SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાકરની કથા [ ૧૯૭ } રાજા વિચારવા લાગ્યો કે, “આ દાસી વાચાળ અતિદુષ્ટ જૂઠ બોલનારી છે, આ પ્રભાકર બ્રાહા તો અનાચારથી પશમુખ રહેનારો છે, આમાં આ કાર્ય સંભવતું નથી–એટલે પણ મેં વિચાર ન કર્યો. તેમ જ મેં એને કંઈ પૂછ્યું પડ્યું નહિં, ગુનેગાર અને બિનગુનેગારનો વિભાગ પણ મેં ન વિચારો, ઉપકાર કે અપકારને વિચાર ન કર્યો અને દંડ પણ આકરામાં આકરો કર્યો. અરે! તારુ' સુકૃતજ્ઞપણું કેવું? દુષ્ટાશચે જ્યારે સત્ય હકીકત પૂછી, ત્યારે બનેલી યથાર્થ હકીકત કહી. ત્યારપછી ઠાકોરે તેને ખૂબ ખમાવ્યો અને સત્કારપૂર્વક પોતાની પાસે પકડીને રાખ્યો, તે પણ તે નગર બહાર નીકળી ગયા. અનુક્રમે ફરતો ફરતો રત્નપુર નામના નગરે પહોંચે. તે નગરી કેવી હતી ? વિધાતાએ અમરાપુરી બનાવવા માટે અભ્યાસ કરી શિલ્પશાસ્ત્રની પરીક્ષા આપવા માટે જાણે બનાવી હાય ! ત્યાં પરાક્રમી, શત્રુરાજાઓને પણ સ્વાધીન કરનાર રનરી નામને રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ન્યાયમાગે ચાલનાર, કામદેવના રૂપને તિરસ્કાર કરનાર કનકરથ નામને પુત્ર હતા. જેના વડે ગુણે આશ્રય કરી રહેલા છે અને જે ગુણે વડે આશ્રિત થયા છે. જાણે સાથે મળીને ઉત્તમ કીર્તિ મેળવવાની ઉત્કંઠા થઈ હોય, તેમ પતે અને ગુણે પરસ્પર સ્પર્ધા કરતા હતા. તે રાજકુમાર રાજસભામાં બેસવા માટે કારમાં પ્રવેશ કરતા હતા, ત્યારે દ્વાર પાસે ઉભેલા પ્રભાકર વિખે આશી. વદ પૂર્વક કહ્યું કે, “હું બ્રાહ્મણ છું, તમો ગુણનિધાન રાજપુત્ર છે, તેથી આપની પાસે રહેવા અભિલાષા કરું છું.” રાજપુત્રે વિચાર્યું કે, “આગળ ભવિષ્યમાં પુરોહિત પદ માટે મને કોઈની જરૂર તો પડશે જ; તેથી દાન-સન્માનની સંપત્તિથી પિતાને બનાવીશ.” એમ વિચારી ઉદાર આશયવાળા કુમારે વિકસિત મુખ-કમળ કરવા પૂર્વક તેની મિત્રતા વિસ્તારો હોય તેમ તેને કહેવા લાગ્યું કે, “હે પ્રભાકર! મેં તારી સાથે મૈત્રી બાંધી છે, માટે હવે તું ચિંતા-તાપથી કયાંય પણ નિરર્થક ખેદ ન કરીશ. ત્યારપછી હર્ષથી ત્યાં રહેલું હતું, ત્યારે તેણે મનેથ નામના રોઠપુત્ર સાથે મૈત્રી કરી. સદગુણેના અદ્વિતીય વિલાસ સ્થાન સરખી રતિવિલાસા નામની પિંડવાસ સ્થળની વિલાસિનીને બાય બનાવી. આ ત્રણેની સાથે વૃદ્ધિ પામતા ઉજજવલ નેહવાળે, પિતાના વચનનું મંત્ર માફક સ્મરણ કરતે પ્રભાકર રહેલો હતો. કઈક સમયે હેડાવિતડ નામના કોઈ પરદેશીએ સવંગ લક્ષથી સુંદર -અશ્વની જોડી જાને અર્પણ કરી. તે બંને અશ્વો ઉપર બેસી કુમાર અને પ્રભાકર બંને નગર બહાર તેમને દોડાવવાનું કૌતુક અને રમત-ગમ્મત કરતા હતા. ઘોડા ઉપર બેઠેલા બંનેએ લગામ ખેંચવા છતાં તે બંનેને દૂર દૂર મારવાડ સરખી ઉપર નિજલ ભૂમિમાં ખેંચી ગયા. કુમાર અને પ્રભાકર બંનેએ થાકીને લગામ ઢીલી કરી એટલે વિપરીત કેળવાયેલા બંને અશ્વો ઉભા રહ્યા. સુકુમાર શરીરવાળા કુમારને અતિ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy