SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, ચતુર્થ ઉલ્લાસ. वाहनास्त्रादिचिन्तां वा-चरणां वा नियोजनम् ॥ कुर्यादिक्रमचिन्तां वा. विहारं वा यदृच्छया ॥२॥ અર્થ –વાહન, હથિયાર, આચાર, પરાક્રમ વિગેરે કાર્યનો વિચાર કરો, અથવા દૂતોને પોતાને કામે લગાડવા, અથવા ઈચ્છા માફક વ્યવહાર કરવો. (૨) ततो वैकालिकं कार्य, मिताहारमनुत्सुकम् ॥ घटिकादयशेषेऽह्नि, कालौचित्याशनेन च ॥३॥ અર્થ–પછી બે ઘડી દિવસ શેષ રહે ત્યારે ગડતુને તથા સંધ્યાકાલને ઉચિત એવા આહારથી ઘણી ઉત્સુકતા ન રાખતાં પરિમિત વાળું કરવું. (૩) भानोः करैरसंस्पृष्ट-मुच्छिष्टं प्रेतसंचरात् ॥ सूक्ष्मजीवाकुलं चापि, निशि भोज्यं न युज्यते ॥४॥ અર્વ – સૂર્યના કિરણોએ નહીં ફર્સલું, પ્રેતના સંચારથી અપવિત્ર થએલું, અને સૂક્ષ્મ સંપતિમ છથી આકુલ થએલું એવું અન્ન રાત્રિએ ભક્ષણ કરવું એ યુક્ત નથી. (૪) शौचमाचर्य मार्तण्ड-बिम्बेर्धास्तमिते सुधीः॥ धर्मकृत्यैः कुलायातैः, स्वमात्मानं पवित्रयेत् ॥ ५॥ અર્થ –--અર્ધ સૂર્યમંડલનો અસ્ત થયે છતે શરીરશુદ્ધિ કરીને કુલ પરંપરાએ આવેલાં ધર્મકૃત્યથી પિતાના આત્માને પવિત્ર કરે. (૫) न शोधयेन कण्डूये-नाक्रमेदंइिमंहिणा ।। न च प्रक्षालयेत्कासं, न कुर्यात्स्वामिसंमुखम् ॥ ६ ॥ અર્થ–સંધ્યાકાળે કંઈ શોધવું નહીં, ખણવું નહીં, પગ ઉપર પગ ચઢાવ નહીં, જોવું નહીં, અને સ્વામિના મુખ આગળ ખાસી ન કરવી. (૬) संध्यायां श्रीद्रुहं निद्रां, मैथुनं दुष्टगर्भकृत् ॥ पाठं वैकल्यदं रोग-प्रदां भुक्तिं न चाचरेत् ॥७॥ અર્થ–સંધ્યા સમયે નિદ્રા કરે તો લક્ષ્મીનો નાશ થાય, મિથુન કરે તો દુષ્ટ ગર્ભની ઉત્પત્તિ થાય, ભણે તો પાઠમાં ખામી રહે, અને ભજન કરે તો રોગ થાય, માટે એટલાં વાનાં સાંઝ ન કરવાં. (૭) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy