SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ હરિકેશમુનિની કથા [ ૨૧૫ ] જાતિમાના અહંકારથી ચંડાલકુલમાં ખરાબ લક્ષણવાળો સૌભાગ્ય-રૂપ-રહિત પોતાના બંધુઓને પણ હાસ્યપાત્ર થશે. હરિકેશીબલ એવું જેનું નામ પાડેલું છે, તે વયથી વૃદ્ધિ પામવા લાગે અને કજિયા, ગાલી ભાંડવી વગેરે દુવંતન કરતે હતે. એક સમયે ભાઈઓ સાથે મોટું તેફાન આરંવ્યું અને ધે ભરાઈને દરેક જણને અપશબ્દો બેલી અપમાન તિરરકાર કરતો હતો. પગમાં થએલા ફેલા માફક તે ચંડાલપુત્ર દરેકને ઉદ્વેગ કરાવવા લાગ્યા. ચંડાલેના મંડળમાંથી એક વખત તેને હાંકી કાઢ્યો, ત્યારે ઘણે દૂર રહેલા તેણે અનેક પ્રહા૨ પામતા આગળ વધતા એવા સપને દે. ક્ષણવાર પછી તેનાથી થોડા અંતરે જળસર્પ આવ્યો, તેઓએ તેને કંઈપણ ઈજા ન કરી, કારણ કે, તે સર્વથા ઝેર વગરને સર્પ હતા. દૂર રહેલા બલે આ પ્રમાણે દેખીને વિચાર્યું કે, “ અપકાર કરનાર કાલસર્પની જેમ લોકો અપકાર કરનારને મારે છે બીજા જલસર્પ જેવાને કાઈ હણતા નથી, તેથી કરીને દ્રોહ કરનાર હોય, તો આ ક્રોધ છે, જેના વેગે ને હું શત્રુ સરખે જાઉં છું. પ્રશમાદિ ગુણ-સમુદાયવાળો આત્મા પરમાર્થથી આપણે મિત્ર છે. તવથી તે જ શત્રુ છે કે, જે કજિયા, કોપાદિની અધિકતા થાય. ક્રોધ સવજનમાં વિરોધ કરાવનાર છે, પિતાના કુલના કલંકનો ફણગો-બીજભૂત હોય તો ક્રોધ છે. દુઃખને સમુદાય હોય તે ક્રોધ છે. સુંદર ચારિત્ર-વર્તનને વિયાગ કરાવનાર, ગુણસમુદાયને બાળી નાખનાર ક્રોધ છે. કજિયા, ટંટા કરવા, અપશબ્દો, કૂર શબ્દો બોલવા, ક્રોધ કરવા રૂપ આગ સળગાવવી વગેરેથી હવે મને સયું. હવે તો હું વિનયપૂર્વક શક્તિથી જ બેલીશતેમજ “ઘરમાં વિનય કરનાર સેવક પણ અહિં હવામી થયેલ દેખાય છે. દરિદ્રતાથી પીડાએલો હોય, તે પણ વિનયવાળો ઉજજવલ લક્ષમીના માલિક થાય છે, દુર્ભાગ્યથી ઘેરાએલે પુરુષ પણ અતિશય સૌભાગ્યશાલી થાય છે.” વિનય કરનારને એવી કઈ કઈ વસ્તુ છે કે, જે તેનાં મનવાંછિત સિદ્ધ કરતી નથી ?” આ પ્રમાણે ભાવના ભાવો અને સાધુના ચરણકમળમાં ધર્મશ્રવણ કરીને સંસારથી અતિશય નિવેદ પામેલે તે માતંગ મહાઋષિ થયો. ચાર-પાંચ ઉપવાસ, પંદર દિવસ, એક માસ, બે માસ એમ લાગલગાટ ઉપવાસ કરી સર્વ શરીરને સોસાવીને ગામ, નગર, શહેરમાં વિચારવા લાગ્યા. વિચરતા વિચરતા શ્રી પાર્શ્વનાથ ભગવંતના જન્મકથાકથી મનોહર વારાણસી નગરીના તિંદુક ઉદ્યાનની બહાર રહ્યા. (૨૫) ગંડી હિંદુયક્ષ હંમેશાં તેની સંપૂર્ણ આરાધના કરે છે. અતિ મોટા ગુણેથી ગાઢ આકષએલા માનસવાળો તે કયાંય કેઇને મળવા પણ જતો નથી. હવે કઈક દિવસે તેને ત્યાં બીજો કોઈ યક્ષ પર મળવા આવ્યા અને કહેવા લાગ્યા કે, “હે મિત્ર! “લાંબા કાળથી કેમ કયાંય જતા-આવતું નથી ? મેં તને કેટલા લાંબા સમયે દેખ્યો.” તેણે પ્રત્યુત્તર આપ્યો કે, “આ તપસ્વી સાધુ પાર વગ-- "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy