફૂલને પ્રવાહ ઝરવા લાગે છે. હવે તે વંદના કરતી હતી, ત્યારે મુનિ અભિનંદન આપતા કહે છે કે, જગતમાં તમે ઘણા ધન્ય અને પુયવતી છે, તમે ઘણા ગુણ ધારણ કરનાર, સુલક્ષણવાળી કુક્ષીમાં પુત્રને ધારણ કરનારાં છે. કારણ કે, મોક્ષસુખને સાધવામાં સમર્થ એવા છએ પુત્રોએ સુપ્રશસ્ત સંયમ સ્વીકાર્યું છે. ગંધ, વિદ્યાસિદ્ધો, બેચરાએ જેમને સંતેષ પમાડેલા છે, એવા કૃષ્ણરાજા અભારતનું સામ્રાજ્ય ભગવે છે. ખરેખર હું પણ જગતમાં કૃતાર્થ છું કે, અત્યારે મારા રાત પુત્ર હયાત છે. જ્યાં પિતાના ઘરે દેવકી પહોંચ્યા, ત્યારે મનમાં ગુરવા લાગ્યાં કે, મેં જાતે કઈ બાળકને ખોળામાં બેસાડી, ધગશથી, રમાડીને પાલન-પોષણ ન કર્યું. હથેલીમાં નિમંa કપોલ સ્થાપન કરીને, અતિચપળ સરળ ઊંચા-નીચા શ્વાસ લેતી-મૂકતી જેના નેત્રમાંથી દડદડ આંસુની ધારાઓ વહી રહેલી છે, કાંધકા૨માં ડૂબેલી દેવકી માતાને કુણે દેખ્યાં. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy