SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ વિવેકવિલાસ, પ્રથમ સગ. आचार्याणां यतीनां च, पण्डितानां कलाभृताम् ॥ समुत्पाद्यः सदानन्दः, कुलीनेन यथायथम् ॥ ११८॥ અર્થ–કુલીન મનુષ્ય આચાર્યોને, સાધુઓને, પંડિતોને તથા કલાવાનું પુરૂષોને જેની જેવી યોગ્યતા તેવો આદરમાન કરીને રાજી રાખવાં. (૧૧૮) विशेषज्ञानमधुना, कलिकालवशाद्गतम् ॥ नित्यमेव ततश्चिन्यं, बुधैश्चन्द्रबलादिकम् ॥ ११९॥ અર્થ –ભાવી વાતનું જે વિશેષ જ્ઞાન પૂર્વે હતું તે હમણું કલિકાલના જોરથી જતું રહ્યું છે. માટે ડાહ્યા પુરૂષોએ ચંદ્રબલ, તારાબેલ વિગેરેને અવશ્ય હમેશાં વિચાર કરવો. (૧૧૦). न निमित्तद्विषां क्षेमं , नायुर्वैद्यकविद्विषाम् ॥ न श्रीनीतिद्विषामेक-मपि धर्मद्विषां नहि ॥ १२०॥ અર્થ-જયોતિષ, સામુદ્રિક વિગેરે આઠ પ્રકારના નિમિત્તશાસ્ત્રનો જે ટ્રેષ કરે છે, તેનું કલ્યાણ થતું નથી, વૈદ્યશાસ્ત્રનો દ્વેષ કરે તે દીર્ધ આયુષ્ય પામતો નથી, નીતિશાસ્ત્રનો દ્વેષ કરે તે લક્ષ્મી પામતો નથી, અને ધર્મનો દ્વેષ કરે તે તે કલ્યાણ, દીર્ધ આયુષ્ય અને લક્ષ્મી એ ત્રણેમાં એકે વસ્તુ પામત નથી. (૧૨) निरन्नमैथुनं निद्रा , वारिपानार्कसेवनम् ॥ एतानि विषतुल्यानि , वर्जनीयानि यत्नतः ॥ १२१ ॥ અર્થ–ખાધા વિના ખાલી પેટ હોય ત્યારે મનુષ્યએ સ્ત્રીસંગ, નિદ્રા, જલપાન અને તડકાનું સેવન એટલાં વાનાં યત્નથી વર્જવાં. કારણ કે, તે તે વખતે ઝેર સરખાં છે. (૧૨૧) सुकृताय न तृष्यन्ति , सन्तः संततमप्यहो ॥ विस्मर्तव्या न धर्मस्थ, समुपास्तिस्ततः क्वचित् ॥१२२॥ અર્થ–પુરૂષે હમેશાં સુકૃતનાં કામ કરે તે પણ તે કામ કરવામાં ધરાતા નથી. માટે ધર્મની સેવા કરવામાં કોઈ કાળે પણ ભૂલવું ન જોઈએ. (૧૨૨) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy