SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलास पञ्चम उल्लासः। બનાવેલી હોય તો, તેથી વાપરનારને તથા તેના કુલનો નાશ થાય છે. (૭) पूज्योर्ध्वस्थो न ना हि-र्नचोत्तरापराशिराः॥ नानुवंशं न पादान्तं , नागदन्तः स्वपेत्पुमान् ॥ ८॥ અર્થ–પોતાના જે પ્રજય હોય તેમના કરતાં ઉંચે સ્થાનકે, ભીને પગે તથા ઉત્તર અથવા પશ્ચિમ દિશા તરફ માથું રાખીને ન સુવું. (૮) देवताधाम्नि वल्मीके , भूरुहाणां तलेपि च ॥ तथा प्रेतवने चैव , स्वपेन्नापि विदिक्शिराः॥९॥ અર્થ–દેવતાના મંદિરે, રાફડા ઉપર, વૃક્ષને તળે, રમશાનમાં, તથા વિદિશામાં (કણ દિશામાં) મસ્તક રાખીને સુવું નહીં. (૯) (૩થ વરહક્ષUTHI) निद्रासमयमासाद्य , ताम्बूलं मुखतस्त्यजेत् ॥ ललाटात्तिलकं कण्ठा-न्माल्यं तल्पातु योषितम् ॥ १०॥ અર્થ—–નિદ્રાનો સમય સમીપ આવે ત્યારે મુખમાંથી તાંબૂલ, કપાળ ઉપરથી તિલક, કંઠમાંથી માળા અને શય્યા થકી સ્ત્રી એટલાને દૂર કાઢી નાંખવાં. (૧૦) प्रज्ञां हरति ताम्बूल-मायुहरति पौण्डूकम् ॥ भोगिस्पर्शकरं माल्यं, बलहानिकराः स्त्रियः॥ ११ ॥ અર્થ --નિદ્રા સમયે મુખમાં તાંબૂલ હોય તો તે બુદ્ધિનો નાશ કરે છે, કપાળે તિલક હોય તો તે આયુષ્યને હરણ કરે છે, ગળામાં ફૂલની માળા હેય તે તેથી સર્ષ આવીને સ્પર્શ કરે એ સંભવ રહે છે, અને ગ્નિ પાસે હોય તો બલની હાનિ કરે છે. (૧૧) वपुः शीलं कुलं वित्तं , वयो विद्या सनाथता ॥ एतानि यस्य विद्यन्ते, तस्मै देया निजा सुता ॥ १२॥ અર્થ –––જેનાં શરીર, શીળ, કુળ, ધન, વય, (ઉમર) અને વિદ્યા એ છે વાનાં સારાં હોય, તથા જેને માથે વડીલ માણસે સારાં હોય, તેને પોતાની કન્યા આપવી. (૧૨) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy