SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૮ ] પ્રા. ઉપદેશમાતાને પૂજાનુવાદ પિત એટલે બીજો અર્થ વહાણ-તરવાનું સાધન મેળવે છે, તે પણ તેનાથી ડૂબી જાય છે. કોઈ પ્રકારે સુનંદાએ રજા આપી એટલે સર્વ જીવોને અભયદાન આપનાર સર્વવિરતિ મહાઆડંબરપૂર્વક મહોત્સવ કરીને ગ્રહણ કરી. સર્વ ચતુર્વિક શ્રી સંઘનું સન્માન કર્યું. શુભ નક્ષત્ર, મુહૂર્ત, યોગ, લગ્નબળ હતાં, તે સમયે મહાનિપાનના લાભની ઉપમા વડે સિંહગુરુની પાસે મહાવતે લીધાં. આ બાજુ કંઈક નવમાસથી અધિક કાળ થયા, ત્યારે પૂર્વદિશામાં જેમ સૂર્ય તેમ સુનંદાએ સૂર્યસમાન તેજવાળા પુરને જન્મ આપ્યો. તે સમયે અનેક પાડોશની ઓ એકઠી થઈ અને પરસ્પર વાતો કરવા લાગી કે, “જે આના પિતાએ દીક્ષા ન લીધી હતું, તે પુત્રનો અતિમહાન જન્મોત્સવ કરતે. નિર્મલ મતિજ્ઞાનવાળા જન્મેલા આ બાળકને તે સ્ત્રીઓના મુખમાંથી નીકળતા દીક્ષાના શબ્દો સાંભળીને જાતિeમરણજ્ઞાન થયું. વિચાા લાગ્યો કે, “માતા ઉદ્વેગમનવાળી ન થાય, ત્યાં સુધી મને પ્રત્રજયા મહયુ કરવા રજા નહીં આપશે, તે કોઈ પ્રકાર તેને હું ઉગના કારણરૂપ થાઉં.' હવે બાળક હંમેશાં મુખ પહોળું કરી એવી રીતે રુદન કરવા લાગ્યો છે, જેથી સુનંદા શયન-ઊંઘ ન કરી શકે, બેસી ન શકે, જન ન કરી શકે, સુખેથી ઘરકાર્ય પણ ન કરી શકે.-એમ રુદન કરતાં છ મહિના પસાર થયા, પછી ત્યાં નગર-- હવાનમાં સિંહગિરિ ગુરુ પધાર્યા. સ્વાધ્યાયાદિક ગક્રિયા પૂર્ણ થઈ અને શિક્ષા સમય થયા. ત્યારે ધનગિરિ અને સમિત સાધુએ સિંહગિરિને પૂછયું કે, “હે ભગવંત! અમારા પૂર્વના સંબંધવાળા સનેહીવને મળવા માટે તેમના ઘરે જઈએ.” ગુરુએ તે વાતની અનુમતિ આપી. પોતે મનથી ઉપગ મૂકો, તે તે સમયે કઈક ઉત્તમફલ આપનાર નિમિત્ત ઉત્પન્ન થયું. ગુરુએ તેમને જણાવ્યું કે, “ત્યાં ગયા થકા જે કંઈ ચેતનવંત કે અચિત્ત છે મળે તે તમારી સ્વીકારવું, કારણ કે મને આજ શુભ શકુન થયેલું છે. તે અને મુનિઓ સુનંદાના ઘરે ગયા, એટલે તે પણું બહાર આવી. બીજી પાડોશની ઉત્તમ કુળની સ્ત્રીઓ પણ તે વખતે એકઠી થઈ. બે હાથની અંદર પુત્રને પાર કરી પગમાં પડીને સુનંદા કહેવા લાગી કે, અત્યાર સુધી તો મેં આ બાળકનું પાલન કર્યું. હવે તે આ બાળકને તમે ગ્રહણ કરે. કારણ કે, તેને હવે પાળી શકવા હું સમર્થ નથી.” આ પ્રમાણે કહ્યું, એટલે ધનગિરિએ કહ્યું કે, “પછી તને પશ્ચાત્તાપ થશે, તે પછી શું કરવું ?” ત્યારે સુનંદાએ કહ્યું કે, “આ કોની સાક્ષીએ તમને અપ, કરું છું. ફરી મારે તેની માગણી ન કરવી”—એમ દઢ શરત સાક્ષીની હાજરીમાં કરીને તે બાળકને ધનગિરિએ ઝેળીમાં ગ્રહણ કર્યો. તરત જ રુદન બંધ કર્યું, જાણે કે * હું સાધુ થયો.” સાધુ બાળકને લઈને ગુરુ પાસે પહોંચ્યા. લક્ષણવાળો, શરીર "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy