SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ KIMIMISANAKIMIMITEISIMISOMMTSAMMA SANATOMIEMSaNaNaMAKANAMMASO આર્યાવર્તામાં રાહુ કેતુ અને વારના ઉલ્લેખો વધારે નજીકના કાળના છે, કેમકેએશિઆના તારણમાં સં. ૧૦૩૫ આ. શું રવિવાર-સ્વાતિનો (લેખાંક ૭૯૮) ઉલ્લેખ છે. તથા ઘટીઆળાના જીનમંદિરમાં એક બ્રાહ્મણે સં ૯૧૮ ચૈત્ર શુદિ ર હસ્તનક્ષત્ર-બુધવારે હાટ સમર્પણ કર્યાની પ્રાકૃત યાદી છે. (લેખાંક ૯૪૫) હવે આ પહેલાંના ગ્રંથમાં કે લેખોમાં રાહુ કેતુ કે વારના ઉલ્લેખો નથી, એટલે સમજી શકાય છે કે-લગભગ તે અરસામાંજ વાર વિગેરેની પ્રવૃત્તિ થઈ છે, અને પછીના ગ્રંથોએ તેને સ્વીકાર કર્યો છે. પ્રસ્તુત દિનશુધિ પણ આ યુગને જ મહૂતિક ગ્રંથ છે. દિનશુદ્ધિકર્તા વિક્રમ સંવત્ ૧૩૩૦ થી ૧૩૬ માં બૃહદગચ્છમાં શ્રી યશેખર સૂરિની પાટે શ્રી વજ સેન નામના આચાર્ય હતા, આ સૂરિ ઉપદેશ કરવામાં લખ્યીવંત હતા. જેથી તેમને સારંગ ભૂપતિએ દેશના જલધરનું બીરૂદ આપ્યું હતું. અલાઉદ્દીન ખીલજીએ શિહડ રાણા દ્વારા આ સૂરિની ખ્યાતિ સાંભળીને બહુ માન આપ્યું હતું. તથા તેમના યોગના ચમત્કાર વડે ખુશી થઈને મંત્રિશિહડરાણ દ્વારા રૂણે ગામમાં એક સુંદર હાર અને કેટલાક ફરમાન સમર્યા હતા. પ્રો. પીટર્સન અને વેબર પણ પિતાના રીપોર્ટમાં આજ યાદીને ઉલ્લેખ કરે છે. આ સૂરીશ્વરે વિ. સં. ૧૩૪ર માં લેઢાણ ગત્રિય ૧૦૦૦ ઘરોને જેન બનાવ્યા છે. ગુરૂષડિગ્રંશિકા અને લઘુ ત્રિષષ્ઠી પુરૂષ સારની રચના કરી છે તથા શ્રી મહેશ્વરસૂરિને શ્રી મુનિચંદ્રસૂરિકૃત આવશ્યક સપ્તતિપર ટીકા રચવામાં મદદ કરી છે. તેમના શિષ્ય ગણમાંથી બે શિષ્યોના નામે મળી શકે છે. ૧--શ્રી હેમતિલકસૂરિ–જેમણે સં. ૧૩૮રમાં ભાટી રાજાને અને દુલચીરાયને ઉપદેશ આપી જેન બનાવ્યા હતા. માની શકાય છે કે ભૂવન દીપકની વેતિ પણ તેઓએ બનાવી હોય. ૨-હરિમુનિ-પિતાના કપૂર પ્રકરણમાં લખે છે કે श्रीवज्रसेनस्य गुरोत्रिषष्टि सार प्रबंध स्फूटसद्गुणस्य शिष्येण चक्रे हरिणेयमिष्टा सूक्तावली नेमिचरित्रका || શ્રી હેમતિલકસૂરિના શિષ્યરત્ન શ્રીમાન રત્નશેખરસૂરિ હતા. જેમને જન્મ સં. ૧૩૭૨ માં દિક્ષા સં. ૧૩૮૫માં સૂરિપદ સં. ૧૪૦૦ બીલાડા ગામમાં, અને સ્વર્ગગમન PABALLEYSSENENESE NESTE SISENESEVE SESSIESEVE SESSIESESNESESENSIESE STESEN
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy