SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાનવાદ શિલા અફાળી, તે પણ દ્વાર ન ઉઘડયાં એટલે તે આખુ મંદિર સળગાવી નાખવાની તેયારી કરવા લાગ્યા. “અગ્નિનો સ્વભાવ છે કે, સર્વ વિનાશ કરે, તેમ આ જુગારીમાં સર્વ અનર્થ સંભવે છે-એમ ભય પામેલી દેવીએ તત્કાલ દ્વાર ખેલી પોકાર કર્યો કે, નષ્ટ-દુખચેષ્ટાવાળા ! મારું મંદિર બાળી ન નાખ, નિયપણાથી તે મને દાસી બનાવી, તે બેલ હવે તારું શું કાર્ય કરું? લે આ પુસ્તિકા લઈને જા, આના અદલામાં તને પચસે સોનામહોર પ્રાપ્ત થશે.” * જુગારીએ પૂછયું કે, “એટલું મૂલ્ય ન મળે તો ?” તે મનુષ્યો મેંઢા સરખા મૂખે સમજવા, ન ખરીદ કરનાર મૂર્ખ માનવા. “ઠીક મને મળી ગયું.' એમ કહીને પુસ્તક ગ્રહણ કરીને દુકાનની શ્રેણિમાં આવ્યો. પ્રતિ ચમર્થ ઝમતે મનુષ્ય પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થ મનુષ્ય મેળવે છે. બઝારમાં પુસ્તિકા બતાવી અને ઘણું મોટું મૂલ્ય કહેતો હોવાથી વેપારીઓ વડે હાસ્ય કરાતાં અનુક્રમે પુરંદર શેઠના પુત્ર સિહદત્તની દુકાને આવી પહોંચ્યા. પુસ્તિકા દેખીને મૂલય પૂછ્યું તે પ૦૦ સેનામહોર કહી. સિદ્ધદત્ત વિચારવા લાગ્યો કે, “આ પિથીનું મૂલ્ય જયકુંજર હાથી જેવડું કેમ?” તો આમાં જરૂર કંઈ કારણ હોવું જોઈએ. તે અંદર જોઉં તે ખરે-એમ કહી પુસ્તક ખેતીને જોયું તે પ્રથમ પત્રમાં “પ્રાણઘમર્થ સંમતે મનુષ્ય-મનુષ્ય પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થ જરૂર મેળવે છે. અરે ! આ તે ઉપજાતિછ દને એક પાત્ર છે. અરે ! મારા હૃદયમાં એક ખટકતી શંકાને સંવાદ છે. તેની જ આ યથાર્થ વ્યવસ્થા જણાવનાર છે. એમ વિચારી પાંચસે સેનામહોર આપી તેણે પરિતકા ખરીદી. જેટલામાં તે પ્રથમપાદ વિચારે છે અને હવે “બાકીના ત્રણ પાદ મેળવીને આ લેક પૂર્ણ કેમ બનાવું ? એમ ધ્યાન કરતો ચિંતામણિરત્નની પ્રાપ્તિની જેમ આત્માને તાર્થ માનતે રહેતા હતા. તેટલામાં પાડોસી વેપારીઓના વાચાલ પુત્રોએ તાળી આપવા પૂર્વક “સારો અને વિશેષ લાભ આપનાર કરિયાણું ખરીદ કર્યું.” એવા શબ્દોથી ગૃહવા ફેલાવી, “વેપારીની આંટ વધારી”-એમ બોલીને મશ્કરી કરનારાઓએ આ વાત તેના પિતા પુરંદરના કાને પહોંચાડી. કપ પામેલા પિતા “આજે કેટલી આવક જાવક થઈ છે !' તે તપાસ કરવા દુકાને આવ્યા. પુસ્તકખરીદીના ૫૦૦ સેનેયા ઉધારેલા દેખીને પિતાએ પૂછયું કે, “કયા પદાર્થની ખરીદીમાં આટલી મોટી સેનયાની રકમ ઉધારી છે? આપણે કયા એવા વિદ્વાન છીએ? અથવા તે પુસ્તકસંગ્રહના ગ્રહથી ગ્રથિલ (શેલ) બનેલ તું જ માટે વિદ્વાન છે. આને વેચવા જઈશ, તે કઈ તેના બદલામાં પાણી પણ નહીં પીવડાવશે. માટે તું મારા ઘરમાંથી નીકળ, આટલું ધન કમાઈને પછી અહિ પ્રવેશ કરે.” ત્યારપછી સિદ્ધદત્તે નિર્ણય કર્યો કે, “એટલા હજાર કમાયા પછી જ મારે અહિં આવવું. બરાબર પહેલી રાત્રિએ પ્રથા કર્ય'. નગરની અંદર રહેલા દેવમંદિરમાં બાકીની રાત્રિ પસાર કરવા રોકાયો. તે પાદનું તાત્પર્ય વિચારતે નિશ્ચિતપણે સુખપૂર્વક ઊંઘી ગયા. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy