SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. नटे पण्याङ्गनायां च, द्यूतकारे विटे तथा ॥ दद्यादुद्धारके नैव, धनरक्षापरायणः ॥ २ ॥ અર્થ:--જે વણિક પિતાનું ધન સાચવવા ઈચ્છતો હોય, તેણે નટ, વેશ્યા, જુગારી અને જાર પુરૂષ એમને ઉધાર વસ્તુ આપવી નહીં (૬૨) धर्मबाधाकरं यच्च, यच्च स्यादयशस्करम् ॥ भूरिलाभमपि प्राचं, पण्यं पुण्यार्थिभिर्न तत् ।। ६३॥ અર્થ–પુણ્યના અર્થી પુરૂષોએ ધર્મની હાનિ અથવા અપયશ કરે એવું કરિયાણું ગમે ઘણે લાભ થતો હોય તેને ખરીદવું નહીં. (૬૩) धनं यच्चाय॑ते किंचि-स्कूटमानतुलादिभिः ॥ नश्यत्तन्नैव दृश्येत, तप्तपात्रेऽम्बुबिन्दुवत् ॥६४॥ અર્થ---જે માણસ બેટા કાટલાં તથા તાજા રાખીને થોડું ઘણું ધન કેમાવે છે, તેમનું તે ધન નાશ પામતાં, તપાયલી તાવડી ઉપર પડેલા જલબિંદુની પેઠે દેખાતું નથી. (૬૪) गर्व न्यासापहारं च, वणिक्पुत्रः परित्यजेत् ॥ अङ्गीकुर्यात्क्षमामेकां, भूपतौ दुर्गतेऽपि च ॥६५॥ અર્થ-વણિપુને ગર્વ અને થાપણસો એ બન્નેને મૂકી દેવા, અને રાજા તથા રંક બન્નેને વિષે એક ક્ષમા રાખવી. (૬૫) . स्वच्छस्वभावा विश्वस्ता, गुरुनायकबालकाः ॥ देवा वृद्धाश्च न प्राज्ञैर्वचनीयाः कदाचन ॥ ६६ ॥ અર્થ-ડાહ્યા માણસોએ નિર્મળ સ્વભાવના અને પોતાની ઉપર વિશ્વાસ રાખનારા, પોતાના ગુરુ નાયક, બાળક, દેવ અને વૃદ્ધ માણસ એટલાને કોઈ કાળે પણ ઠગવાં નહીં (૬૬) भाव्यं प्रतिभुवा नैव, दाक्षिण्येन च साक्षिणा ॥ कोशपानादिकं चैव, न कर्तव्यं यतस्ततः॥६७॥ અર્થ -ડાહ્યા પુરૂષે કેાઈની દક્ષિણતાથી જામીન અથવા સાક્ષી ન થવું, તેમજ જયાં ત્યાંથી કાશપાન (સગન્દ) પ્રમુખ ન કરવું. (૬૭). "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy