SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૪ ] પ્રા. ઉપદેશમાલાનો ગુજરાતુવા. ઘણા વાદ-જાનવરવાળી અટવી છે, તેમાં આપણે સર્વને ત્યાગ કરીને હે નાથ ! આવ્યા છીએ. માંસપેશી સમાન આપણે અટવીમાં રહેવું જોખમ ભરેલું છે. આપણે રહેવાનું સ્થાન હવે નજીક છે. આ માગ ઘણા લોકોની અવર-જવરથી ઘાસ, કાંટા વગેરેના ઉપર ચાલવાથી ખૂંદાએલ માગે છે, તે તરફ જવું ચોગ્ય છે.” ત્યારપછી મગધ સન્મુખ જવા લાગ્યા. દેશના સીમાડે રહેલા એક ગામમાં એક સભાસ્થાનમાં રહેલા ગામસ્વામીએ પ્રસન્ન રૂપવાળા કુમારને દેખીને હૃદયમાં વિચાર્યું કે, આ કઈ પુણ્યશાળી પુરુષ દેવગે એકાકી થાય છે. ઘણા બહુમાનથી તેને ઘેર લાવ્યા, સુખાસન પર બેસારી પૂછયું કે, “હે મહાભાગ્યશાળી ! તમે ઉદ્વેગ ચિત્તવાળા કેમ દેખાવ છે? અમ્રજળ લૂછીને તે કહેવા લાગ્યો કે, “મારો નાનોભાઈ ચાર સાથે લડતે હતો, ત્યાં મારે તપાસ કરવા જવાનું છે કે, તે કેવી અવસ્થા પામ્યા હશે ! ત્યારપછી ગામસ્વામીએ કહ્યું કે, “આ ભુવનમાં મોટાઓને આપત્તિ આવે છે, પણ નાનાને નથી આવતી, સૂર્ય અને ચંદ્રને શહુ ગ્રસે છે, પણ નાના તારાને કંઈ આપત્તિ આવતી નથી.” (૩૫૦) “ જ્યાં સુપુરુષ હોય, ત્યાં દુર્જનો હોય છે, જ્યાં નદી હોય, ત્યાં કોતરો હોય છે, જ્યાં ડુંગર હોય છે, ત્યાં કંદરાઓ (ગુફાઓ) હેય છે, તે હે સુજના તું ખેદ કેમ પામે છે?” “હે સત્પરુષ' આ વિષયમાં તમારે ખેદ ન કરે, જે આ વનગહનમાં હશે, તે નક્કી તે મળશે જ, કારણ કે આ અટવી મારે આધીન છે. ત્યારપછી પોતાના એ સેવકોએ ત્યાં તપાસ કરવા મોક૯યા. પાછા આવેલા તેઓએ કહ્યું કે, “અમે દરેક થળે તપાસ કરી, પરંતુ કયાંય કોઈ દેખાશે નહિં. માત્ર કઈક સનિકે કંઈક સુભટને શરીરમાં યમજિહ્વા સરખું બાણ માર્યું હશે, તે જમીન પર રગદોળાતું હતું, તે મળ્યું છે. તેમનું વચન સાંભળીને ઉત્પન્ન થએલા તીવ્ર બંદવાળો તે લાંબા સમય સુધી શેક કરવા લાગ્યા. મહામુશીબતે બાકીનો દિવસ પૂર્ણ કર્યો અને રાત્રિ આવી પહોચી. નૈવતી સાથે સુઈ ગયા. એક પહોર રાત્રિ બાકી રહી, એટલે ત્યાં ચારાએ ધાડ પાત્ર. કુમાર તરત અતિશય ધનુષ ખેંચીને બાણે તેમના ઉપર વરસાવ્યાં, એટલે જેમ પ્રચંડ પવનથી ધૂમાડો અને આકાશમાં મેઘ વિખરાઈ જાય, તેમ ચાર ભાગી ગયા. ગામવામીએ અને ગામ કોને પ્રેમપૂર્વક અતિશય અભિનંદન આપ્યું. તમારા સરખે જયલમીના મંદિર સરખે બીજે કયો પુરુષ હોઈ શકે? પ્રાતઃકાળ થયે, એટલે ગામસ્વામીને પૂછીને રાજગૃહ સમ્મુખ પ્રયાણ કર્યું. તેના પુત્ર સાથે ગામ બહાર ગયો. એક મોટી ઘટાવાળા વૃક્ષ નીચે રત્નવતીને એસારીને નગરની અંદર પ્રવેશ કરતા એક સ્થળે ઘણા મજબૂત સ્તંભેથી નિમાંબુ કરેલ વળી જેમાં ચિત્રકમ પણ નાશ પામ્યું નથી, તેવું અતિ ઉચું અને મનોહર, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy