SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અાદત્ત ચક્રીની કથા [ ૮૯ ] હલકી જાતિથી દૂષિત એવા આ જન્મથી હવે સયું:” એમ વિચારીને તેઓ ઉંચું સુખ કરીને કયાંય પણ આત્મ-ઘાત માટે આગળ ચાલ્યા. ઉતાવળા ઉતાવળા પડવા માટે એક પર્વતના શિખર પર ચડતાં તેઓએ એક મહાસાધુ દેખ્યા. (૫૦) ઉભા ઉભા લાંબા હાથ કરીને કાઉસ્સગ્ન કરતા સમ પ્રાણ અને શરીરને પરિસ્પદહલન-ચલન રોકતા, નાસિકા ઉપર દષ્ટિ સ્થાપન કરીને સુફલધ્યાન ધ્યાતા હતા. અમૃતપ્રવાહના ખળભળતા નિઝરણા સરખા તે મુનિને દેખતાં જ જેમના પાપ દૂર થયાં છે-એવા તે વંદના માટે સન્મુખ આવ્યા. પ્રણામ કરીને તે બંને ભૂમિપર બેઠા. મુનિએ કાઉસગ્ગ પારીને પૂછયું કે, તમે કોણ છો ? અને આવા વિષમ દુર્ગમાં કેમ આવ્યા છો ? ત્યારે પોતાની સર્વ વીતક હકીકત જણાવી, એટલે તપસ્વી-મુનિએ કહ્યું કે, પિતાને આત્મઘાત કરે તે સર્વથા અયુક્ત છે. આ જાતિનું કલંક દુકામે નિર્માણ કર્યું છે, માટે તેને નાશ કરવો યોગ્ય છે. ભૃગુપત કરવાથી તમારો દેહ નાશ પામશે, પરંતુ તમારાં પાપકર્મ નાશ પામશે નહિં પોતાનાં દુષ્કર્મ ખપાવવા માટે પ્રયા , વિસ્તારથી સૂત્ર, અર્થ ભણીને તમે તીવ્ર તપકર્મ કરે. એ પ્રમાણે ધર્મની દેશના સાંભળી તેમના આત્મામાં ધર્મની વાસના પ્રગટી, એટલે તેઓએ દીક્ષા અંગીકાર કરી. મોટા મુનિઓને માર્ગ કોઈ અલૌકિક હોય છે- એથી તેમને પણ દીક્ષા આપી. સૂત્ર-અર્થને પરમાર્થ વિસ્તારથી જાણી તેઓ જહદી ગીતાર્થ બન્યા અને છઠ્ઠ. અઠ્ઠમ, ચાર વગેરે તપસ્યા કરી આમાના કર્મ ખપાવવા લાગ્યા. ત્યા૨૫છી પુર, નગર, ગામ આદિમાં ક્રમે કરી વિહાર કરતા હસ્તિનાપુર આવી પહોંચ્યા. સંભૂતમુનિ માસક્ષપણના પારણાના દિવસે નગરની અંદર ઊંચ-નીચ ગૃહના આંગણામાં ગોચરી માટે ફરતા હતા. ઉજજવલ ઘરના ગવાક્ષમાં ઉભેલા નમુચિ મંત્રીએ તેને દેખ્યા. તેને ઓળખ્યા. “ રખેને મારી નિંદિત પહેલાની હકીકત કોઈને અહિં કહેશે.' એ શંકાથી તેને નગરમાંથી હાંકી કાઢવા માટે અતિશય માર મરાવે છે. " “પાપકર્મ કરનાર હંમેશાં વક હોય છે અને પિતાના મનમાં શંકા જ વિચારે છે; જયારે સુકૃત કરનાર દરેક જગાએ શંકાશહિત વિચરનારા હોય છે.” વગર અપ ધે તે મુનિને ઢેફાં, લાકડીથી હણ્યા એટલે તપસ્વીની તેયા લિસિત બની અને આખું આકાશ ધૂમાડાથી અંધકારમય બની ગયું. અતિસુગંધી શીતલ તેમજ નિમલ એવા ચંદનના કાઠાને સજજડ ઘસવાથી તેનાથી એકદમ અગ્નિ પ્રગટ થતા નથી? નવીન શ્યામ મેઘ વડે હોય તેમ સખત ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાએલા ખીને નગરનેતાઓ ભય પામીને ત્યાં આવ્યા. ચકી રાજા પણ એકદમ ત્યાં આવીને પગમાં પડીને વિનંતી કરવા લાગે કે મહર્ષિએ પણ કોપ કરે. તે પછી જળ કેમ સળગતું નથી? “જે કે મુખ્યતાએ મુનિઓના હૃદયમાં કોપ હોતું નથી, કદાચ કેપ થઈ જાય, તે પણ લાંબા કાળ સુધી રહેતું નથી, કદાચ લાંબા કાળ સુધી રહે, તે પણ તેનું ફળ નીવડવા દેતો નથી” ચક્રીએ વિવિધ પ્રકારના શાંત થવાનાં વચને ૧૨ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy